મેઘાણીના જન્મ સ્થળની અવદશાી વિશ્વભરમાં વસતા સેંકડો ગુજરાતીઓની લાગણી દુભાઈ રહી છે
મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદી નવાજેલા તેવા સર્મથ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણી પોતાને ‘પહાડ’નું બાળક તરીકે ઓળખાવતા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિક્રમ સંવત ૧૯૫૨)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયેલો.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું, લગભગ ૧૫૦ વર્ષ જેટલું પુરાણુ, ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ નું આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલું છે. આમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળિયું છે. ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને ભારતના હાલના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાી ૨૦૧૦માં ‘સ્વર્ણિમ ગુજરાતની ઊજવણી અંતર્ગત ૧૧૪મી મેઘાણી-જયંતીએ સહુપ્રમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. પોતાના દાદાજી ઝવેરચંદ મેઘાણીના જીવન-કવની નવી પેઢી પરિચિત તેમજ પ્રેરિત થાય તે માટે સતત કાર્યશીલ પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને તેમના ૮૦ વર્ષીય માતા કુસુમબેન મેઘાણી આ ઐતિહાસિક જન્મ સ્થળ જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તે માટે સવિશેષ પ્રયત્નશીલ છે.
પિનાકીભાઈએ, સ્વ-ખર્ચે, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવનને નિરૂપતું રસપ્રદ અને માહિતીસભર પ્રદર્શન તા ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર અને સંસ્મરણોને આલેખતી કલાત્મક તકતીઓ અહિ મૂકી છે. વિશ્વભરમાંી હજારો સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકોએ આ ઐતિહાસિક જન્મસ્ળની મુલાકાત લીધી છે. ૨૦૧૪માં ગુજરાતના હાલના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, હાલના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને તત્કાલીન મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આની મુલાકાતે પણ આવ્યા હતા. જન્મસ્થળની પાસે આવેલ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન તરીકે નામકરણ યું છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૦૧૨માં આ ઐતિહાસિક જન્મસ્ળનું રીનોવેશન, રીપેરિંગ અને રંગરોગાન થયું હતું. પરંતુ હાલ આ ઈમારત બેહાલ છે. છત પરનાં નળીયા ક્ષતિગ્રસ્ત છે. અંદર અને બહારની દિવાલોનું પ્લાસ્ટર અને રંગ ઠેર-ઠેર ઊખડી ગયાં છે. દિવાલોમાં ભારોભાર ભેજ છે. લાકડાનાં બારી-બારણાં પણ નુકશાન પામ્યા છે. ચોમાસાનો પ્રથમ વરસાદ તાં જ સ્થિત વધારે વણસી છે. અંદર રખાયેલ પ્રદર્શન અને પુસ્તકો નુકશાન પામે તેવી ભીતિ છે. પહેલાની જેમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મકાનને જાહેર જનતા માટે નિયમિત રીતે ખુલ્લું રખાતું ની તેવી પણ લોકચર્ચા છે.
જન્મસ્ળનાં આ ઐતિહાસિક મકાન તા આજુબાજુમાં આવેલ અન્ય ઐતિહાસિક મકાનો, ઈમારતો, જગ્યાઓને સાંકળીને ભવ્ય ‘સ્મારક-સંકુલ’ તરીકે વિકસાવવામાં આવે અને આ સંકુલમાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું અઘતન દેશ્ય-શ્રાવ્ય-મલ્ટીમિડિયા પ્રદર્શન ઉપરાંત સંશોધન-કેન્દ્ર, ગ્રંથાલય અને વાચન-કક્ષ, ઑડીટોરિયમ, ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પણ સપિત કરવામાં આવે. ચાંમુડા માતાનાં તિર્થધામ તરીકે ચોટીલા જગપ્રસિધ્ધ છે. ચોટીલા સાંસ્કૃતિક-તિર્થ તરીકે પણ વિશ્વભરમાં ખ્યાતિ પામે તેવી લોકલાગણી છે.