મેષ રાશિફળઃ (Aries) : આ રાશિના જાતકોને પોતાની વ્યક્તિગત સમસ્યા માનસિક શાંતિને ભંગ કરી શકે છે. આજના દિવસ દરમિયાન માનસિક દબાણથી બચવા માટે કઈંક મનોરંજનકારક કાર્યો કરો. બેન્કિંગ ક્ષેત્ર તથા ભાગીદારો સાથે જોડાયેલી આર્થિક લેવડ-દેવડ કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવી તથા આ યોજનાને ગુપ્ત રાખવી.જીવનસાથી સાથે આજે સમય પસાર કરો તેને તમારી જરૂર હશે.
વૃષભ રાશિફળ (Taurus) : આ રાશિના જાતકોનો આજનો દિવસ થોડો મુશ્કેલી ભર્યો રહી શકે છે. આજે પોતાના જીવનસાથીને ભાવનાત્મક રીતે બ્લેકમેઈલ કરવું નહિ સબંધ બગડી શકે છે. જો તમે સીધો જવાબ નહીં આપો તો તમારા સહીયોગી નારાજ થશે. આ રાશિના જાતકોના છૂપા દુશ્મનો ખોટી અફવાઓ ફેલાવી શકે છે જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. પોતાના રોકાણ અને ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો. પોતાના જીવન સાથીની બેદરકારી ઘરમાં વાદ-વિવાદ વધારી શકે છે.
મિથુન રાશિફળ (Gemini) : આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહી શકે છે. જે તમને પરેશાન કરી શકે છે. જેને નજરઅંદાજ ન કરો. આજના દિવસે તમારે આરામને ખુબ જ જરૂરી છે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણ તમને ખુબ જ ફાયદો અપાવી શકે છે. તમને ખુશ રાખવા માટે માતા-પિતા સંપૂર્ણ કોશિશ કરશે તેથી તમે પણ સામે સારા જ પ્રતીભાવ આપવા.
કર્ક રાશિફળ (Cancer) : આજના દિવસ ગર્ભવતી મહિલાઓ માટે શુભ નથી તેથી તેમણે વધારે સાવધાની રાખવી જરૂર છે. આજના દિવસ દરમિયાન આર્થિક ભીંસના કારણે તમારા મહત્વના કર્યો વચ્ચે જ અટકી જશે. આજના દિવસ દરમિયાન પોતાના નજીકના લોકો સામે એવી વાત કરવાથી બચવું જેનાથી તમારા બંનેનો સબંધ બગડી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં વસ્તુઓ સારી થતી દેખાશે અને પ્રગતિના પંથ તરફ આગળ વધશો. આજે તમારો મૂડ સારો રહેશે.
સિંહ રાશિફળ (Leo) : આ રાશિના જાતકોએ રસ્તો ઓળંગતા સમયે સાવધાની રાખવી નહિતર નુકસાનનો ભોગ બનવું પડશે. આજે ટિમ વર્ક દરમિયાન તમારે કોઈ અન્ય બેદરકારીનું પરિણામ ભોગવવું પડી શકે છે. આ રાશિના લોકોને રિયલ એસ્ટેટ અને નાણાંકિય લેવડ-દેવડ માટે આજનો દિવસ સારો છે. આજના દિવસ દરમિયાન બીજાના મામલાઓમાં દખલ કરવાથી બચવું. તમારો એક તરફી પ્રેમ તમને નિરાશ કરી શકે છે.
કન્યા રાશિફળ (Virgo) : ધિરજ બનાવી રાખો અને તમારી સમજદારી અને પ્રયત્નો તમને સફળતા ચોક્કસ અપાવશે. આર્થિક મામલોમાં વધારે સાવધાની રાખવાની જરૂરત છે. તમારા માટે જીવન-સાથીનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. તમારા પ્રિય તમને ખુબ જ પ્રેમ કરશે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ આલોચનાનું કારણ બની શકે છે.
તુલા રાશિફળ (Libra) : આશાવાદી બનો. તમારો વિશ્વાસ અને આશા તમારી ઈચ્છાઓ અને આશાઓ માટે નવા દરવાજા ખોલશે. આજનો દિવસ એવી વસ્તુઓ ખરીદવા માટે સારો છે જેની કિંમત આગળ વધી શકે છે. દોસ્તો મદદગાર અને સહયોગી રહેશે. પ્રેમની તાકાત તમને પ્રેમ કરવાનું કારણ આપશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : આ રાશિના જાતકોએ પોતાની શારીરિક ઉર્જા વધારવા માટે તથા માનસિક રીતે મજબૂતી મેળવા માટે ધ્યાન અને યોગનો સહારો લેવો તે તમને ખૂબ જ મ્દ્દૃપ થશે. આજના દિવસ દરમિયાન તમારી સામે આવેલી કોઈ પણ યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વખત વિચારવું. ઘરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા વડીલોની સલાહ લો નહી તો તે નાખુશ થશે.
ધન રાશિફળ (Sagittarius) : વધારે ચિંતા અને તણાવની આદત તમારા સ્વાસ્થ્યને બર્બાદ કરી શકે છે. રોકાણ કરતા સમયે ઉતાવળમાં નિર્ણય ન લો. બાળકો સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન કરવા માટે થોડો સમય કાઢો. પોતાની વ્યક્તિગત ભાવનાઓ અને ગુપ્ત બાતોને પોતાના પ્રિય સાથે શેર કરવાનો યોગ્ય સમય નથી.
મકર રાશિફળ (Capricorn) : નકારાત્મક વિચાર માનસિક બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે એ પહેલા તમે તેને ખતમ કરી દો. દાન-પુષ્ણના કામમાં સહયોગી બનો. જેનાથી તમને માનસિક સંતોષ મળશે. તમે જાણો છો કે લોકો તમારી પાસે શું ઈચ્છા રાખે છે. આજે પોતાના ખર્ચાઓ ઉપર ખુબ જ કાબુ રાખો નહિતર માહિનાનું ટાઈમટેબલ વિખાઈ શકે છે.
કુંભ રાશિફળ (Aquarius) : તમારી સામે આવેલી યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારો. શક્ય છે કે માતા-પિતા તમારી વાતને ખોટી રીતે સમજશે જે વાત તમે તેમની સામે સારી રીતે રાખી છે. જે પહેચાન અને પુરષ્કારની આશા તમે રાખો છો તે ટળી શકે છે. તમારે હતાશાનો સામનો કરવો પડી શકે છે.
મીન રાશિફળ (Pisces) : આ રાશિના જાતકોને પોતાની મગજ શક્તિ વધારવા માટે ધ્યાન અને યોગ કરવા તેનાથી અવશ્ય ફાયદો થશે. કાર્ય ક્ષેત્રમાં તમારી કામ કરવાની લગન અને મહેનત પર તમારા વરીષ્ઠો ધ્યાન આપશે. આજે તમને નાણાંકિય લાભ મળી શકે છે. અભ્યાસની કિંમત પર ઘરથી વધારે સમય સુધી બહાર રહેવાથી માતા-પિતા તમારા ઉપર ગુસ્સે થઈ શકે છે. કરિયર માટે યોજનાઓ બનાવવી એટલી જ આવશ્યક છે જેટલું હરવું ફરવું.