Abtak Media Google News

પુણેમાં ઝિકા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ રાજ્યોને સૂચનાઓ જારી કરી છે. ICMRએ કહ્યું છે કે રાજ્યોએ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે પરીક્ષણ વધારવું જોઈએ. આ રોગોના લક્ષણો ધરાવતા દર્દીઓને બીજી ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે.

Difference between Zika virus, dengue and chikungunya explained | The Times of India

પુણેમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝિકા વાયરસના કેસ વધી રહ્યા છે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ ચેપનું જોખમ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ઝીકા વાયરસને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રાજ્યોને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે ટેસ્ટિંગ વધારવાની સૂચના આપવામાં આવી છે. ICMRએ તમામ રાજ્યોને ઝીકાની તપાસ વધારવા અને આ ચેપને લઈને સતર્ક રહેવા જણાવ્યું છે.

ભારતમાં ઝીકા વાયરસના માત્ર થોડા જ કેસ છે, તેમ છતાં ICMR એ આ માર્ગદર્શિકા શા માટે જારી કરી છે? નિષ્ણાંતોનું કહેવું છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું આવી ગયું હોવાથી ઝિકા વાયરસના કેસમાં વધુ વધારો થવાની આશંકા છે. આવી સ્થિતિમાં, આ રોગને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઝિકા મચ્છરના કરડવાથી પણ ફેલાય છે અને આ વાઇરસ વહન કરતા મચ્છરો વરસાદમાં પ્રજનન કરી શકે છે. આવી સ્થિતિમાં, ICMRએ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના લક્ષણો ધરાવતા દર્દીઓમાં ઝીકા વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવશે.

ઝિકા વાયરસ શું છે

Woman suffering from rashઝિકા વાયરસ એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ ફેલાવે છે. જોકે, ડેન્ગ્યુની સરખામણીમાં ઝિકા વાયરસના લક્ષણો હળવા હોય છે. ત્વચા પર ફોલ્લીઓ, આંખોની લાલાશ, સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને માથાનો દુખાવો ઝિકા વાયરસના લક્ષણો હોઈ શકે છે.

કોને વધારે જોખમ છે?

Pregnancy | March of Dimes

સગર્ભા સ્ત્રીઓ માટે ઝિકા વાયરસ વધુ ખતરનાક છે. નવજાત શિશુઓ પણ આનાથી જોખમમાં છે. તેના ઈન્ફેક્શનથી બાળકના માનસિક વિકાસમાં સમસ્યા થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓમાં પણ ઝિકાના કેસ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, ICMRએ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

ઝિકાના કેસ કેમ વધી રહ્યા છે?

Secretaria de Saúde reforça que zika vírus não circula em Minas

વરસાદની ઋતુમાં પાણી ભરાવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ ઝડપથી થાય છે. આ સિઝનમાં ભેજને કારણે મચ્છરોનું આયુષ્ય પણ વધે છે. ચોમાસા દરમિયાન ઘરોમાં પાણીની ટાંકી, કુલર અને અન્ય વસ્તુઓમાં પાણી જમા થઈ જાય છે. તેનાથી મચ્છરોની સંખ્યામાં પણ વધારો થાય છે. જેના કારણે ઝીકા વાયરસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગો વધવા લાગે છે.

કેવી રીતે રક્ષણ કરવું

1. મચ્છરદાનીનો ઉપયોગ કરો.

How To Keep Mosquitoes Out Of My Bedroom At Night Quora, 52% OFF

2 નજીકમાં પાણી એકઠું થવા ન દો.

3 પાણીના કન્ટેનરને ઢાંકીને રાખો.

4 મચ્છરથી બચાવી શકે તેવી ક્રીમ લગાવો.

Skin allergy reaction on person's arm

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.