મેષ રાશીફળ – આ રાશિના લોકોને આજે કામનો બોઝ તણાવ આપી શકે છે. આજે કરેલી યાત્રા થાકનું કારણ બની શકે છે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક નીવડશે. આજે પરિવારના લોકો માટે સમય નહીં આપો તો નારાજ થઈ શકે છે. આજે કાર્યક્ષેત્રમાં સમજીને ઉઠાવેલા પગલા ફળદાયી રહેશે. નવી યોજના શરૂ કરવા માટે આજનો દિવસ શુભ છે. આ રાશિના લોકોએ આજે લાંબા સમયથી અટકેલાં કામને પુરૂ કરવા શરૂઆત કરવી. જીવનસાથીના કોઈ જુઠથી તમે નારાજ થઈ શકો છો. આજે નોકરીયાતને સારા સમાચાર મળી શકે છે.

વૃષભ રાશીફળ – વિનમ્ર સ્વભાવના કારણે આજે તમારા વખાણ થઈ શકે છે. કોઈ મોટા સમૂહમાં ભાગીદારી રસપ્રદ સાબિત થશે પરંતુ તમારો ખર્ચ વધી શકે છે. ઘરેલુ કામ અને રૂપિયા-પૈસાની માથાકુટ પરિવારમાં પરેશાની ઉભી કરી શકે છે આ બધી જ સમસ્યા તણાવનું કારણ બની શકે છે. તમારો હસવાનો તથા હસાવવાનો સ્વભાવ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ રાશિના જાતકોને વ્યાપારમાં અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે.

મિથુન રાશીફળ – આ રાશિના જાતકોને તબીયતમાં તથા નાણાકીય સ્થિતિમાં નિશ્ચિત સુધાર જણાશે સાથે ખર્ચામાં પણ વધારો જોવા મળી શકે છે. કોઈ સંબંધી તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આજના દિવસ દરમિયાન કાર્યક્ષેત્રમાં પોતાની જાતને ખાસ માની શકો છો. કોઈ ત્રીજા વ્યક્તિની દખલ અંદાજીથી જીવનસાથી સાથેના સંબંધમાં વાદવિવાદ ઊભા થઈ શકે છે પરંતુ હોશિયારીથી મામલો સંભાળી શકો છો. આજના દિવસમાં અચાનક ધન પ્રાપ્તિથી તમે આનંદીત રહેશો.

કર્ક રાશીફળ – કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ પૈસા લગાવો એ જ આજનો સફળતાનો મંત્ર છે. તમારા નિરંકુશ વ્યવહારના કારણે પરિવારજનો નારાજ થઈ શકે છે. આજે કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. આજે જૂના મિત્રો ફરીથી મેળાપ થઈ શકે છે.

સિંહ રાશીફળ – આજે તમારી તબીયત સુધારવાનો પુરો સમય રહેશે. આ રાશિના જાતકોએ ટુંકાગાળાના રોકાણથી આજના દિવસ દરમિયાન દુર રહેવું. આજે મિત્રો સાથે બહાર જઈ ખુશીની પળ વિતાવી શકો છો. ઓફિસમાં આજે તમે ગુસ્સે થઈ શકો છો, જેથી માનસીક સંતુલન જાળવી રાખવું. આજે કોઈક આકસ્મિક યાત્રા તણાવ આપી શકે છે. જીવનસાથી સાથે વધારે સારો સંબંધ બનાવાનો પ્રયત્ન કરો.

કન્યા રાશીફળ – નવા મિત્રો બનવાથી નવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો પ્રતિયોગી પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમણે આજે પોતાનું મગજ શાંત રાખવું નહિતર પરિક્ષાની ગભરાહટ મગજ પર હાવી થઈ શકે છે. આજના દિવસ દરમિયાન કરેલા તમામ પ્રયાસ સકારાત્મક પરિણામ આપી શકે છે. આજે બધી વાત તમારી મરજી મુજબની નહીં થાય . સંબંધ સ્વર્ગમાં બને છે અને આજે તમારા જીવનસાથી એ સાબિત કરી શકશે.

