• વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓના લાભોની માહિતી ગ્રામ્ય લોકો સુધી પહોંચાડવા જિલ્લા પંચાયત ખાતે સેમિનાર યોજાયો

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઉર્જા, નવા વિચાર સાથે નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે. અત્યારે મોદીજીના શાસન કાળમાં દેશ આરોગ્ય, શિક્ષણ ,કૃષિ, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે અનેક નવી ઊંચાઇઓ સર કરી રહ્યો છે ત્યારે રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી .આર  પાટીલ ના માગેદશેન હેઠળ ગુજરાતનો સર્વાંગી અને સર્વસ્પર્શી વિકાસ થઈ રહ્યો છે.કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર વિકાસ માટે નવું બળ પૂરું પાડી આત્મનિર્ભરતાના સંકલ્પ ને સાકાર કરી રહી છે ત્યારે જનહિતના પરિણામોની અનુભૂતિ જન-જનને થઈ રહી છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ અમલ માં છે આ યોજનાઓ નો વધુ ને વધુ લોકો ગ્રામ્ય કક્ષાએ સરળતા પૂર્વક લાભ લઇ શકે અને ગ્રામ્ય લોકોની સુખાકારી વધે તે માટે જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં આરોગ્ય કર્મચારીઓ અને મેડિકલ ઓફિસર્રો દ્વારા આ યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે .આ કામગીરીમાં જીલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો સહયોગ મળી રહે તેવા ઉમદા હેતુથી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતનાં પદાધિકારીઓ, સદસ્યઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતમાં જિલ્લા પંચાયત રાજકોટ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો.આ સેમિનાર માં આરોગ્ય વિભાગ ની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે 1) તબીબી સહાય યોજના 2) અતિ જોખમી પ્રસુતિના ચિન્હ ધરાવતી સગર્ભા માતાઓ, 3) આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના/મુખ્યમંત્રી અમૃતમ/મા વાત્સલય યોજના , 4) શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ, 5) શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ, 6) પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન, 7) જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ.,

8) કસ્તુરબા પોષણ સહાય યોજના, 9) જનની સુરક્ષા યોજના, 10) રાષ્ટ્રીય પરીવાર નિયોજન, 11) દીકરી યોજના, 12) રાષ્ટ્રીય રકતપિત નિર્મૂલન કાર્યક્રમ, 13) બાળ શકિતમ કેન્દ્ર (ટઈગઈ),  14) બાળ સેવા કેન્દ્ર (ઈખઝઈ), 15) બાળ સંજીવની કેન્દ્ર (ગછઈ), 16) માસિકસતુચક્ર આરોગ્ય (મેન્સ્ટ્રુઅલ હાયજીન) કાર્યક્રમ, 17) મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ, 18) સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરનું સ્ક્રીનીંગ અને નિદાન કાર્યક્રમ ,19) વાહન અકસ્માત સહાય યોજના, 20) ગફશિંજ્ઞક્ષફહ ઝઇ ઊહશળશક્ષફશિંજ્ઞક્ષ ઙજ્ઞિલફિળ (ગઝઊઙ), 21) ડો.આંબેડકર મેડીકલ એઇડ સ્કીમ વગેરે  ની વિસ્તૃત માહિતી આપવામાં આવી. અને આ યોજનાઓ ના લાભો વધુ માં વધુ ગ્રામ્યલોકો ને સરળતા પૂર્વક મળી રહે તે માટે પોતપોતાના વિસ્તારમાં આ યોજનાઓ અંગે માહિતી ગ્રામ્ય વિસ્તારમાં દરેક લોકો સુધી પહોંચાડવા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણિએ ઉપસ્થિત તમામ મહાનુભાવોને અનુરોધ કર્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગૌહાણેએ પણ આરોગ્ય વિભાગને લગત યોજનાઓ બાબતે માહિતી આપી માર્ગદર્શન આપેલ હતું.કેન્દ્ર અને રાજ્ય સરકારના આ માનવીય અભિગમથી ગ્રામજનોને પોતાના ગામના આંગણે જ તમામ પ્રકારના  રોગોની પ્રાથમિક સારવાર અને સહાય ઉપલબ્ધ બનશે અને ગ્રામજનો સરળતાથી આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ લઇ શકશે.

આ સેમિનાર માં પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગૌહાણે, જિલ્લા પંચાયતનાં સદસ્ય ગીતાબેન ટીલાળા, કંચનબેન બગડા, જ્યોત્સનાબેન પાનસુરીયા,  વિરલભાઈ પનારા, મોહનભાઇ દાફડા, સવિતાબેન ગોહેલ, સુમાબેન લુણાગરિયા, ગિરિરાજસિંહ જાડેજા, પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, જનકભાઈ ડોબરીયા, પરેશભાઈ રાદડિયા, વિનુભાઈ ધડુક, કિસનભાઈ ઠુંમર તથા આરોગ્ય વિભાગનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પપ્પુકુમાર સિંઘ,આર. સી. એચ.ઓ.ડો. જયેશભાઈ પોપટ, ડી. એમ.ઓ.ડો. ઉપાધ્યાય,આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.