સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સંશોધન કરનાર સંશોધકને પ્રતિ વર્ષ રૂ. એક લાખનો ‘ઝવેરચંદ મેઘાણી’ એવોર્ડ તથા લોકગાયકોને ‘હેમુ ગઢવી’ એવોર્ડથી નવાજવામાં આવે છે: અત્યાર સુધીમાં 14 સંશોધકોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે

કેન્દ્રના પાયામાં જ ચારણી સાહિત્ય, લોકસાહિત્ય અને સંત સાહિત્યનું સંશોધન રહેલું છે

ઝવેરચંદ મેઘાણીની 1રપમાં જન્મ જયંતિ વર્ષ નિમીતે રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોથકી સાહિત્યના સર્જકને યાદ કરીને સલામ સાથ શ્રઘ્ધાંજલી, સ્વરાંજલી પાઠવવામાં આવી રહી છે. ઝવેરચંદ્ર મેઘાણી એટલે લોકસાહિત્યનો પર્યાય, સાહિત્ય ક્ષેત્રે સવોત્કૃષ્ટ પ્રદાન કરનાર સૌરાષ્ટ્રના સિંહ, સેવા ‘રાષ્ટ્રિય શાયર’ને આજે આપણે ‘અબતક’ના માઘ્યમ દ્વારા શબ્દાંજલી આપીશું, આજે આપણી સાથે ઝવેરચંદ્ર મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિ.ના નિયામક જે.એમ. ચંદ્રવાડીયા ઉ5સ્થિત છે.

પ્રશ્ન:– ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિયતા આજે 12પ વર્ષે પણ અકબંધ છે, તેનું આપની દ્રષ્ટિએ શું કારણ હોય શકે?

જવાબ: ઝવેરચંદ મેઘાણી એવા સર્જક હતાં જેમણે જીવનનું, સાહિત્યનુ, સમાજનું કે રાષ્ટ્રને એ દરેક પાસાને સ્પર્શયા છે. કવિતા, લોકસાહિત્ય, નાટક, સ્વાતંત્ર્ય સંગ્રામ, પત્રકારત્વ દરેક ક્ષેત્રે તેમાં વૈવિઘ્ય રહેલું છે. માનવ હ્રદયના સાહિત્યકાર આજે 1રપ વર્ષે પણ તે લોકપ્રિય છે.

પ્રશ્ન:– રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ. ને જ ઝવેરચંદ મંઘાણી લોક સાહિત્ય કેન્દ્ર શા માટે મળ્યું?

જવાબ: જયારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે રૂપાલા, વસંત ગઢવી, પુષ્પદાન ગઢવી, બાબુભાઇ શાહ વગેરે સાહિત્યના મર્મજ્ઞો એ મોદીને વાત કરી આવું એક સંશોધન કેન્દ્ર હોવું જોઇએ અને મોદીજીને તુરંત આ વાત ગળે ઉતરી ગઇ ત્યારે આ કેન્દ્ર કયાં સ્થાપવું તો રાજકોટ સૌરાષ્ટ્ર એવું ક્ષેત્ર છે. જયાં લોક સાહિત્યના સંશોધનો વધારે થયા છે. તથા સૌરાષ્ટ્રની પ્રજા લોકસાહિત્ય સાથે વધારે અનુબંધ ધરાવે છે.

પ્રશ્ન:– મેઘાણી મુળ સૌરાષ્ટીયન હતા તેથી પણ આ કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિ.ને મળ્યું હોય એવું બની શકે ખરાં?

