મેષ રાશિફળ– આજના દિવસ દરમિયાન તમે ભાવનાત્મક રીતે તમે અનિશ્ચિત અને બેચેન રહેશો. આ રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન મનોકામના દુઆ અને આશિર્વાદથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. ભૂતકાળમાં કરેલી મહેનત આજના દિવસ દરમિયાન રંગ લાવશે. આજે તમારી આર્થિક સ્થિતિ નબળી હશે તેથી કોઈ પણ ખર્ચીલા કામ કરવાનો વિચાર આજના દિવસ દરમિયાન કરવો નહીં. આજે તમે તમારા નવા વિચારો પરિપૂર્ણ રહેશે જે કામ તમે હાથમાં લેશો,તે તમારી આશા કરતા વધારે ફાયદો આપશે.ધાર્મિક કર્યો કરવા માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ રાશિફળ– આ રાશિના જાતકોને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છૂટકારો મળી શકે છે. આજના દિવસમાં હંસી મજાકમાં કહેલી કોઈની વાતનું ખોટું લગાડવું નહીં તથા અંગતની વાતો પર શંકા કરવી નહિ. કોઈ પણ મુશ્કેલીમાં સંબંધીઓ તરફથી સહાયતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસ દરમિયાન જો તમે તમારા કામમાં ધ્યાન આપશો તો, સફળતા અને પ્રતિષ્ઠા અવશ્ય મળશે.
મિથુન રાશિફળ– આજે તમને એવા લોકોને મળવાથી ફાયદો થશે, જે કોઈ ઊંચા પદ પર હોય કારણ કે તેઓ તમને આગળ વધવાનું માર્ગદર્શન આપી શકશે. આ રાશિના જાતકોનું લગ્ન જીવનમાં આજે થોડી ખટાશ આવી શકશે જે તમારા તણાવનું કારણ બનશે. નવી પરિયોજનામાં ખર્ચા ન કરશો. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો દિવસ છે.
કર્ક રાશિફળ– મિત્રોની મદદથી નાણાકીય પરેશાની દુર થઈ શકે છે. ઘરમાં તાલમેલ બનાવી રાખવા સાથે કામ કરો. આજે જબાન પર લગામ રાખવી, નહીં તો પરેશાનીમાં પડી શકે છે. જો તમે પોતાના ધંધામાં ફાયદો કરવા ઇચ્છતા હોય તો બીજા લોકોની સલાહને ધ્યાનથી સાંભળો તેમાથી નવા આઇડિયા પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથીના કારણે આજે તમારા કાર્યમાં ગડબડી થઈ શકે છે.
સિંહ રાશીફળ – આ રાશિના જાતકોની તબીયત સારી રહેશે. પોતાના ખર્ચા પર કાબુ રાખો અને આજે હાથ ખોલી વ્યય કરાવાથી બચો. ઘરેલુ મામલા તમારા દિમાગ પર છવાયેલા રહેશે. આગામી સમયમાં ઓફિસમાં તમારી આજનું કામ અનેક અસર દેખાડશે. લાંબાગાળાના ફાયદાને ધ્યાનમાં રાખી આ રાશિના જાતકોએ સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. જેમને તમે ચાહો છો, તેમની સાથે ઉપહારની લેવડ-દેવડ કરવા માટે સારો દિવસ.
કન્યા રાશિફળ– આ રાશિના જાતકોની કોઈ મોટા સમૂહમાં ભાગીદારી રસપ્રદ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરૂઆતમાં તમારા ખર્ચા વધી શકે છે પરંતુ લાંબા ગાળે તમે પ્રગતિના પંથે હશો. આજે તમારા પરિવારને નક્કી કરવા દો કે તમારે શું કરવું અને શું ના કરવું. કાર્ય ક્ષેત્ર પર આજે તમારા કામની પરીક્ષા થઈ શકે છે માટે સારૂ પરિણામ આપવા એકાગ્રતાથી કામ કરવું. આજના દિવસમાં કોઈ ગોપનીય જાણકારી કોઈની સાથે શેર કરવી નહિ.
તુલા રાશીફળ – આ રાશિના જાતકોએ પોતાના આહાર પર નિયંત્રણ રાખવું નહીં તો તબીયત બગડી શકે છે. આજના દિવસ દરમિયાન કોઈ પણ જગ્યાએ અનુમાન પ્રમાણે નિર્ણય લેવો તે આર્થિક રીતે નુકશાન કરાવી શકે છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા સમયે સાવધાની રાખવી તથા નિષ્ણાંતની સલાહ બાદ જ રોકાણ કરવું. આજે તમારા બોસનો સારો મિજાજ પૂરા કાર્યકાળનો માહોલ સારો બનાવી દેશે. જો બહાર જવાની યોજના છે તો અંતિમ સમયમાં ટળી શકે છે.
વૃશ્ચિક રાશિફળ– આ રાશીની ગર્ભવતી મહિલાઓ માટે આજનો દિવસ શુભ નથી તેથી ચાલતા ફરતા સમયે ધ્યાન રાખવાની જરૂરત છે. ખર્ચા પર રાખવાની કોશિશ કરો અને જરૂરી વસ્તુ જ ખરીદો. જુના મિત્રો મદદગાર રહેશે. નવી યોજના આકર્ષિત રહેશે, સારી આવકનું સાધન બનશે. વૈવાહિક જીવનની ખરાબ ક્ષણો ચરમ પર જોવા મળી શકે છે.
ધન રાશિફળ– આ રાશિના લોકોને સ્વાસ્થ્યના હિસાબે આજનો દિવસ ખુબ સારો છે. તમારો ખુશમિજાજ સ્વભાવ આત્મવિશ્વાસ વધારશે. રોકાણ કરવામાં સાવધાની રાખવી. આ રાશિના જાતકોને પારિવારીક અને સામાજિક જવાબદારી તણાવનું કારણ બની શકે છે તેથી શાંત મનથી બધા જ નિર્ણયો લેવા. આજના દિવસ દરમિયાન ગપ્પાબાજી અને અફવાહથી દુર રહો.
મકર રાશિફળ– સફળતા નજીક હોવા છતા તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો નોંધાઈ શકે છે. કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારી ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈ પણ જગ્યાપર રોકાણ કરતા પહેલા તેની તપાસ જરૂર કરી લેવી. ઘરેલુ જિંદગીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે.
કુંભ રાશિફળ– ઉતાવળમાં રોકાણ ન કરો, જો તમે તમામ બાજુ વિચાર્યા વગર નિર્ણય કરશો તો નુકશાન થઈ શકે છે. તમારી જાતને કોઈ ખરાબ આદત અને વસ્તુથી દુર રાખો, નહીં તો મુશેકેલીમાં ફસાઈ શકો છે. કોઈ પણ ભાગીદારી કરતા પહેલા પોતાના અંદરની ભાવના જરૂર સાંભળો.
મીન રાશિફળ– લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની સારવાર હસતા હસતા કરો, કારણ કે નિશ્ચિંતતા દરેક બીમારીની કારગર દવા છે. ખર્ચ કરવામાં સાવધાની રાખવી, નહીં તો ખાલી ખિસ્સે ઘર આવવું પડી શકે છે. પરિવારના સભ્યો પર ગુસ્સો કરવાથી વાદ-વિવાદ થઈ શકે છે.આજના દિવસે કોઈ મંદિરની મુલાકાત લો તેનાથી માનસિક તણાવ દૂર થઈ શકશે.