આકાશમાં તારા હજારને ચાંદો છે એક…
કે.બ્રધર્સ યુ ટયુબ ચેનલમાં 4 દિવસ પૂર્વે રિલીઝ થયું સોન્ગ: સીંગર જય કારીયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
આકાશમાં તારા હજારને ચાંદો છે એક…. જાણીતા સીંગર જય કારીયાના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ ગીત લોકોને ખૂબ પસંદ પડયું છે.ઝાંઝર… ગીત કે. બ્રધર્સ યુટયુબ ચેનલ પર 4 દિવસ પૂર્વે જ રીલીઝ થયું છે. અને લાખોની સંખ્યામાં લોકોએ ગીત માણ્યું છે. ગીતને ખૂબ ટુંકાગાળામાં જબ્બર રીસ્પોન્સ મળ્યો છે. ગીતની ઝળહળતી સફળતા બદલ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જય કારીયાએ વાતચીતમાં જણાવ્યું હતુ કે ન્યુ આર્ટીસ્ટ તરીકે લોકોએ મને ખૂબ સારો રીસ્પોન્સ આપ્યો છે.વધુમાં જણાવ્યું હતુ કે ‘ઝાંઝર’ સોન્ગ એક પર્સનલ સ્ટોરી છે.
મને જે ફીલ થયું તે લોકોને ફીલ કરાવવા આ ગીતનું સર્જન કર્યું. આ ગીતની ખાસિયત એ છેકે ઝાંઝરમાં રોમેન્ટીક ટચને પોપ સીંગીંગ સાથે મેચ કર્યું છે.જય કારીયા અગાઉ ઓસ્ટ્રેલિયા હતા. ઓસ્ટ્રેલિયાથી ગુજરાત આવવાનું કારણ જણાવતા કહ્યું હતુ કે, ઓસ્ટ્રેલિયા હું ડી.જે. પ્લે કરતો પરંતુ મને વિચાર આવ્યો કે ગુજરાત અને ગુજરાતીઓ મારૂ જે કલ્ચરલ છે તેએકસ્પ્લોર કરવું ઓસ્ટ્રેલિયામાં જે મ્યુઝીક મેં પ્લે કર્યું તે શા માટે ગુજરાતમાં ન લાવવું ? તે કારણથી હું અહી શિફટ થયો. અને ગુજરાતીઓને મનપસંદ સોન્ગ આપ્યું જેનો મને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો.
આગામી પ્રોજેકટ વિશેવાત કરતા કહ્યું હતુ કે હું આગામી દિવસોમાં હીપહોપ અને ગુજરાતી સોંગ મીકસ કરીને સોન્ગ લાવીશ. આ સોન્ગ પાછળ મેં 6 થી 7 મહિના મહેનત કરી છે. જે આજે સફળ થઈ છે. ગીતમાં ડિરેકશન મીત કારીયાએ કરેલું છે. આગામી દિવસોમાં પણ દરેક ગીતોને લોકોનો પ્રેમ મળશે તેવી આશા વ્યકત કરી હતી.