મેષ રાશીફળ – આજના દિવસ દરમિયાન દરેક રોકાણને સાવધાનીપૂર્વક અંજામ આપવું તથા નુકશાનથી બચવા માટે નિષ્ણાંતની સલાહ લેવી, અભિમાનને બાજુ પર રાખવું નહિતર ઘરમાં પરિવાર સાથે અનબન થઈ શકે છે. આજે તમે જ્ઞાન અને અનુભવ વહેંચી શકો છો, જેથી તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમારી ફરવા જવાની યોજનામાં થોડા ફેરફાર થઈ શકે છે. આ રાશિના જાતકોને તેમનો જિવનસાથી ખુશ કરવાની કોશિશ કરી શકે છે.

વૃષભ રાશીફળ – આ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે કારણ કે આજે તેમનું શરીર અસાધારણ કામ કરવા માટે પણ સક્ષમ રહેશે. આજના દિવસ દરમિયાન લાંબા સમય માટેનું રોકાણ કરશો તો ફાયદાકારક નીવડી શકે છે. આજે બધા જ લોકો પ્રત્યે ઈમાનદારીભર્યું વર્તન કરવું. પ્રેમની અભિવ્યક્તિ માટે આજનો દિવસ સારો છે. કાર્યસ્થળમાં કોઈ નવા પ્રોજેક્ટમાં તમારા વિચારો ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર ગોપનીય જાણકારી ઉજાગર ન કરવી. આ રાશિના લોકોનો જીવનસાથી સાથે રોમાંચક દિવસ પસાર થશે.

મિથુન રાશીફળ – આ રાશિના લોકોનું સકારાત્મક વલણ આસપાસના લોકોને પણ પ્રભાવિત કરશે. જુના રોકાણના કારણે આવકમાં વધારો જોવા મળશે. તમારી ઈમાનદારી અને કામ પુરૂ કરવાની ક્ષમતાના વખાણ થશે. જીવનસાથી સાથે આજે પ્રેમભર્યો વ્યવહાર રાખવો.

કર્ક રાશીફળ – આજના દીવસ દરમિયાન ગર્દન-કમરમાં દર્દ પરેશાનીનું કારણ બની શકે છે. આજના દિવસે આરામ કરવો જરૂરી છે. આજના દિવસ દરમિયાન પ્રાપ્ત થયેલું ધન તમારી મરજી મુજબનું નહીં હોય. જે તમને પ્રેમ કરે છે એવા લોકો સાથે સારું વર્તન કરો. કાર્યસ્થળ પર સંપ અને સમજદારી સાથે કામ કરવાથી તમામ કર્યો સિદ્ધ થશે. હરવા-ફરવા માટે આજનો દિવસ શુભ નથી. જીવનસાથી આજે તેના મનની વાત કરી શકે છે.

સિંહ રાશીફળ – આજે તમારા બાળક પ્રત્યે પ્રેમભર્યું વર્તન રાખવું. જો તમે આવકમાં વૃદ્ધિમાં વધારો કરવા માટે આ રાશિના જાતકોએ સુરક્ષિત આર્થિક યોજનામાં રોકાણ કરવું. ઘરના ચાલતા વાદ-વિવાદ તમારા મગજ પર છવાયેલા રહેશે અને તમારી કામ કરવાની ક્ષમતા ખરાબ કરી શકે છે. આજે તમે કોઈના પ્રેમમાં પડી શકો છો. તમારા કામ અને શબ્દો પર વધુ ધ્યાન આપવું કેમ કે, આંકડા સમજવામાં મુશ્કેલી થઈ શકે છે, જેથી ગડબડ થઈ શકે છે.

કન્યા રાશીફળ – આ રાશિના જાતકોનો સ્વભાવ ભાવુક રહેશે. આજે તમે તમારી રચનાત્મકતાનો ઉપયોગ કરશો તો, ઘણુ ફાયદાકારક રહેશે. ઘરમાં નાની-નાની વાત પર વિવાદ થઈ શકે છે, જેથી જીભ પર કાબૂ રાખવો સાવધાની રાખવી. ઓફિસમાં તમે ગુસ્સે થઈ શકો છો જેનાથી તમારું અગત્યનું કાર્ય બગડી શકે છે. આજે જીવનસાથીનું એક અલગ જ રૂપ તમને જોવા મળી શકે છે. આજે મગજને શાંત રાખવાનો પ્રયાસ કરવો.

