અત્યારસુધી રાજયની તમામ યુનિવર્સિટી-કોલેજોએ ગાંધીનગર ધકકા ખાવા પડતા હતા
રાજયની તમામ યુનિવર્સિટી અને કોલેજોના શૈક્ષણિક અને વહિવટી કામ માટે અત્યાર સુધી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનર સમક્ષ જવું પડતું હતું. જેને હવે ધ્યાનમાં રાખી રાજકોટ અને બરોડા ખાતે ઝોનલ કચેરી ફાળવવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના નેજા હેઠળની કોલેજો અને યુનિવર્સિટીઓના મોનીટરીંગ અને સુપરવિઝન માટે બે નવી ઝોનલ કચેરી રાજકોટ અને બરોડા ખાતે શ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઝોનલ કચેરી શ થયા બાદ અત્યારસુધી જે-તે યુનિવર્સિટીને ગાંધીનગર ધકકા ખાવા પડતા હતા હવે તેમાંથી મુકિત મળી જશે.
જે-તે ઝોનમાંથી આવતી કોલેજોનું મોનીટરીંગ અને સુપરવિઝન તેમજ કોલેજોનું માર્ગદર્શન, તાલીમ, પ્રશિક્ષણ આપવાનું રહેશે. જેમાં અનુદાનિત કોલેજોનું પગાર ડેટાની ચકાસણી કરી ઈન્ડેક્ષ-બી ખાતે પગારની નિયમિત કામગીરી કરવાની રહેશે. ઉપરાંત બિનસરકારી અનુદાનિત કોલેજો-કર્મચારીઓ, કોલેજોની રજુઆત જેવી કે મેડિકલ બીલો, રજા મંજુરીના પ્રશ્ર્નો અને કોલેજોની વહિવટ કામગીરી કરવામાં આવશે. બિનસરકારી અનુદાનિત કોલેજના પેન્શનના કેસો, જીપીએફની તમામ કામગીરી પણ કરવાની રહેશે.
સૌરાષ્ટ્રની લગભગ ૪૦૦ જેટલી માન્ય સરકારી, બિનસરકારી અનુદાનિત કોલેજ, સેલ્ફ ફાઈનાન્સ કોલેજ, ગ્રામ્ય વિદ્યાપીઠો, જીબીટીસી સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના પ્રવેશ સંખ્યા તેમજ સંસ્થાના મહેકમની તમામ પ્રકારની ચકાસણી કરવાની રહેશે. ઝોનલ કચેરી રાજકોટ હસ્તક ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી જિલ્લાઓ ફાળવાયા છે.
જિલ્લા કક્ષાની કચેરીઓમાં લાઈઝેનીંગમાં સાથે રહીને ઝોનલ કચેરીને જોડતી કડીપ કામગીરી કરવાની રહેશે. તેમજ કાયદાકીય જોગવાઈ અને સરકારી યોજનાઓનો અમલ કરાવવો અને તેની અદ્યતન માહિતી નિભાવવાની રહેશે. રાજય સરકાર, શિક્ષણ વિભાગ અને હેડ ઓફિસ દ્વારા અમલમાં મુકવામાં આવતા ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમોનું સુચારું અને સરળ અમલીકરણ કરવાનું રહેશે.
તેમજ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ સંબંધિત પ્રશ્ર્નોનો નિકાલ કરવાનો રહેશે. રાજકોટ કચેરી ખાતે રિજયોનલ જોઈન્ટ ડાયરેકટર તરીકે રંજન એ.અગ્રવાલની નિમણુક કરાઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,