૧૦ હજારથી વધુ જનમેદની ઉમટી: અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત ‘રઢિયાળી રાતનાં લોકજીવન અને લોકસંસ્કૃતિના અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો રાસગરબા એમની કર્મ-નિર્વાણ ભૂમિ બોટાદ ખાતે ગુંજયાં. બોટાદ ખાતે વિવેકાનંદ સોસાયટી ગરબી મંડળ અને હરગોવિંદભાઈ પટેલ દ્વારા ખાસ બહેનો-દિકરીઓ માટે ‘રઢિયાળી રાત કાર્યક્ર્મનું ભવ્ય આયોજન યું હતું. ૧૦૦૦૦ જેટલાં ભાવિકોએ આ કાર્યક્ર્મને મન મૂકીને માણ્યો. નાની બાળાઓ માટે ખાસ ગરબા રમવાની અલાયદી વ્યવસ પણ કરવામાં આવી હતી.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, બોટાદના ધારાસભ્ય ડો. માણીયા, વિસામણ બાપુની જગ્યાના ભયલુભાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. એસ. ગોહિલ, બોટાદ નગરપાલિકા પ્રમુખ બીનાબેન મહેતા, ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાલા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, બોટાદ શહેર ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, પ્રદેશ કારોબારી સભ્ય રેખાબેન ડુંગરાણી, બોટાદ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ગૌતમભાઈ ખસીયા, રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ દવે, હાસ્યકાર સુખદેવ ધામેલીયા, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, ઘેલા સોમના મંદિરના કારોબારી સભ્ય જેસિંગભાઈ, પીઆઈ રાણા, પીએસઆઈ કાનેટીયા, વિનુભાઈ સોની, દલસુખભાઈ અમદાવાદી, કાળુભાઈ પટેલ, રામજીમામા, હરેશભાઈ ધાધલ, ઈન્દુભા રાયજાદા, ઉદ્યોગપતિ કૌશરભાઈ કલ્યાણી, કાળુભાઈ પટેલ, નરેશભાઈ કેવડીયા સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, નગરજનો અને ઉપસ્તિ રહ્યાં હતાં.
છેલ્લા ૩૫ વર્ષી ખાસ બહેનો-દિકરીઓ માટે ગરબાનું આયોજન કરતા સાહિત્ય-પ્રેમી હરગોંવિદભાઈ પટેલ અને તેમની ૫૦ ઉત્સાહી યુવાનોની ટીમે કાર્યક્ર્મ માટે લાગણીી જહેમત ઉઠાવી હતી. આપણી સંસ્કૃતિ અને સાહિત્યની મૂલ્યવાન વિરાસતી નવી પેઢી પરિચિત-પ્રેરિત ાય તા નવરાત્રીનાં અસલ સાત્વિક સ્વરૂપને શકે તે આશયી, સતત આઠમા વર્ષે, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા ‘રઢિયાળી રાતનાં પ્રેરક આયોજન ઈ રહ્યાં છે જે ખાસ ઉલ્લેખનીય છે.