ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ કર્યો ખુલાસો
નવીદિલ્હી
ઝહિર ખાન અને રાહુલ દ્રવિડને ટીમની જ‚રિયાત અને તેમની લાયકાતથી પસંદ કરાયા છે. રાહુલ અને ઝહીરને નવા કોચ રવિ શાસ્ત્રીના દબાણથી અનુક્રમે બેટિંગ અને બોલિંગ કોચ તરીકે સમાવાયા છે. તેવા આક્ષેપ બાદ કમિટી (સીએસી)એ ખુલાસો કર્યો છે.
કમિટીએ લેખિત જવાબમાં જણાવ્યું કે દ્રવિડ અને ઝહીરને તેમની ક્ષમતા મુજબ પસંદ કરાયા છે. ટીમ ઈન્ડિયાને તેમની જ‚રિયાત છે. અમે સામે ચાલીને રવિ શાસ્ત્રી સાથે આ બાબતે ચર્ચા કરીને પછી જ નિર્ણય કર્યો છે. શાસ્ત્રીના દબાણનો સવાલ જ નથી.
જો કે, એક વાત છતી થઈ ગઈ છે કે ટીમ ઈન્ડિયામાં વહી હોતા હૈ જો મંઝૂર-એ- કોહલી હોતા હૈ. કોઈ પણ રીતે કોચ સિલેકટ કરવાનું નનાટકથ રચાયું અને જેમ બધા અંદર ખાને જાણતા હતા તેમ કોચ તરીકે રવિ શાસ્ત્રીની જ પસંદગી થઈ.
જો કે વિદેશી ટીમની તર્જ પર ભારતીય ટીમને પણ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ કોચ અલગ અલગ કોચિંગ આપે તે જ‚રી છે.