જવાબ: પહેલા લોકસાહિત્યના અભ્યાસ પ્રત્યે લોકોને કોઇ સુજ કે સમજ ન હતી, એક વખત મેઘાણીને પંજાબના લોકસાહિત્યકારે મેણું માર્યુ કે ગુજરાત પાસે પોતાનું કહી શકાય તેવું લોકસાહિત્ય જ નથી, અને આ વાત મેઘાણીજીને સ્પર્શી ગઇ અને તે લોકસાહિત્ય ક્ષેત્રે વળયૉ ચાર દિવસ ફૂલછાબમાં હોય અને ગામડે ગામડે ફરીને લોક સાહિત્ય એકત્ર કર્યુ અને એ પણ એક કારણ છે એટલે કેન્દ્રના પાયામાં લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંત સાહિત્યનું સંશોધન છે. પણ તેનું નામકરણ કર્યુ ઝવેરચંદ્ર મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર

પ્રશ્ન:– વર્ષ 2012-13 થી આ કેન્દ્રની શરૂઆત થઇ છે. તો ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની પ્રવૃતિઓ શું છે? એ શું કાર્ય કરે છે?

જવાબ: કેન્દ્ર નિમિતે અનેક વિધ પ્રવૃતિઓ થાય છે. જેમાં સાહિત્યક્ષેત્રે સંશોધન કરનારા પાયાના સાહિત્ય કારને દર વર્ષે કેન્દ્ર તરફથી રૂ. 1 લાખનો ‘લોકસાહિત્ય એવોર્ડ’ અપાય છે. અત્યાર સુધીમાં 14 સાહિત્યકારોને આ એવોર્ડ અપાય  રહ્યો છે. પ્રસ્તુતિકરણ ક્ષેત્રે પણ કલાકારોને નવાજવામાં આવે છે. જેમાં 13 લોક ગાયકોને આ એવોર્ડ મળી ચૂકયો છે. લોક ગુર્જરી સામયિક જે ત્રિમાસિક છે. જેને સાહિત્યકારોનો ખૂબ પ્રતિસાદ સાપડયો છે. દર વર્ષે પરિસંવાદો યોજાય છે. કેન્દ્ર દ્વારા અમૂલ્ય ગ્રંથોનું પ્રકાશન કરાય છે. સંશોધન પ્રોજેકટ પણ આપવામાં આવે છે. વિવિધ ભાષાઓમાં હસ્તપ્રતો છે. મેઘાણી કેન્દ્ર રાષ્ટ્રીય અને સામાજીક જવાબદારીઓમાં મોખરે જ હોય છે. બુઝુર્ગ કલાકારો અને સંશોધકોની રૂબરૂ મુલાકાત લઇ વોલ્યુમ રૂપે રેકોડીંગ કરાય છે.

પ્રશ્ન:– મેઘાણીની 1રપમી જન્મજયંતિ નિમિતે કોઇ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે?

જવાબ: રાજય સરકારે કમિટી બનાવીને મેઘાણી 1રપના કાર્યક્રમો બનાવ્યા હતા. પરંતુ કોરોના કારણે તે નથી થઇ શકયા…. મેઘાણી સાથે સંકળાયેલા સ્થળો પર જઇને કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું હતું. એ સિવાય હોડિગ્સ મૂકવા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. ‘મેઘાણી ઉત્સવ ’ નામની વ્યાખ્યાન સીરીઝનું પણ આયોજન છે.

પ્રશ્ન:– આ દરેક ઓનલાઇન કાર્યક્રમોની ઉજવણીમાં વિદ્યાર્થીઓનું પાર્ટીશિપેશન વધે તેવા પ્રયાસો કરાયા છે?

જવાબ: દરેકને સ્પર્શતુ પાત્ર મેઘાણી છે તેથી વિદ્યાર્થીઓને તથા સાર્વજનીક દરેક લોકો કાર્યક્રમોમાં જોડાય તેવું આયોજન છે. મેઘાણી ઉત્સવની વ્યાખ્યાનમાળામાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પ્રશ્ન: મેઘાણી ઉત્સવની વ્યાખ્યાનમાળાની વધુ વિગતો જણાવશો?

