સાહિત્ય, સંગીત અને સ્ટેન્ડઅપ કોમેડી, ડીજે જલ્સો, લાઈવ મ્યુઝિકલ બેન્ડ્સ, પોએટ્રી એક્ઝિબિશન સહિતના યોજાશે કાર્યક્રમો
રાજકોટનું ઝીરો ગ્રેવીટી આર્ટ ક્લબ છેલ્લા 5 વર્ષથી સાહિત્ય, સંગીત અને કલાને પ્રોત્સાહન આપવા માટે કંઈકને કંઈક નવીન લાવતું રહ્યું છે. જેમાં ઓપન માઇક, આર્ટિસ્ટ મીટ અપ, સાહિત્યની સફરે જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. રાજકોટને ગૌરવ અપાવનારા કલાકારોને લોકો સુધી પહોંચાડવા માટે આ વખતે “ઝીરો ગ્રેવીટી ફેસ્ટીવલ” લઈને આવ્યું છે.
“અબતક” મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મેડ ઓવર ગ્રિલ્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે 17 અને 18 ડિસેમ્બર 2022 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્ય, સંગીત અને સ્ટેન્ડઅપ કોમેડી, ડીજે જલ્સો, લાઈવ મ્યુઝિકલ બેન્ડ્સ, પોએટ્રી એક્સહિબીશન સહિતના કાર્યક્રમોની વણજાર થવાની છે.જેમાં ખ્યાતનામ કવિ સંજુ વાળા ગઝલનું જ્ઞાન પીરસશે.
સાથે સાથે આરજે જય સાકરીયા, ડી જે ધ્યાન મુલરવ, કેયુર પોપટ, રાજ ખંભોડિયા, રાહુલ ચાંદવાણી, ખ્યાતિ બુદ્ધદેવ, મીરા ચૌહાણ, મીત ગણાત્રા, સૌરીન ચોકસી, હાર્દિક પરમાર, ભૂમિ રાવલ, આમિર અલી, દિપાંશી શાસ્ત્રી, રાજ ખંભોડીયા, જશ જોશી , ઈશિતા અશવાની, હની સોનૈયા અને પાર્થ શાહ સહિતના કલાકારો પોતાની કલાનો આસ્વાદ ચખાડશે.
આ સમગ્ર કાર્યક્રમના હૃદયસમાં, મોના ઓપ્ટિકલ ગેલેરી, દિરાસ કાફે, રાજકોટ નાગરિક બેંક, સારથી એજ્યુકેશન, નોક આઉટ ગેમિંગ ક્લબ, રેડ એફ એમ, અવર રાજકોટ, મીડિયા સીટી,મુકેશભાઈ ભડિયાદ્રા એ અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પુષ્ટિ પૂજારા, માનસી લાઠીયા, એશા દેવાની, પ્રિશા વોરા, કાર્તિક કેલા, શૈલી વોરા, ખુશી બુટાણી, જેનીશ વિઠલાણી, જય બુદ્ધદેવ, કેવલ શાહ, રક્ષિત વખારીયા, સહિતના મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે ઇંસ્ટાગ્રામ પેજ zerogravity81 અથવા 9537298181 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.