વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, મેડલ સર્ટિફિકેટ આપી સન્માનીત કરાશે
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો હેતુ વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટેનું છે.
મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલ યોગ સ્પર્ધામાં પસંદગી પામેલ દરેક મહાનગરપાલિકામાંથી કુલ: 06 વિજેતા થયેલ 03 ભાઇઓ અને 03 બહેનો રાજ્યકક્ષાએ ભાગ લઇ શકશે. કુલ 08 મહાનગરપાલિકામાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા થશે. એટલે દરેક મહાનગરપાલિકા દીઠ 06 લોકોની (03 ભાઇઓ અને 03 બહેનો) કુલ: 48 સ્પર્ધક વચ્ચે રાજ્યકક્ષાની હરીફાઇ થશે અને 48 પૈકી કુલ: 06 સ્પર્ધકો જેમાં 03 ભાઇઓ અને 03 બહેનોની અંતિમ પસંદગી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાના વિજેતા તરીકે થશે.
જે મુજબ જિલ્લા કક્ષાએ અલગ અલગ તારીખો દરમિયાન પસંદગી કરેલ સ્થળો ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા ( ઑડીશન ) યોજવામાં આવેલ હતુ. જેમા યોગ સ્પર્ધકો દ્વારા પોતાનુ યોગ કૌશલ દર્શાવી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે. આ સ્પર્ધામા 9 વર્ષથી 85 વર્ષ સુધીના યોગ સાધકો એ ભાગ લઇ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરેલ છે.
જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ સ્પર્ધકોને તેઓને ફાળવવામાં આવેલ મહાનગરપાલિકા હેડ કર્વાટર ખાતે મહાનગરપાલિકા કક્ષાની યોજાનાર યોગ સ્પર્ધામાં જવાનું રહે છે.
જે પૈકી રાજકોટ ખાતે યોજાનાર મ્યુનિસિપલ કક્ષાની સ્પર્ધામા રાજકોટ,મોરબી,કચ્છ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ પૈકી પસંદગી પામેલ સ્પર્ધકોની મ્યુનિસિપલ લેવલની સ્પર્ધા તા.23/02/2023ના રોજ સવારે 09-00 કલાકે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, લોટસ એવન્યુ એપાર્ટમેન્ટ સામે વિમલનગર મેઈન રોડ,પ્રેમ મંદીર પાછળ કાલાવાડ રોડ,રાજકોટ ખાતે યોજાનાર છે.
જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને બપોરે 03-30 કલાકે ઈનામ વિતરણ સમારંભ યોજવામાં આવશે. મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ પ્રથમ રૂ.21000/-, દ્રિતીય રૂ.15000/- અને તૃતીય રૂ.11000/ રોકડ પુરસ્કાર તથા સાથે મેડલ, સર્ટીફીકેટ, સોલ આપી સન્માનીત કરવામાં આવશે.