ખ્યાતનામ કલાકારો દમયંતીબેન બરડાઈ, ગોપાલ બારોટ, નિલેશ પંડયા, નવનીત શુકલા સહિતનાઓએ રમઝટ બોલાવી
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પૂણ્યતિથિએ એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે ‘મેઘાણી વંદના’ (કસુંબલ લોક ડાયરા)નું ભવ્ય આયોજન સુરક્ષા સેતુ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું. ૧૦,૦૦૦ની વિશાળ માનવ મેદનીએ મોડીરાત સુધી કાર્યક્રમને રસપૂર્વક માણ્યો. યુવા પેઢીની વિશેષ ઉપસ્થિતિ રહી.
પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, બોટાદ નગરપાલિકા પ્રમુખ બીનાબેન મહેતા અને ઉપપ્રમુખ શિરભાઈ પાટીવાળા, બોટાદ એપીએમસી ચેરમેન ડી.એમ.પટેલ અને વાઈસ-ચેરમેન જો‚ભાઈ ધાધલ, બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન મનહરભાઈ માતરીયા, રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ દવે, એલસીબી પી.આઈ એચ.આર.ગોસ્વામી, બોટાદ પી.આઈ જે.એમ.સોલંકી, એલઆઈબી પીઆઈ યુ.બી.ધાખડા, એસઓજી પીઆઈ (ઈન્ચાર્જ) એસ.એન.રામાણી, ગઢડા પીએસઆઈ આર.બી.કરમટીયા, ઢસા પીએસઆઈ એ.પી.સલૈયા, પી.એસ.આઈ સગર, ટ્રાફિક પીએસઆઈ દેસાઈ તથા પોલીસ પરીવાર, અગ્રણીઓ વિનુભાઈ સોની, રેખાબેન ડુંગરાણી, ભીખુભા વાઘેલા, ચંદુભાઈ સાવલીયા, અશોકભાઈ, હરેશભાઈ ધાધલ, બાપુભાઈ ધાધલ, ધર્મેન્દ્રભાઈ વડોદરિયા, કનુભાઈ ધાધલ, હુસેનભાઈ શ્યામ, કિશનભાઈ મહેતા, સામતભાઈ જેબલિયા, બાબભાઈ ખાચર (સાળંગપુર), જયેશભાઈ ખંધાર (મુંબઈ), વિનોદભાઈ મિસ્ત્રી (ભરૂચ) સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, નગરજનો અને ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, દમયંતીબેન બરડાઈ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડયા અને નવનીત શુકલાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ઝવેરચંદ મેઘાણીને ૭૧મી પૂણ્યતિથિ અવસરે ભાવાંજલિ અર્પણ કરી છે તથા મેઘાણી વંદના કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવતો લાગણીસભર પત્ર પિનાકી મેઘાણીને લખ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી લખે છે: ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને એમની ચિરકાલિન કૃતિઓ ગુજરાતી ભાષાની વિશિષ્ટ ઓળખ છે. સ્મરણ માત્ર વંદનીય ન રહી, સમાજ અને નવી પેઢી માટે માર્ગદર્શક અને ઉપયોગી બને રહે તે દિશામાં થતા આપના તમામ પ્રયત્નોને વધાવું છું.