ઝીંદગી એક સફર હૈ સુહાના યહાં કલ ક્યાં હો કિસને જાના…આજે બોલીવુડના કાકા એટલે કે રાજેશ ખન્નાનો જન્મદિવસ છે. હિન્દી ફિલ્મજગતમાં સુપરસ્ટારનું ગૌરવ પ્રાપ્ત કરનાર રાજેશ ખન્નાઓ જન્મ 1942ના રોજ અમૃતસરમાં થયો હતો. ‘કાકા’નું અવસાન 18 જુલાઇ 2012ના રોજ મુંબઇ ખાતે થયું હતું. તેમણે ડિમ્પલ કાપડીયા સાથે લગ્ન કર્યા હતા ને ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના બે પુત્રીઓ હતી. તેમના જમાઇ જાણિતા અભિનેતા અક્ષય કુમાર છે. તેઓ લોકસભામાં સાંસદ પણ રહી ચુક્યા છે.
રાજેશ ખન્નાની કારકિર્દી
રાજેશ ખન્નાનું મૂળ નામ જતીન ખન્ના હતું. તેઓ ‘કાકા’ના હુલામણા નામથી બોલીવુડ સાથે સમગ્ર દેશમાં જાણીતા હતાં. 1969 થી 1971ના માત્ર ત્રણ વર્ષના ગાળામાં તેમની 15 ફિલ્મો સુપરહિટ થઇ હતી જે એક રેકોર્ડ છે. તેઓએ 180 થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજશ પાથર્યા હતાં. 1991માં એમને ભારતીય સિનેમાના 25 વર્ષ પુરા કરવા બદલ ફિલ્મફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને ત્રણ વખત ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.
રાજેશ ખન્નાની હિટ ફિલ્મો
તેની પ્રથમ ફિલ્મ ૧૯૬૬માં આખરી ખત હતી. તેમણે ફિલ્મ ફેર, લાઇફ એચીવમેન્ટ જેવા વિવિધ એવોર્ડ મળ્યા હતા. તેમની ગીતોમાં વિવિધ નાચવાની સ્ટાઇલ અને હેરસ્ટાઇલથી ફિલ્મ રસીયામાં આજીવન સલાહકાર રહ્યા હતા. બોબી ફિલ્મ રજુ થવાના આઠ મહિના પહેલા તેમણે ૧૯૭૩માં ડિંપલ સાથે લગ્ન કર્યા હતા. જુલાઇ-૨૦૧૨માં મરણોયરાંત સર્વોચ્ચ નાગરીકનું સન્માન કરાયું હતું.
રાજેશ ખન્નાની હિઠ ફિલ્મોમાં ઔરત, ડોલી ઇત્તેફાક, બહારો કે સપને, આરાધના, હાથી મેરે સાથી, કટી પતંગ, બંધન, ખામોશી, ધ ટ્રેન, છોટી બહુ, આનંદ, સફર, અંદાજ, મર્યાદા, અમર પ્રેમ, અપના દેશ, બાવર્ચી, રાજા-રાની સાથે જાણીતી અભિનેત્રી મુમતાઝ સાથે આઠ સફળ ફિલ્મ કરી હતી.
રાજેશ ખન્નાના ફેમસ ડાયલોગ
પુષ્પા આઈ હેટ ટીયર્સ
બાબુમોશાઈ ઝીંદગી બડી હોની ચાહિયે લંબી નહિ
લોગ ઝીંદગી કા સબસે છોટા ઓર સબસે કિંમતી શબ્દ ભૂલ ગયે હૈ પ્યાર
મેં મરને સે પહલે મરના નહિ ચાહતા
બડા આદમી તો વો હોતા હૈ જો છોટે આદમી કો છોટા નહિ સમજતા
મૌત તો એક પલ હૈ બાબુ મોશાઈ
તેમના જ એક ફેમસ ડાયલોગ પ્રમાણે બાબુમોશાઈ ઝીંદગી બડી હોની ચાહિયે લંબી નહિ તેવી જ રીતે તો હાલ આપણી વચ્ચે નથી પરંતુ ફિલ્મ જગતના ‘આજીવન’ સુપરસ્ટાર રાજેશ ખન્ના હંમેશા જીવંત રહેશે.