મેષ રાશિફળ – આ રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન પોતાના અટવાયેલા પૈસા મળી શકે છે. અચાનક કોઈ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા જીવનના મુશ્કેલ પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થશે.આર્થિક મામલામાં સાવધાની રાખવી. પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપવો. આજે તમારે ઓફિસમાં એવું કામ કરવું પડી શકે છે, જે કામથી તમે લાંબા સમયથી બચવા માંગો છો.

વૃષભ રાશિફળ – બેંક કે રોકાણ સંબંધિત કોઈ કામ ન થવાથી મનમાં ધૂંધવાટ રહેશે. આર્થિક બાબતોમાં પણ તંગીનો માહોલ રહેશે.જો તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો મુકશાન થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનું દબાણ અને ઘરમાં અણબનના કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે રોમેન્ટીક દિવસ રહેશે. પૈસા બનાવવાના તે વિચારોનો ઉપયોગ કરો, જે આજે તમારા મનમાં આવે. શિક્ષા સાથે જોડાયેલા કામ તમારી જાગરૂપતામાં વૃદ્ધિ કરશે.

મિથુન રાશિફળ – કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. બીમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. દરેક રોકાણને સાવધાની પૂર્વક અંજામ આપો, જરૂરી સલાહ સુચન લીધા બાદ રોકાણ કરવું. કામના દબાણને લઈ માનસીક પરેશાન રહી શકો છો. ખરાબ લાઈફસ્ટાઈલની અસર ઊંઘ અને સ્વાસ્થ્ય પર થશે.મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતા સમયે આંખ-કાન ખુલ્લા રાખવા કોઈ સારો વિચાર હાથ લાગી શકે છે. તમારા આત્મવિશ્વાસનો આજે ફાયદો ઉઠાવો.

કર્ક રાશિફળ – સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. તમારી ખાણી-પીણી અને આરામનું પણ ધ્યાન રાખો. કુદરતે આપને આજે આત્મવિશ્વાસથી ભરપુર કર્યા છે, જેનો ભરપુર ઉપયોગ કરો. આજે તમે કોઈ વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન આવી શકે છે. મિત્રો સાથે દિવસ મજેદાર રહેશે. પરિવાર સાથે સારો વ્યવહાર રાખવો. આજે આરામ માટે ઓછો સમય છે, જેથી કામ પર ફોકસ રાખવું. અન્ય લોકોની બાબતોમાં વણમાગી સલાહ ન આપવી, નહીંતર તમારા માટે કોઈ નવી મુશ્કેલી પેદા થઈ શકે છે

સિંહ રાશિફળ – તમારા પ્રિયની ખામીઓ શોધવામાં સમય બર્બાદ ન કરવો, નહીં તો દિવસ બગડી શકે છે. આજના દિવસે શરૂ કરેલું કાર્ય સંતોષકારક પૂર્ણ થઈ શકશે. જિંદગી સાથે ઉદારતાનું વલણ અપનાવો, પોતાના દુખને વારંવાર યાદ કરવાથી અથવા કોઈને કહેવાથી કશું નહીં મળે. પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો. જોકે, તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધાર જણાશે. પરંતુ બીજી બાજુ ખર્ચ સમસ્યા પેદા કરી શકે છે, જેથી ખર્ચ કરવાથી બચવું.

કન્યા રાશિફળ – ટ્રેડ શો અને સેમિનાર ભાગીદારીના વ્યવસાયમાં સુધાર લાવશે. તમારે આજે ઊંચી પોસ્ટ પર અથવા અનુભવી કોકોને મળવાની જરૂરત છે, જેનાથી તમને ફાયદો થઈ શકે છે. લાંબા સમયથી કોઈ બીમારી હોય તો, હસતા-હસતા સારવાર કરવી, કેમ કે નિસ્ચિંતતા સૌથી કારગર દવા છે. સામુહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકે છે, પરંતુ હોશિયારીનો ઉપયોગ કરી, ગુસ્સો કર્યા વગર તેની ભાષામાં જવાબ આપો.

