મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મુલાકાતે કરતા ચેરમેન સાજન ઝિંદાલ: મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને નવી ઉદ્યોગ નીતિના સફળ અમલના પરિણામે રાજ્યમાં રોકાણકારો માટે વ્યાપક સુવિધાઓથી પ્રભાવિત થતું ઝિંદાલ ગ્રુપ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ઝિંદાલ ગ્રુપના ચેરમેન સાજન ઝિંદાલે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઝિંદાલ ગ્રુપે ગુજરાતમાં પોર્ટ સેકટરમાં રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને નવી ઉદ્યોગ નીતિના સફળ અમલના પરિણામે ગુજરાતમાં રોકાણકારો માટે વ્યાપક સુવિધાની પ્રભાવિત થઈ ઝિંદાલ ગ્રુપ રોકાણો માટે પ્રેરિત થયું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત ઝિંદાલ ગ્રૂપ – જે.એસ.ડબલ્યૂ.ના ચેરમેન સાજન ઝિંદાલે ગાંધીનગરમાં લીધી હતી. તેમણે આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં ખાસ કરીને પોર્ટ સેક્ટર તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં રોકાણો માટેની ઉત્સુક્તા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ઝિંદાલ ગ્રૂપ સ્ટીલ, પોર્ટ્સ, સિમેન્ટ માઇનીંગ, એનર્જી અને પેઇન્ટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં પોતાની વ્યવસાયિક તજજ્ઞતાથી વિશ્વખ્યાત છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તેમજ નવી ઉદ્યોગનીતિના માધ્યમથી રોકાણકારો-ઉદ્યોગકારોને આકર્ષિત કરવાની જે સફળતા મેળવી છે તેનાથી પ્રભાવિત થઇને ઝિંદાલ ગ્રૂપ ગુજરાતમાં રોકાણો કરવા માટે ઉત્સુક છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસ નાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ઝિંદાલ ગ્રૂપના સીઇઓ અરૂણ મહેશ્વરી તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ હેડ દેવકીનંદન પણ જોડાયા હતા.
વિવેક ઓબેરોયે સીએમ સાથેની મુલાકાત દરમિયાન ગાઈડલાઈનના લીરા ઉડાડયાં..
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત હિન્દી ચલચિત્ર જગતના અભિનેતા વિવેક ઓબેરોયે ગાંધીનગરમાં લીધી હતી. આ વેળાએ વિવેક ઓબેરોયે ગાઈડલાઈનના લીરા ઉડાડયાં હોવાની તસવીરો સામે આવી હતી. સામે રાજ્યના મુખ્યમંત્રી માસ્ક પહેરીને બેઠાં હતા અને વિવેક ઓબેરોય વગર માસ્કે નજરે પડ્યા હતા. આ ઘટનાથી રાજકીય ગરમાવો પણ ફેલાયો હતો.