તુલા રાશીફળ – આજે તમને કમીશન, રોયલ્ટી વગેરે કામમાં ફાયદો થઈ શકે છે. આજે તમે પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકો છો જેનાથી તમને પણ કામ કરવાની નવી ઉર્જા મળશે. નવા કામ પૂરા કરવામાં મહિલા સહકર્મીનો પૂરતો સહયોગ મળશે. આ રાશિના જાતકોને પરોપકારી અને સામાજિક કાર્ય આકર્ષિત કરશે. આજે તમને જીવનસાથી પ્રત્યે એકવાર ફરી પ્રેમ થઈ શકે છે.

વૃશ્ચિક રાશીફળ – આ રાશિના જાતકોને તેમનું સ્વાસ્થ્ય આજે સાથ નહીં આપે. આજે નક્કી કરેલા બજેટની બહાર ન જવું નહિતર આર્થિક તંગી સર્જાઈ શકે છે. ઘરમાં કામના દબાણના કારણે આજે તમને ગુસ્સો આવી શકે છે. એવા લોકો સાથે હંમેશા સંબંધ બનાવી રાખો જે ભવિષ્યમાં તમારી મદદ કરી શકે. તમારી ખાસીયત અને ભવિષ્યની યોજનાઓ માટે ફરી વિચારવાનો સમય છે . બહારના લોકોની દખલ-અંદાજી વૈવાહિક જીવનમાં પરેશાની ઉભી કરી શકે છે.

ધન રાશીફળ – આજના દીવમાં કોઈ મહત્વનુ કામ તંગ આર્થિક પરિસ્થિતિના કારણે વચમાં જ અટકી શકે છે. તમારી સ્વચ્છંદ જીવનશૈલી ઘરમાં તણાવ પેદા કરી શકે છે, જેથી મોડી રાત સુધી બહાર રહેવાનું અને ખોટા ખર્ચ કરવાથી દુર રહેવું. ભવિષ્યમાં સારો નફો આપે તમારે એવી પરિયોજના પર કામ કરવું. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા. જીવનસાથી સાથે મધુર દિવસ.

મકર રાશીફળ – આજે ઓફિસમાં તથા ઘરમાં તમારા વિનમ્ર સ્વભાવના વખાણ થશે. ખર્ચમાં વધારો તમારી માનસિક શાંતિ ભંગ કરી શકે છે. સંબંધો સાચવશો, સંબંધોમાં ખટાશ આવી શકે છે આજે. કામકાજનો બોઝો વધારે રહેશે તેથી બધા જ કામો મનોમંથન કરીને જ લેવા. મુશ્કેલીઓનો સામનો કરવાની તમારી ક્ષમતા સારી ઓળખ અપાવશે. આજે તમે આરામ કરવામાં સફળ નહીં થાઓ.

કુંભ રાશીફળ – આજના દીવસ દરમિયાન ઈચ્છા વગરની યાત્રાથી તમે થાક અનુભવશો. આજના દિવસે તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વધારે ખર્ચ અથવા પર્સ ચોરાઈ શકે છે, સાવધાની રાખવી. પોતાના પરિવાર સાથે ખરાબ વ્યવહાર ન કરવો, નહિતર ઘરની શાંતી ભંગ થઈ શકે છે. સમય, કામકાજ, મિત્રો, સંબંધી એક બાજુ અને તમારો પ્રેમ એકબાજુ એવો મિજાજ રહેશે. કાર્યસ્થળ પર મહેનત રંગ લાવશે. લાંબી મુસાફરી કરવી પડી શકે છે, જે ફાયદાકારક રહેશે.

મીન રાશીફળ – સામાજિક કાર્ય કરતા તબિયત પર વધારે ધ્યાન આપવું. આજે એવી યોજનામાં રોકાણ કરતા બચવું, જે તમારી સામે આવે. આજે તમારા ભાઈ તમારી સારી મદદ કરી શકે છે. સાંભળેલી વસ્તુ પર વિશ્વાસ ન કરી દેવો, તેની સચ્ચાઈ જાણવી અને સમજવી. વૈવાહિક જીવનનો ખરાબ દિવસ આજે જોવા મળી શકે છે. જબાન પર લગામ રાખવી, નહીં તો પછતાવવું પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.