ઈન્ટરનેશનલ બિઝનેસ સમિટમાં હાજરી આપશે
ઝિમ્બાબ્વેના એમ્બેસી ના પીટર હોબવાની , ડેપ્યુટી હેડ ઓફ મિશન ઝિમ્બાબ્વે, મિસિસ નોમુસા મુગ્વામબી , ટ્રેડ ઓફિસર ઝિમ્બાબ્વે એમ્બેસી તારીખ સોમવારે ના રોજ રાજકોટ આવી રહ્યા છે. તેઓ ઝિમ્બાબ્વે ના ઔદ્યોગિક વિકાસ માં સૌરાષ્ટ્ર ના ઉદ્યોગકારો શું રોલ ભજવી શકે ? તે બાબત ચર્ચા કરવા આવી રહ્યા છે. આ માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ, ડીજીએફટી, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને ડીસ્ટ્રીકટ એક્સપોર્ટ પ્રમોશન કમિટી ના સહયોગ થી સોમવારે સાંજે 5.30 કલાકે એક ઇન્ટરનેશનલ બિઝનેસ સમિટ નું આયોજન કરવામાં આવેલ છે. આ સમિટ રાજકોટ એન્જિનીયરીં એસોશિએશન ના ઓડિટોરિયમ ભક્તિનગર ખાતે રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમ માં કલેક્ટર અરુણ મહેશ બાબુ, જોઈન્ટ ડાયરેક્ટર ફોરેન ટ્રેડ બિસ્નોઈ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કે. એમ. મોરી ખાસ ઉપસ્થિત રહેશે. ઝિમ્બાબ્વે સરકાર ના ખાણ વિભાગ ના કેબિનેટ મિનિસ્ટર ઓનરેબલ ચિતાન્ડો ઉચ્ચસ્તરીય ડેલીગેશન સાથે આગામી એસવીયુએમ 2022 આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા માં હાજરી આપશે અને ઝિમ્બાબ્વે ના ઔદ્યોગિક વિકાસ માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડલ અને સૌરાષ્ટ્ર ના ઉદ્યોગકારો સાથે કરારો કરશે. ઝિમ્બાબ્વે સરકાર તરફથી સત્તાવાર પત્ર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડલ ના પ્રમુખ પરાગભાઈ તેજુરા ને આ માહિતી આપવામાં આવેલ છે.