મેષ રાશિફળ– આ રાશિના જાતકોને દબાયેલી સમસ્યાઓ આજે ફરી ઉજાગર થઈ શકે છે જે માનસિક તણાવ આપી શકે છે. દિવસ દરમિયાન શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાઈ શકો છો તેથી સાવધાની રાખવી. આજે પરિવાર સાથે હરવા-ફરવા જવાથી માનસીક આનંદ મળી શકે છે અને પરિવાર સાથે વાદવિવાદનો અંત આવશે. તમારી વ્યક્તિગત ભાવનાઓ અને વાતો જીવનસાથી સાથે વહેંચવા માટે આજનો દિવસ શુભ નથી. મોટા ઉદ્યોગપતિ સાથે ભાગીદારીનો વ્યવસાય કરવો આર્થિક રીતે ફાયદાકારક રહેશે.
વૃષભ રાશિફળ– આજના તમારા ખરાબ મૂડને પરિવાર પર હાવી થવા ન દો નહિતર ઘરમાં તે પરિવારિક તણાવનું કારણ બની શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા સૌ વખત વિચારો નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. આર્થિક મામલામાં સાવધાની રાખવી જોઈએ. ગતલફેમીના કારણે જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે તેથી સાવધાની રાખવી. માત્ર સાંભળેલી વાત પર તુરંત વિશ્વાસ કરવો નહીં કોઈ તમને ફસાવી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાની યોજના બનાવો.
મિથુન રાશિફળ- આ રાશિના જાતકોને આજે દાન-પુણ્ય કરવા માટેનો અશાઢી બીજનો અવસર અત્યંત શુભ છે, આવી ધાર્મિક ક્રિયાઓ કરવાથી દિવસ ખુશીથી ભરેલો રહેશે. આજે રોકાણ કરવાના જે અવસર આવે તેના પર વિચાર કરવો, પરંતુ પૈસા ઇન્વેસ્ટ કર્યા પહેલા યોજનાનો પુરી રીતે અભ્યાસ કરી લેવો. આ રાશિના લોકોએ આજે તબિયત પર ધ્યાન દેવું નહિતર આજે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. નોકરીયાત માટે સારો દિવસ છે, તમારી ક્ષમતા દેખાડવાનો મોકો છે, જે તમને લાભ અપાવી શકે છે.
કર્ક રાશિફળ– આ રાશિના જાતકોને આજે ભાગ દોડ ભર્યો દિવસ હોવા છતા તબીયત સારી રહેશે. આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકશો. લોકોને આપેલા પૈસા સરળતાથી પાછા મળી શકે છે. જીવન અને કામમાં બીજા માટે આદર્શ બનો. આજે તમે કાર્યક્ષેત્રમાં કોઈ સારૂ કામ કરીને વરીષ્ઠો પાસેથી નામના મળી શકે છે. એવી કોઈ જાણકારી લોકો સાથે શેર ન કરવી જે ગોપનિય હોય. આજે જીવનસાથી સાથે કોઈ કારણસર નાનો પ્રવાસ થઈ શકે છે જે આર્થિક અને સામાજિક બંને રીતે લાભકારક રહેશે.
સિંહ રાશિફળ– આ રાશિના જાતકોને સૌથી મોટુ સપનું આજે હકિકત બની શકે છે, પરંતુ જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તમારા ઉત્સાહને કાબુમાં રાખો. જો કોઈ અન્ય વ્યક્તિની સલાહથી રોકાણ કરશો તો આજના દિવસમાં નુકશાન વેઠવું પડી શકે છે. પોતાના પરિવારની નાની-નાની ભૂલને નજર-અંદાજ કરવી. કામકાજમાં કોઈ મોટી ભૂલ થઈ શકે છે. આજના દિવસ દરમિયાન યાત્રાનો અવસર મળે તો અવસર જવા દેવો નહીં. પરિવારમાં કોઈ સભ્ય સાથે વાદ-વિવાદ તણાવનું કારણ બની શકે છે.
