દાયકો વિતવા છતા ઝીમ્બાવેની આર્થિક સંકળામણ હજુ દુર નથી થઇ, ક્યારેક તીવ્ર ફુગાવો તો ક્યારેક કરન્સીના ડીવેલ્યુએનના કારણોથી ઝીમ્બાવ્વેનું અર્થતંત્ર બેહાલ બન્યું છે ત્યારે ત્યાંના શોખીન રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેએ સાળીને ખુશ કરવા ‚.૩૯ લાખની ભેટ આપી છે જ્યારે તેના સંતાનોએ પણ રૂ ૬.૫૦ લાખની ભેટ જન્મદિવસે આપી છે. દસ વર્ષથી આર્થીક સંકળામણમાં જીવતા ઝીમ્બાવ્વેને આર્થિક લાભના બદલે રાષ્ટ્રપતિનાં પરિવારમાં આ પ્રકારની ભેટ અપાતા રાષ્ટ્રપતિ અને તેના સંતાનોએ આ બાબતનો ખુલાસો કંઇ આ રીતે આપ્યો હતો….. જુનિયર ગુમ્બોચુમાએ તેના ફર્સ્ટ ફેમીલીનો ઉછેર કર્યો એ બદલ આભાર માનતા આવી કિંમતી ભેટ અપાઇ છે.
પરંતુ પ્રશ્ન એ છે ૯૩ વર્ષનાં રાષ્ટ્રપતિ મુગાબેએ તેની ૬૦ વર્ષની સાળીને આભાર માનવા બદલ ‚રૂ૩૯ લાખની ભેટ આપી છે. તો આર્થીક સંકળામણનાં સમયમાં દેશવાસીઓ પ્રત્યે તેની ફરજ શું કહેવાય….