જય વસાવડા, આર.જે. દેવકી અને જયેશ ઠકરાર વચ્ચે જામશે શબ્દોની સંવેદન સભર રંગત: આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં આપી વિગતો
કાલાવડ રોડ ઉપર આવેલા ટી પોસ્ટ દેશી કાફેમાં આજે રાત્રે ૯.૩૦ કલાકે જબરદસ્ત ઝયફ-૨૦ નો મુકાબલો યોજવાનો છે. જીંદગીના જઝબાતોનો આ હાઇવોલ્ટેજ મેચ ખરેખર માણવા લાયક છે. જેમાં જય વસાવડા, આર.જે. દેવકી અન જયેશ ઠકરાર વચ્ચે શબ્દોની સંવેદનાસભર સંગત જામવાની છે. આ અંગે વિસ્તૃત વિગતો આપ્વા ટી પોસ્ટના એમ.ડી. દર્શનાભાઇ દસાણી, કુલદીપસિંહ, અર્પિત છાયા અને ભાવિન વાળાએ ‘અબતક’મીડીયા હાઉસની શુભેચ્છા મુકાલકાત લીધી હતી.
રાજકોટમાં ભારત-બાંગ્લાદેશના શાનદાર ટી-ર૦ ની યાદો તાજી છે ત્યા આજે તા.૧પ ના રાત્રે ફરી એક અનોખો ઝયફ-૨૦ યોજાવાની છે. દેશભરમાં મશહુર ટી પોસ્ટ દ્વારા જાણીતા વકતા લેખક યુથ આઇકોન જય વસાવડા અને પ્રખ્યાત આર.જે. દેવકી વચ્ચેના હાઇવોલ્ટેજ મુકાબલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા પત્રકાર જયેશ ઠકરાર તેની ધારદાર શૈલીથી બોલીંગ કરશે જેમાં જય-દેવકીની અફલાતૂન બેટીંગ નિહાળવાનો રાજકોટના લોકોને લ્હાવો મળવાનો છે.
આ શબ્દોની રમત છે. જેમાં અલ્લડ અદભુત અને અનોખા વકતાઓ તેની બેહતરીન સ્ટાઇલથી અધરા અને અટપટા પ્રશ્ર્નોના જવાબ આપશે. જય વસાવડાનું ફલક બહુ વિશાળ છે. મીરાથી લઇ ને મન્ટો સુધી એ બહુ તેજતરાંત લખે છે. અદભૂત બોલે છે અને એટલે જ પ્રિન્ટ ઇલેકટ્રોનિક અને સોશિયલ મિડીયામાં તેના હજજારો ફોલોઅર્સ છે.
આર.જે. દેવકી ઘર ઘરમાં ગુંજતો અવાજ છે. રેડીયોથી રંગભૂમિ ઉપર તે એકથી દસ નંબર ઉ૫ર અબાધિત અધિકાર ધરાવે છે. એના સ્વરમાં આધુનિકતાનો ડંકો છે. તો ગીરની ડણક પણ મેહસુસ થાય છે.
રેડ રાસથી અકૂપાર સુધીની તેની યાત્રામાં સૌથી વધુ ઘ્યાનાકર્ષક બાબત છે તેની બોલ્ડ અને ટ્રાન્સપેરેન્ટ શૈલી રાજકોટમાં આ બન્ને ધૂરંધરો સામે અટપટા પ્રશ્ર્નોની ગુગલી અને વિવાદોના બાઉન્સર ફેકવા ઉતરશે
ટી પોસ્ટના દર્શન દસાણી કહે છે કે ચા આપણી જીવનશૈલીનો હિસ્સો છે.
એટલે અમે ચાના વ્યવસાયને જીવનમાં આવતા બદલાવની જેમ જ મોર્ડન લૂક આપ્યો છે.
જિંદગી કડક મીઠી છે એમ અમે ટી પોસ્ટની સાથે ગુજરાતી ભાષાના ગૌરવને અનુરુપ ઝયફ-૨૦ જેવા કાર્યક્રમનું આયોજન કર્યુ છે.
આ કાર્યક્રમ નિ:શુલ્ક છે ટી પોસ્ટ, દેશી કાફે, કાલાવડ રોડ ખાતે આજે રાત્રે ૯.૩૦ વાગ્યે પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.