તુલા રાશીફળ – આજના દિવસમાં અચાનક ખર્ચનો બોઝ વધી શકે છે. તમારા પરિવારના લોકો નાની વાતને મોટું સ્વરૂપ આપી શકે છે. આ રાશિના વ્યાપારીઓ માટે આજનો દિવસ શુભ છે. આજના દિવસ દરમિયાન વ્યવસાય માટે કરેલી અચાનક યાત્રા સકારાત્મક પરિણામ અપાવી શકે છે. જીવનસાથી સાથે કોમ્યુનિકેશન ન થવાથી પરેશાની વધી શકે છે, પરંતુ પાછળથી બધુ સારું થઈ જશે. કાર્યસ્થળ પર દિવસ સારો રહેશે.

વૃશ્ચિક રાશીફળ – આ રાશિના લોકો પોતાની ધાર્મિક ભાવનાઓના કારણે તીર્થસ્થળની યાત્રા કરી શકે છે અને કોઈ સંત પાસેથી દૈવીય જ્ઞાન પ્રાપ્ત થશે. તમારા રોકાણ અને ભવિષ્યની યોજનાને ગુપ્ત રાખવી. જે પુરસ્કારની તમે રાહ જોઈ રહ્યા છો, તે ટળી શકે છે. તમારું આકર્ષક વ્યક્તિત્વ લોકોને તમારી તરફ ખેંચશે. તમારા જીવનસાથી સાથે આજે ખુબ સારો દિવસ પસાર થશે

ધન રાશીફળ – આ રાશિના લોકોનો આજનો દિવસ ખુશીથી ભરેલો રહેશે. અચાનક આવેલ ખર્ચ આર્થિક સમસ્યા ઉભી કરી શકે છે. તમારું બાળક તમારી ઉમ્મીદને તોડી શકે છે. કોઈ પણ નવી યોજનાને સારી રીતે સમજીને પછી જ રોકાણ કરવાનો નિર્ણય લેવો. મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતા આંખ-કાન ખુલ્લા રાખો, તમને કોઈ સારો વિચાર હાથ લાગી શકે છે. ભવિષ્યની યોજના પર ફરી વિચાર કરવાની જરૂર છે. જીવનસાથી સારે સારો સંબંધ બનાવી શકશો.

મકર રાશીફળ – આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય પુરી રીતે સારૂ રહેશે નહિ તેથી ચિકિત્સકની સલાહ વગર જાતે સારવાર ન કરવી. તથા આરામ કરવો. વિશેષક્ષની સલાહ વગર રોકાણ ન કરવું, નહીં તો નુકશાનની સંભાવના છે. આજે ઘરેલુ કામ તમને વ્યસ્ત રાખશે. આજે વધારે ચિંતા કરવાની જરૂર નથી, ગમે તેવા દુખ બરફની જેમ પીંઘળી જશે. આજે તમને તમારી પ્રતિભા દેખાડવાનો સારો મોકો મળશે. યાત્રા ફાયદાકારક રહેશે. જીવનસાથી આજે તમારી પર શંકા કરી શકે છે.

કુંભ રાશીફળ – આજે કાર્યક્ષેત્રમાં તમારા વિનમ્ર સ્વભાવના વખાણ થશે. આજે જે આર્થિક લાભ મળવાનો હતો તે ટળી શકે છે. આજે કોઈ વ્યક્તિ પર હુકમ ચલાવવું નહીં, નહિતર સમસ્યા ઉભી થઈ શકે છે. તમારા કારણે ઓફિસમાં કોઈ મોટુ નુકશાન થઈ શકે છે, જેથી સમજી વિચારીને આજે કામ કરવું. એવા લોકો પર ખાસ નજર રાખવી જે તમને ગેર માર્ગે દોરી રહ્યા છે. આજે જીવન સાથી તમારા પર ખુબ ખુશ રહેશે.

મીન રાશીફળ – આ રાશિના લોકોએ દિવસ દરમિયાન રમત-ગમત અથવા વ્યાયામ કરવો જોઈએ. આજના દિવસે તમને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે જેથી આજે ખર્ચ કરવામાં ધ્યાન રાખવું. આજે તમારા જીવનસથીનો મૂડ સારો નહીં રહે. જો તમે તમારા જ્ઞાન અનુભવને વહેંચશો તો, તમને સારી પ્રતિષ્ઠા મળશે. ગાડી ચલાવવામાં સંભાળવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.