મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની કેટલીક બેંકો વિધાર્થીઓને ઝીરો બેલેન્સમાં ખાતું ખોલી આપવાની ના પાડે છે. આમ બેંકો દ્વારા સરકારી આદેશોનો ઉલળીયો કરવામાં આવતા સરકારી શાળાના ૪૫૦૦ જેટલા છાત્રોના એકાઉન્ટ ખુલ્યા નથી. જેથી વાલીઓમાં ભરોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને પછાત વર્ગના વિધાર્થીઓને શિષ્યવૃતિ અને યુનિફોર્મની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
જો કે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકો આડોડાઈ કરી વિદ્યાર્થીઓને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની ના પાડી રહી છે. વાલીઓ ખાતું ખોલાવવા જાય તો મિનિમમ રૂ.૧૫૦૦ થી ૩૦૦૦ જેટલી રકમ વસુલવામા આવી રહી છે.વિધાર્થીઓને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી આપવાનો સરકારનો આદેશ હોવા છતાં પણ બેંકો આ આદેશનો ઉલળીયો કરી રહી હોવાથી વાલીઓમાં રોષ જોવા મળી રહયો છે. આ અંગે બેંક અધિકારીઓનું કહેવું છે કે આરબીઆઇ જો બેંકોને લેખિત આદેશ કરે તો જ બેંકો ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી આપશે.