મહાનુભાવોને ઝેડ સિક્યોરીટી બાબતે અવારનવાર ચર્ચા થતી હોય છે. ઝેડ સિક્યોરીટીને ચુસ્ત બંદોબસ્ત માનવામાં આવે છે પરંતુ એક સિક્યોરીટી એટલે શું ? તે અંગે ઘણા બધા લોકો અજાણ છે. ભારતમાં સામાન્ય રીતે નેતાઓ કે મોટા વ્યક્તિને ઝેડ પ્લસ, ઝેડ, વાઇ અને એક્સ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે.
હાલ ભારતમાં ૪૫૦ લોકોને આ પ્રકારની સુરક્ષા મળી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની સુરક્ષામાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગૃપ (એસપીજી), નેશનલ સિક્યોરીટી ગાડ્સ (એનએસજી), ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી) અને સેન્ટ્રલ રેરત્વે ફોર્સ (સીઆરપીએફ) એજન્સીઓ સામેલ હોય છે. ઝેડ પ્લસ સુરક્ષા દેશની સૌથી જેડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે.
જે વીવીઆઇપી શ્રેણી માટે અપાય છે. આ શ્રેણીની સુરક્ષામાં ૩૬ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રખાય છે. જેમાં એનએસજી અને એસપીજીના કમાન્ડો સામેલ હોય છે. સુરક્ષામાં પ્રથમ ઘેરાની જવાબદારી એનએસજીની હોય છે. જ્યારે દ્વિતીય પરત એસપીજી કમાન્ડોની હોય છે. ઉપરાંત આઇટીબીપી અને સીઆરપીએફના કમાન્ડો પણ ઝેડ પ્લસ શ્રેણીમાં તૈનાત રાખવામાં આવે છે.