પૈસા બોલતા હૈ !!!

ટૂંક સમયમાં ઈન્ડિયન પ્રિમીયર લીગ ૨૦૨૦ દુબઈ, અબુધાબીમાં રમાવા જઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુવરાજસિંઘે કહ્યું છે કે, તેઓ પંજાબની ટીમને ચેમ્પીયનશીપ જીતાડવા માટે મદદ કરવા ઈચ્છે છે. ૩૮ વર્ષીય યુવરાજે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓમાં પંજાબમાં યુવા ખેલાડીઓ શુભમ ગીલ, અભિષેક શર્મા, પ્રભ સીમરનસિંગ અને અનમોલપ્રિતસિંગ સાથે કામ કરવાથી યુવરાજને ખ્યાલ આવ્યો છે કે, હાલના સમયમાં પંજાબની ટીમને યુવરાજની જરૂરીયાત છે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, જો યુવરાજને ખરા અર્થમાં ટીમને તેની જરૂરીયાત છે તેવું લાગી આવ્યું હોય તો ઘરેલું નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાની જરૂરીયાત છે.  અંતે યુવરાજના આ નિર્ણયથી એવું ફલીત થાય છે કે, ‘પૈસા બોલતા હૈ’ યુવરાજે આઈપીએલ રમી રોકડી કરવા તેની નિવૃતિ પરત ખેંચી છે.

૩૮ વર્ષીય યુવરાજસિંઘે ગત વર્ષે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લઈ નિવૃતિ જાહેર કરી હતી. તેવા સંજોગોમાં યુવરાજે ઈન્ડિયન પ્રિમીયર લીગ રમવા ઈચ્છા વ્યકત કરી છે. યુવરાજે કહ્યું કે, હાલના સમયમાં પંજાબ ઈલેવનની ટીમને તેની તાતી જરૂરીયાત છે અને યુવા ખેલાડીઓ સાથે યુવરાજ આ વર્ષે પંજાબની ટીમને ચેમ્પીયનનો તાજ અપાવશે. યુવરાજે કહ્યું છે કે, ગત સમયમાં હું પંજાબના યુવા ખેલાડીઓ સાથે રહ્યો છો અને તેમની સાથે સમય પસાર કરવામાં મને ખુબજ આનંદ મળ્યો છે. રમતની વિવિધ બાબતો વિશે યુવાનો સાથે વાત કરતા મને સમજાયું છે કે, ઘરેલું ક્રિકેટમાંથી હાલના સંજોગોમાં મારે નિવૃતિ લેવાની જરૂરીયાત નથી. યુવરાજના આ નિવેદનથી પુષ્ટિ થાય છે કે, યુવરાજ આ વર્ષે આઈપીએલ રમશે.

યુવરાજે વધુમાં ઉમેરતા કહ્યું કે, મને ખ્યાલ છે કે, ક્યાં પ્રકારના બોલને કઈ રીતે ફટકારવો જોઈએ. મેં છેલ્લા બે મહિનાથી તાલીમ પણ શરૂ કરી દીધી છે. પંજાબ ક્રિકેટ એસો.ના સેક્રેટરી પુનીત બાલી પણ મને મળ્યા છે. બાલીએ મને આઈપીએલ રમવા પ્રેરણા આપી છે. જેને આધીન હું આઈપીએલ રમવાની ઈચ્છા ધરાવું છું, આ અંગે મે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પાસે પત્રના માધ્યમથી મંજૂરી માંગી છે. જો મને મંજૂરી મળી જાય તો હું ફકત ટી-૨૦ રમીશ પરંતુ હાલના સંજોગોમાં મને મંજૂરી મળશે કે કેમ તે અંગે હું કંઈ પણ કહી શકીશ નહીં તેવું યુવરાજે ઉમેર્યું હતું.

જ્યારે યુવરાજના પિતા યોગરાજસિંહ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, ગયા વર્ષે ૨૦ વર્ષના સ્પર્ધાત્મક કારકિર્દી બાદ યુવરાજે નિવૃતિનો નિર્ણય લીધો હતો જે યુવરાજનો વ્યક્તિગત નિર્ણય હતો જેમાં હું કોઈ દખલ કરી શકું નહીં, તેમ છતાં મને એવું લાગે છે કે, યુવરાજે હાલના સમયમાં નિવૃત ન થવું જોઈએ, આ ગરમીના સમયમાં પણ યુવરાજે શુભમ, પ્રભ અને અભિષેકને દરરોજ ૫-૫ કલાક તાલીમ આપી છે જે યુવરાજનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ સુચવે છે. યુવરાજે જે રીતે છ બોલમાં છ સિક્સર ફટકારી હતી તે હજુ કોઈ ભુલી શકયું નથી અને યુવરાજના ચાહકો હજુ પણ તે ક્રિકેટ રમે તેવી ઈચ્છા ધરાવે છે. જેથી યુવરાજ આઈપીએલ રમે તો તેમાં હું ખુશીની લાગણી વ્યકત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.