વોર્ડ-૧૫
વિકાસની વાતો વચ્ચે પ્રાથમિક સુવિધાઓના નામે પણ શુન્ય
છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં અનેક વિધ વિકાસ કામો થયા: વશરામ સાગઠીયા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?
પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ
છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.
જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક
શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧પ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા વર્ષથી ચુંટાઇ આવું છું. છેલ્લા પાંચ વર્ષમાં મેં વિસ્તારના વિકાસ માટે ઉપવાસ આંદોલન કર્યા ત્યારે દુધ સાગરનો પુલ મંજુર થયો હતો. વિજયનગરમાં વર્ષોથી વોકળો હતો. અસંખ્ય ગંદકી હતી તે વોકળાનું કામ કરાવ્યું હતું. પાણી પ્રશ્ર્નો હલ કરેલ છે. પાઇપલાઇન નાખી છે, અત્યારે હાલ થોરાળા પોલીસ સ્ટેશનથી લઇ ચુનારાવાડ, આજી નદીનો વોકળો મંજુર કરેલ તેનું ડિમોકેશન કરવા આવનાર છે. તે કામ ચુંટણી પહેલા ચાલુ થઇ જશે. છેલ્લા પાંચ વર્ષમાં ૫૭ કરોડ ઉપરના વિકાસના કામો આ વિસ્તાર માટે કરેલ છે.
લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ માટે પડકાર
નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી
અમારા વિસ્તારમાં પાણી પ્રશ્ર્ન રહ્યો નથી અને બેડા સરઘસ લઇ જવું પડયું નથી. આગામી ચુંટણીમાં વિજેતા થાય તો અમે રાજકોટના મહિલાઓ વૃઘ્ધો માટે બી.આર.ટી.એસ. ફ્રી કરીશું, શિક્ષણના સ્થરમાં સુધારો કરીશુઁ, તમામ વોર્ડમાં જયાં આરોગ્યની સુવિધા ન હોય તે પૂર્ણ કરીશુઁ, રાજકોટમાં મલ્ટીસ્પેશ્યાલીટ હોસ્પિટલ બનાવીશું સહીતના અનેક વિકાસ કામો કરીશું.
વોર્ડ નં.૧પ ના સ્થાનીક રહેવાસીઓએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી અમારા વોર્ડમાં કોંગ્રેસના જ કોર્પોરેટર છે પરંતુ એક પણ કામો અમારા માટે કરવામાં આવ્યા નથી. રોડ, રસ્તા, પાણી, ગટર સહીતની સમસ્યા યથાવત છે. છેલ્લા સાત મહિનાઓથી અહીંના લોકો ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરી રજુઆત કરે અને સમસ્યાઓનો નિવેડો લાવે છે. ભાજપના કાર્યકરો દ્વારા લગભગ ૩૦ શેરીઓમાં સીમેન્ટ રોડ અને બ્લોકસ બનાવી આપ્યાં છે. તેના કામથી અમને સંતોષ છે.
રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ સહીતની સુવિધાઓ આપવી જરૂરી: સોમાભાઇ ભાલીયા (બીજેપી)
વોર્ડ નં.૧પ ના ભાજપ પ્રમુખ સોમાભાઇએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં લોકહીતના કાર્યો છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા કરેલા નથી. ભાજપ દ્વારા વોર્ડ નં.૧પ માં રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવશે. અને લોકો વચ્ચે રહી તેમનો સંકુલીયત માટે વધુમાં વધુ કામો હાથ ધરીશું.