જવાબ: આ માટે વિષયો નકકી થયા છે. 6 દિવસના 6 વ્યાખ્યાનો, જેમાં પત્રકારત્વ ક્ષેત્રે, સ્વાતંત્ર્ય સેનાની, નાટકો, લોકસાહિત્યના વિવેચક સંશોધક તરીકે મેઘાણીનું પ્રદાન જેવા વિષયો કે લોકો તેનાથી ઓછા પરિચિત છે. તેવા વિષયો નકકી કરાયા છે. વકતાઓ માટે હજુ આયોજન કરવાનુ શેષ રહ્યું છે.

પ્રશ્ન: મેઘાણી ઉત્સવ વ્યાખ્યાન આજની પરિસ્થિતિ મુજબ ઓનલાઈન કરવાની ફરજ પડી છે, તેના માટે તમારે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?

જવાબ: સાહિત્ય આ વિષય એવો વિશાળ છે કે જે જીવંત થાય, તેની મજા અલગ છે. પણ ઓનલાઈનનાં કારણે તેમાં જીવંતતા નથી આવતી પણ પરિસ્થિતિને તો સ્વીકાર્યા વગર છૂટકો નથી.

પ્રશ્ન: આ વર્ષના એવોર્ડ મેઘાણી એવોર્ડ અને હેમુગઢવી એવોર્ડ વિશે થોડી વધુ જાણકારી આપશો?

જવાબ: ઝવેરચંદ મેઘાણી એવોર્ડ કેન્દ્ર દ્વારા અપાય છે. જેના પાયાની ભૂમિકા ભજવી છે. દોલતભાઈ ભટ્ટ, લાખાભાઈ ગઢવી વગેરે સંશોધકોને આ એવોર્ડ અપાય છે.તેમાં વયોવૃધ્ધને પ્રાયોરીટી અપાય છે. જેથીકરીને તેને ન્યાય મળે. હેમુગઢવી એવોર્ડમાં પણ આજ રીતે પસંદગી કરવામાં આવે છે. જેનેચયન સમિતિ પસંદ કરે છે. સમર્પિત લોકોને પ્રાધાન્ય અપાય છે. અત્યારસુધીમાં જે સાહિત્યકારોને આ એવોર્ડ મળ્યો છે તે યોગ્ય પુરવાર થયો છે.

પ્રશ્ન: મોરારીબાપુએ કેન્દ્રને વિશેષ એવોર્ડ આપ્યો છે તેના વિશે જણાવશો?

જવાબ: પૂ. બાપૂ કેન્દ્ર સાથે સંકળાયેલા છે. એવોર્ડ બાપુના હસ્તે આપવામાં આવે છે. તથા કેન્દ્રનું વિશાળ કાર્ય છે.ત્યારે મારો સંકલ્પ છે કે વ્યકિત સાથે કેન્દ્રને પણ આ એવોર્ડ મળવો જોઈએ, અને કેન્દ્રને 50 હજારનો પુરસ્કાર મળ્યો તેના વ્યાજમાંથી દુલાભાયા કાગ ચારણી સાહિત્ય એવોર્ડ શરૂ કર્યો.

પ્રશ્ન: દર્શકોને ઝવેરચંદ મેઘાણી કેન્દ્રના નિયામક તરીકે આપ શું સંદેશ આપશો?

જવાબ: મેઘાણી 125 જન્મ જયંતિ વર્ષ નિમિતે દર્શકોને વિનંતી છે કે વધોમાં વધારે મેઘાણીને વાંચે જેથી મેઘાણીના વિવિધ પાસાઓથી પરિચિત થાય જેથી વ્યકિતત્વમાં નિખાર આવશે મેઘાણી કેન્દ્રની મુલાકાત લેવાની પણ મારી અપીલ છે. અને મેઘાણીના પુસ્તકો, હસ્તપ્રતો વાંચો અને રસ પડ તો તેંનું પ્રકાશન કરો, નિયામક તરીકે સંચાલક તરીકે એક વ્યવસ્થાના ભાગરૂપે હું છું પણ મેઘાણી કેન્દ્ર સૌ કોઈનું છે. પોતાનું કેન્દ્ર માનીને દરેકને આવવા માટે અને મેઘાણી સાહિત્ય વાંચવા માટે મારી અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.