મેષ રાશિફળ (Aries): વેપાર કે વ્યવસાય તરફ ધ્યાન આપવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. લાભ મેળવવા માટે કોઈ પણ પ્રકારની અનૈતિક ગતિવિધિઓથી દૂર રહેજો અને પોતાની સામાજિક પ્રતિષ્ઠાનુ ખાસ ધ્યાન રાખજો. પિતાના સહયોગથી પ્રગતિનો માર્ગ મોકળો બનશે. આજે ઊર્જા તથા આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ પસાર થશે. તમે કોઈ મુશ્કેલ કામને તમારી કોશિશ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.
વૃષભ રાશિફળ (Taurus) : છેલ્લાં કેટલાય દિવસોથી વેપારમાં ચાલી આવતી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. મોટી સંખ્યામાં ધનની પ્રાપ્ત થવાથી ભંડોળમાં વધારો થઈ શકે છે. રોજગાર ક્ષેત્રમાં યોગ્યતા વધારવા માટે તમારે તમારી કાર્યશૈલીમાં સુધારો કરવાની જરૂરીયાત ઊભી થશે. સંતાન પક્ષ તરફથી હર્ષોલ્લાસ વધે એવા સમાચાર અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
મિથુન રાશિફળ (Gemini) : કાર્ય ક્ષેત્રમાં કોઈ પરિચિત દ્વારા લાભની સ્થિતિ નિર્માણ થશે. તમારો ભૌતિક અને સાંસારિક દ્રષ્ટિકોણ કંઈક બદલી શકે છે. નોકરી કરતા જાતકો સાવધાનીપૂર્વક કામ કરવાનું રાખજો, જેનાથી તમારૂ આત્મ સન્માન વધશે. તમારે સીમિત વિચારોથી બહાર આવીને નવી વાતોનો અનુભવ લેવા માટે તૈયાર થવું પડશે. અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવા માટે કોઈ વ્યક્તિની મદદ મળી શકે છે. મન ઉપર બની રહેલી દરેક પ્રકારની ચિંતા દૂર થશે.
કર્ક રાશિફળ (Cancer) : આજનો દિવસ આનંદમાં પસાર થશે. વિદેશ જઈને અભ્યાસ કરતા ઈચ્છતા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસને વધારવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સાર્થક સાબિત થશે. પરિવારમાં શાંતિનો માહોલ રહેશે અને તમામ સભ્યો વચ્ચે પરસ્પરના સંબંધો મજૂબત બનશે. રોજગારીના ક્ષેત્રમાં નવી તકો મળી શકશે અને કાર્યભારમાં નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે.
સિંહ રાશિફળ (Leo) : રોજગાર ક્ષેત્રમાં યોગ્યતા વધારવા માટે તમારે તમારી કાર્યશૈલીમાં સુધારો કરવાની જરૂરીયાત ઊભી થશે. પારિવારિક સ્થિતિ તણાવપૂર્વ રહી શકે છે, જેથી કોઈ પણ જાતના વાદવિવાદથી દૂર રહેજો. લવ લાઈફમાં માનસિક શાંતિ મળશે. નવા રોકાણ માટે આ સમય શુભ નથી. જમીન અને વાહનો સાથે સંકળાયેલા વેપારીઓને નવી તકો મળી રહેશે. લવ લાઈફમાં સમાધાન સ્થાપવાનો પ્રયાસ સફળ સાબિત થશે.
કન્યા રાશિફળ (Virgo) : ઘરે માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. મિત્રો સાથે નજીકના ભવિષ્યમાં કોઈ યાત્રા પર જવાની સંભાવના દેખાઈ રહી છે. પારિવારિક સંપતિ મળવાના યોગ દેખાઈ રહ્યાં છે, પરંતુ ધન લાભ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર પડશે.
તુલા રાશિફળ (Libra) : આજનો દિવસ દોડધામ અને ખાસ ચિંતામાં પસાર થઈ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેજો. કોઈ મહેમાનના અચાનક આગમનથી મન પ્રસન્ન થશે. લવ મેરેજ કરવા ઈચ્છતા જાતકો માટે સમય અનુકૂળ છે, પરિવારનો આશીર્વાદ મળશે. તમને પ્રાપ્ત થતી ધનરાશિમાં સીમિત રકમનો ઉપયોગ તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરો. ખર્ચ ઉપર નિયંત્રણ ન રાખવાના કારણે તમારા ઉપર દેવું રહેવાની શક્યતા રહી શકે છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : વ્યવસાય ક્ષેત્રમાં નવા સહયોગી મળશે, જેનાથી માન પ્રતિષ્ઠામાં વધારો થશે. માતા સાથે કેટલાંક વૈચારિક મેતભેદ થઈ શકે છે, જેનાથી માનસિક તણાવ ઉભો થઈ શકે છે. વાતચીત કરતી સમયે સાવધાન રહો કે તમે અજાણ્યમાં કોઈ મહત્ત્વપૂર્ણ વાત જાહેર કરી શકો છો. જેના કારણે તમારી માનહાનિ થવાની પણ શક્યતા છે. કોઈ સાથે વિવાદમાં પડશો નહીં.
ધન રાશિફળ (Sagittarius) : જીવનસાથીની સલાહ મદદગાર સાબિત થશે, જેનાથી આર્થિક ફાયદો પણ થશે. નોકરી કે કામના વ્યવસાય ક્ષેત્રમાં મૌન રહેવું જ આજે લાભકારક રહેશે, ચર્ચા અને વિવાદથી દૂર રહેજો. તમારી વિનમ્રતાના કારણે સમાજની વચ્ચે તમારું માન-સન્માન જળવાયેલું રહેશે. આજે પણ કાર્યને સમજી-વિચારીને અને શાંતિથી પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. કોઈ શુભચિંતકનો આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.
મકર રાશિફળ (Capricorn) : કાર્ય ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન થવાથી તમારી ખ્યાતિમાં વધારો થશે. સાથે જ દુશ્મનોથી પણ છૂટકારો મળશે. વેપારમાં વિરોધીઓને હરાવી શકશો. પરિવારના કોઈ સભ્ય સાથે યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. સગા સંબંધીઓ સાથે પૈસાની લેવડ દેવડ કરવાથી બચજો નહીં તો પૈસા ફસાઈ શકે છે. આજનો દિવસ કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં પસાર થઈ જશે.
કુંભ રાશિફળ (Aquarius) : કોઈ ઉચ્ચ અધિકારીની મદદથી લાંબા સમયથી અટકેલાં કામ થાય એવા પ્રયાસ થઈ શકે છે. કાયદાકીય વિવાદ સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના દેખાઈ રહી છે. તમારા નજીકના મિત્ર અને સંબંધીઓ સાથે સંબંધોને મધુર જાળવી રાખો. સમય પ્રમાણે સ્વભાવમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. કેમ કે ક્યારેય મન પ્રમાણે કામ ન બનવાથી તમે અસહજ પણ બની શકો છો.
મીન રાશિફળ (Pisces) : જો ગાડી ખરીદવાનો વિચાર છે, તો તેના માટે પ્રબળ યોગ બની રહ્યા છે. સામાજિક ક્ષેત્રમાં તમારી ખ્યાતિ વધશે અને તમને તમારા અનુભવોમાંથી મદદ મળશે. વ્યવસાયના સ્થળે પરિવર્તન તમારા માટે સારો વળાંક સાબિત થઈ શકે છે. વેપારમાં નજીકના સહયોગીઓ પ્રત્યે સાચી નિષ્ઠા અને મધુર વાણી રાખવાથી તમે લોકોનું દિલ જીતી શકશો.