ગુજરાત સહિત દેશભરમાં પોતાના અસ્તિત્વ માટે જજુમી રહેલી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસને આજે રાજકોટમાં મરણતોલ ફટકો પડયો છે. સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન અને કદાવર કોંગી નેતા યુવરાજસિંહ સરવૈયા તથા રાજકોટના રાજવી પરીવારના હર્ષવર્ધનસિંહ પ્રહલાદસિંહ જાડેજાએ આજે કોંગ્રેસને અલવિદા કહી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલીની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ બન્નેને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેર કોંગ્રેસના મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીએ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. જયારે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને ફટકા પડી રહ્યાં છે.
Trending
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું
- Gir Somnath : નજીક વેણેશ્વર રોડ પર ડીમોલેશન મામલે કરાયો વિરોધ