બે વિપરીત લોકોના જોશ અને એક્શનથી ભરપુર પ્રેમકથા
તેમનો જન્મ નફરત કરવાં માટે થયો છે પણ તેમની તકદીરમાં પ્રેમ લખ્યો છે
ઝી ટીવીનો નવો પ્રાઈમટાઇમ ફિક્શન શો ‘ઐસી દીવાનગી….દેખી નહી કહી’ બે જોશીલા લોકોની એક્શન પ્રેમકથા છે.તેમની વચ્ચે નફરત સિવાય કઈ હોય ન શકે.તેમને પ્રેમ સાથે દુર સુધી કઈ લાગતું વળગતું નથી.ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત આ શો તેજસ્વિની અને પ્રેમની કથા છે પણ આ સમગ્ર ડ્રામાના કેન્દ્રમાં છે ધરમસિહ રાઠોડ જે પ્રેમના પિતા છે અને અગાઊના સમયના ડોન છે.જ્યારે તેજસ્વિનીના પિતા એક શહીદ પોલોશકર્મી હતા.કેટલીક એવી સ્થિતિ બને છે કે બંને વચ્ચે ટક્કર થાય છે શું આ ટક્કરથી એવી ભાવનાઓ સર્જાશે કે જે બંનેને એકબીજા માટે અનુભવાશે?એ તો માત્ર સમય જ બતાવશે.
બાવન વર્ષના રિટાયર્ડ ડોન ધરમસિહ રાઠોડ માટે ડર એ છે કે ક્યાંક તેમનો અતીત તેમના વર્તમાનમાં ન આવી જાય.બીજી તરફ નાની વયમાં જ પિતાને ગુમાવી દેનારી તેજસ્વિની એક તેજ યુવતી છે,જે હંમેશા સાચી વાત અને ન્યાય માટે અવાજ ઉઠાવે છે.બીજી તરફ પ્રેમ એક ઉત્સાહી યુવક છે જે પોતાના નિયમો પર ચાલે છે .ટે પોતાના ચર્ચિત અને પ્રભાવશાળી પિતાને ખુબ મને છે.દરમ્યાન તેજ્સ્વીનીને ખબર પડે છે કે તેને પિતા ને ભરચક બજારમાં મારી નાખવામાં આવ્યા હતા અને એ હત્યારો બીજો કોઈ નહિ ધરમસિહ રાઠોડ છે.
ત્યારપછી એક ડ્રામા અને એક્શનથી ભરપુર રોમાંસની શરૂઆત થાય છે જેમાં માત્ર બદલાની આગ ભડકે છે.
https://www.youtube.com/watch?v=X9YliNb5hkY&feature=youtu.be
ઝી ટીવના ડેપ્યુટી બિઝનેશ હેડ દીપક રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, ઐસી દીવાનગી….દેખી નહી કહી એક એક્શ્ન્પેક પ્રેમકથા છે.આ જવલંત લાગણીઓ,ઘર્ષણ,પ્રેમ,છેતરપીંડી,મેનિપ્યુલેશન અને બદલો દર્શાવતી વાર્તા છે.આ શોમાં બધા જ મતભેદો વચ્ચે અશક્ય હોવા છતાં પણ પ્રેમ શોધવાની વાત છે.સાર્વત્રિક અપીલ સાથે આ શોમાં સંપૂર્ણ મનોરંજનના તમામ આવશ્યક બાબતો રહેલી છે. ઐસી દીવાનગી….દેખી નહી કહી અમારા ફેમીલી ડ્રામા શો સયુંક્તાના સ્થાને ૭-૩૦ કલાકે આવશે.
આ શો દિ ઝા ફિલ્મ્સ અને પીક્ષ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ તૈયાર થયેલ છે. દિ ઝા ફિલ્મ્સના પ્રોડ્યુસર અસ્થા આર.નાંદે-જણાવ્યું હતું કે,આ શો એક રીટાયર્ડ ડોનના અણધાર્યા પાસાઓ જેવા કે, મૂલ્યો,ભય,ઇન્સીક્યુરીટી,અપેક્ષાઓને રજુ કરશે.અમારા શોની લીડ એકટ્રેસ તેજસ્વિની ટે ખુબ મહત્વકાંક્ષી અને પ્રેરણાદાયી છે જે હંમેશા ન્યાય ની સામે ઉભી રહે છે.તેજસ્વિની જે આજની નારીની છબી રજુ કરે છે જે સંપુર્ણ ભાવુક નથી પરંતુ ટે લાગણીઓ અને હક એમ બંનેને સારી રીતે બેલેન્સ કરી શકે છે જે ડાબી-જમણી બંને બાજુઓથી વિચારે છે.મારા શોના દરેક પત્રો સ્ટ્રોગ છે.આ એક એન્ટરટેઈનીગ લાવ સ્ટોરી છે સાથે સાથે ફિલ્મ અને ટેલીવિઝનનો ભરપુર મિક્ષઅપ મસાલો પણ છે.
https://www.youtube.com/watch?v=4ye40WoSNe8&feature=youtu.be
આ શોના ઓડીશનના અનેક રાઉન્ડ પછી લીડ ભૂમિકાઓ માટે બે નવા ચહેરાઓ પસંદ કરવામાં આવ્યા છે.તેમાં નવોદિત કલાકાર જ્યોતિ શર્મા અને પ્રણવ મિશ્રા,ક્રમશઃતેજસ્વિની અને પ્રેમના રોલાંમાં નજરે પડશે.વરિષ્ઠ ગુજરાતી થીએટર અને ફિલ્મ એકટર રસિક દવે તેમાં ધરમસિહની ભૂમિકા કરશે.