૨૦૧૯ને ગુડબાય અને ૨૦૨૦ને વેલકમ માટે ઠેર ઠેર ડાન્સ અને ડીનર પાર્ટી યોજવામાં આવે છે. ત્યારે દાના શોખીનોને નશો કરવા માટે બહાનું જોઇએ તેમ થર્ટી ફસ્ટી નાઇટ પૂર્વે જ ૩૦ ડિસેમ્બરની રાતે નશો કરેલી હાલતમાં જુમ બરાબર જુમ શરાબી બનીને નીકળેલા ૧૩ જેટલા નશાખોરને અને એક મહિલા સહિત ત્રણને દારૂ સાથે ઝડપી લીધા હતા જ્યારે એક તડીપાર અને ત્રણને હથિયારબંધીના ગુનામાં પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતુ.
પોલીસે થર્ટી ફસ્ટની રાત પૂર્વે જ શહેરના વિવિધ માર્ગ પર ચેકીંગ કાર્યવાહી કરી નશો કરેલા શખ્સોની ધરપકડ કરતા દારૂડીયાઓમાં ફફડાટ મચી ગયો છે. ૩૧ ડીસેમ્બર પુર્વે પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગો પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખડેપગે રહી કામગીરી બજાવવામાં આવી હતી. અનેક વાહન ચાલકોની તપાસ કર્યા બાદ કેટલાક લોકો કેફી પ્રવાહી પીધેલા પકડાયા હતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.