કન્યા રાશિફળ– આજે શાંત અને તણાવ રહિત રહેશો. શંકાસ્પદ લેવડ-દેવડમાં સાવધાન રહો. સંબંધી તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે છે, સાવચેત રહેવું. નવી ભાગીદારી યોજનાઓમા રોકાણ કરવું આજે ફળદાયી રહેશે. આ રાશિના જાતકોને ધાર્મિક ક્રિયાઓ કરવા માટે આજનો દિવસ શુભ છે.
તુલા રાશિફળ- આ રાશિના જાતકોનો હસમુખો સ્વભાવ બીજાને ખુશ રાખશે. ઉતાવળમાં રોકાણ ન કરવું, નહીં તો નુકશાન થઈ શકે છે. પારિવારીક મામલા માટે સારો દિવસ છે. આજે અચાનક કોઈ રોમેન્ટિક મુલાકાત થઈ શકે છે. તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમનેબીજાથી આગળ રાખવામાં મદદ થઈ શકે છે. આળસનો ત્યાગ કરવો.
વૃશ્ચિક રાશિફળ- આજે બહારનું ખાવાથી બચો, નહીં તો તબીયત પર અસર પડી શકે છે. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખો. બીજાની દખલ અંદાજી ગતિરોધ પેદા કરી શકે છે. જે કામ તમે કર્યું છે તેનો શ્રેય બીજા લેવાની કોશિસ કરે. વકીલ પાસે જઈ કાયદાકીય સલાહ લેવા માટેનો સારો દિવસ છે. પરિવાર સાથે સમય વિતાવવાનો આજે સારો દિવસ છે.
ધન રાશિફળ– તમારો ઈર્ષાળુ સ્વભાવ તમને ઉદાસ અને દુખી બનાવી શકે છે. આનાથી તમને જ નુકશાન પહોંચશે, જેથી આ આદત છોડી દો. તમે પરિવાર તથા મિત્રો પાછળ ખર્ચ કરી શકો છો. કોઈ સંબંધી સાથે સારી મુલાકાત થાય. સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. કોઈ આકસ્મિક યાત્રા તણાવનું કારણ બની શકે છે.
મકર રાશિફળ- આજે તમારૂ સ્વાસ્થ્ય નબળુ રહે તેવી શક્યતા છે. નાણાકીય અસ્થિરતા તમારા તણાવનું કારણ રહી શકે છે. તમારી મુશ્કેલીને દૂર કરવા માટે જુના સંપર્ક અને મિત્રો મદદગાર રહેશે. પ્રમિકાની ગેરવ્યાજબી માંગ સામે ઝૂકવું નહીં. કામકાજમાં આવી રહેલા ફેરફારથી તમને વધુ લાભ થઈ શકે છે.
કુંભ રાશિફળ- . તમારી તબીયત સારી રહેશે, પરંતુ યાત્રાના કારણે થાક જેવી સ્થિતિ રહી શકે છે. રોકાણ કરવા અથવા અનુમાન આધારે પૈસા લગાવવા માટે આજનો દિવસ સારો નથી. બાળક તરફથી નિરાશા મળી શકે છે. વિવાહ પ્રસ્તાવ માટેસારો સમય. કાર્યક્ષેત્રમાં તમારા કામના વખાણ થઈ શકે છે. કોઈ પડોશી અથવા મિત્રના કારણે ઘરમાં અનબન થઈ શકે છે.
મીન રાશિફળ – તમારા સ્વાસ્થ્યને નજર અંદાજ ન કરવું. ભાગીદારીના વ્યવસાયમાં અને ચાલાકીવાળા આર્થિક સ્ત્રોતોમાં રોકાણ ન કરવું. આજે તમારે બહાર ફરવા જવાનું થાય. બહાર જતા સમયે સામાનની તકેદારી રાખવી નહીં તો ચોરાવાનું અથવા ખોવાઈ જવાની ચિંતા રહેશે. તમારા જીવનસાથીના કારણે માનસીક તણાવ રહે