તુલા રાશિફળ – કાર્ય સાથે સંકળાયેલા લોકો દ્વારા અપેક્ષા મુજબ ટેકો પ્રાપ્ત થશે નહીં. પરંતુ ધ્યાનમાં રાખો કે તમે એકલા તમારા કાર્યને પૂર્ણ કરવામાં સક્ષમ છો. સામાજિક મેળાપ કરતા તબીયતને વધારે પ્રાથમિકતા આપવી. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, ખાસ કરીને મહત્વના આર્થિક કરારમાં મોલભાવ કરતા સમયે. તમારો સ્વભાવ ઉદાર રાખી પરિવાર સાથે સારી રીતે સમય વિતાવો, થોડી પણ નારાજગી જીવનસાથી સાથે મતભેદ ઉભો કરી શકે છે. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં ઉન્નતી મળવાથી, તમને તણાવ આપી શકે છે.

વૃશ્ચિક રાશિફળ – જુઠુ બોલવાથી બચવું, નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન શબ્દોનો ધ્યાનપૂર્વક પ્રયોગ કરવો.આજના દિવસે એવું કામ કરવું, જે તમને પસંદ હોય. નવા કરાર ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ આશા વધારે ન રાખવી નહીં તો અસંતોષનો શિકાર બની શકો છો. ઉતાવળમાં નિર્ણય ન લેવા. જિદ્દી સ્વભાવથી બચવું, ખાસ કરીને મિત્રો અને પરિવાર સાથે.

ધન રાશિફળ – આ રાશિના જાતકોને માર્કેટિંગ કામમાં સફળતા મળશે. મિત્રો તરફથી થયેલા વખાણ ખુશીનું કારણ બની શકે છે. આજે તમારે પરિવાર, જીવનસાથી સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. તમારા ખર્ચાઓ પર કાબુ રાખવો અને પૈસાનો વ્યય કરવાથી બચવું. તમારા સ્વભાવમાં ઉદારતા જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે આશા પ્રમાણે સાથ-સહકાર નહીં મળે, પરંતુ ધૈર્ય રાખવું.

મકર રાશિફળ – બીજા લોકો સાથે ખુશી વહેંચવાથી મન હળવું રહેશે. મનોરંજન અને સૌન્દર્યતા પાચળ ખર્ચ ન કરવો. આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ રહી શકે છે. એવા કામ હાથમાં લોક જે રચનાત્મક પ્રકૃતિના હોય. આજે પોતાનો સમય અને ઉર્જા બીજા લોકોની મદદ માટે લગાવો. લગ્નજીવન મધુર રહેશે. પ્રેમી/પ્રેમિકાને ડેટિંગની તક મળશે. કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કામ હાથમાં ન લેશો. અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

કુંભ રાશિફળ -. આજે કોઈની જરૂરિયાત જાણતા હોવા છતા, ખર્ચ કરવાથી બચવું. જિંદગીની ભાગદોડમાં પોતાની જાતને ખુશનશીબ માની શકો છો, કારણ કે, તમારા જીવનસાથીનો સપોર્ટ સારો મલશે. જરૂર વગરના ખર્ચાના કારણે ઘરનું બજેટ બગડી શકે છે. જો તમે કાર્યક્ષેત્રમાં તણાવ લેશો તો, તમારા સિવાય અન્ય કોઈને નુકસાની નહી થાય, જેથી મન-મગજ પર કાબુ રાખવો. સામાન ખોવાઈ જવાની સંભાવના છે, સાવધાન રહેવું.

મીન રાશિફળ – કોઈ મિત્રની જ્યોતિષ સલાહ તમારી તબીયત પર ઉપયોગી રહેશે. ધતા ખર્ચાને લઈ માનસીક શાંતી ભંગ થઈ શકે છે. તમારો પરિવાર તમારી કોશિશના વખાણ કરશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સાથ-સહકાર મળી રહેશે. રસ્તા પર ગાડી ચલાવવામાં સાવધાની રાખવી. સંતાનના ભવિષ્ય સંબંધિત યોજનાઓ શરૂ કરવામાં વિલંબ ન કરો. આજે કાર્યક્ષેત્રમાં સરકારી કામો પૂરા કરવા માટે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.