- રાજકોટ જિલ્લા સહકારી બેંકનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડને પાર: સહકારથી સમૃઘ્ધી પાયલોટ પ્રોજેકટ સેમિનારમાં બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ બેંકની ટીમની મહેનતની કરી સરાહના
- સહકારથી સમૃઘ્ધિનું સુત્ર સાર્થક કરી
- સૌરાષ્ટ્રના પાટનગર અને ઉઘોગનગરીનું માન ધરાવતા રાજકોટની જીલ્લા સહકારી બેંકની દીન દોગુની રાત ચોગુનની પ્રગતિની હરણ ફાળે ટર્ન ઓવર અને નફાના નવા કિર્તીમાન સર્જયાની પરંપરા જાળવી રાખી છે.
- રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. માં તા.26-7-2024 ના રોજ રાજકોટ ખાતે “સહકાર થી સમૃધ્ધિ” અંતર્ગત પ્રોજેકટ અંગેનો સેમીનાર સહકાર મંત્રી તથા જગદીશભાઈ વિશ્વકમાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ.
આ સેમીનારમાં ઘી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ , આ બેંકના ચેરમેન તથા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, અમુલ ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, સંદિપકુમાર -આઈ.એ.એસ. સચિવ સહકાર, રજીસ્ટ્રાર સહ. મંડળઓ કે. એન. શાહ , રાજકોટ અને મોરબી જીલ્લાના ધારાસભ્ય ઓ તથા રાજકોટ અને મોરબી જીલ્લાની જીલ્લા અને તાલુકા લેવલની સહકારી સંસ્થાઓના ચેરમેનથીઓ તથા મેનેજર ઓ તેમજ માર્કેટયાર્ડના ચેરમેનઓ અન સેક્રેટરીઓ ઉપસ્થિત રહેલ.
બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ આ સેમીનારમાં ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવોનું સ્વાગત કરેલ અને બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપતા જણાવેલ કે અમોએ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન અને સહકાર સાથે આ બેંકે પ્રગતિની હરણફાળ યથાવત રાખી ડિપોઝીટ રૂા.8975 કરોડ, ધિરાણ રૂા.6378 કરોડ, બિઝનેશ રૂા. 15353 કરોડ અને રૂા. 87 કરોડના ચોખ્ખા નફા સાથે બેંકનો ખૂબ જ વિકાસ થયેલ છે અને આ બેંકને સમગ્ર હિન્દુસ્તાનમાં નામના મળેલ છે. બેંકને મજબુત નેતૃત્વ પુરૂ પાડી આ બેંક તથા રાજકોટ અને મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્રની વિકાસ કૂચ આગળ વધારેલ છે.
બેંકના જનરલ મેનેજર/સી.ઈ.ઓ. એ “સહકારથી સમૃધ્ધિ” નું પ્રેજન્ટેશન રજુ કરેલ અને બેંકની બેનમૂન કામગીરીનું વિસ્તૃત ચિત્ર રજુ કરેલ. સહકાર ખાતાના સચિવ સંદિપકુમારએ ગુજરાત સરકારના “સહકારથી સમૃધ્ધિ” કાર્યક્રમ અંગે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપેલ. ઘી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ તેમના પ્રવચનમાં જણાવેલ કે, અમિતભાઈ શાહેે નાના થાપણદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના નબળા વર્ગના લોકોનો આર્થિક વિકાસ થાય અને મુશ્કેલી ન પડે તેવા પ્રયત્નો કરવા સહકાર મંત્રાલય તરફથી 54 પહેલો કરેલ છે.
અધ્યક્ષસ્થાને થી ગુજરાત રાજયના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવેલ કે વડાપ્રધાનએ નવુ સહકાર ખાતુ ઉભુ કરી સહકાર ખાતા તરફથી સહકારી સંસ્થાઓના વિકાસ માટે ઘણા બધા પ્રયત્નો શરૂ કરવામાં આવેલ. પેકસ ટુ કોમ્પ્યુટર અને પેકસ મારફત ક નવી કામગીરીઓ શરૂ કરવા મંજુરી આપેલ છે. રાજકોટ અને મોરબી જીલ્લામાં માઈક્રો એ.ટી.એમ. વધુમાં વધુ શરૂ કરવા અપીલ કરેલ. રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. તરફથી અનેક ખેડૂત લક્ષી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે અને બેંકએ “સહકારથી સમૃધ્ધિ” પ્રોજેકટ અન્વયેની મોટા ભાગની કામગીરી પૂર્ણ કરેલ હોય બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા તેમની ટીમને ધન્યવાદ આપેલ.