રાજકારણમાં “ડમીકાંડ” “ડમી”
પોલીસ સમક્ષ હાજર થતા પૂર્વ પત્રકારો સાથે વિસ્તૃત ચર્ચા કરી પૂર્વ અને વર્તમાન મંત્રી સંડોવણીની કર્યા આક્ષેપ: મોટા માથાના પગે તળે રેલો આવે તેમ હોવાથી પોતાની ભેદી રીતે હત્યાની દહેશત વ્યક્ત
ડમીકાંડ અને ભરતીની પરિક્ષા પૂર્વે પેપર ફૂટ્યાનો પર્દાફાશ કરનાર આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને ખોટી રીતે સંડોવી દેવાનો આક્ષેપ
સરકારી ભરતીની પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવા અને સરકારી ભરતીની પરીક્ષા પૂર્વે પેપર ફુટવા સહિતની ઘટનાના મામલે રાજયભરમાં ઘેરા પ્રત્યાધાત છે ત્યારે સમગ્ર કાંડ બહાર લાવનાર આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર એસ.ઓ.જી. એ. સી.આર.પી.સી. 160 મુજબ સમન્સ પાઠવી ડમી કાંડમાં પુરાવા એકઠા જાહેર કરવાનું કર્યુ છે. ત્યારે સમગ્ર કાંડમાં રાજયના પૂર્વ અને વર્તમાન મંત્રીઓ સહીત 30 જેટલા મોટા માથાના નામો પત્રકાર સમક્ષ જાહેર કર્યા બાદ પોલીસને પોતાનું નિવેદન લખાવવા માટે ભાવનગર એસ.પી. કચેરી સ્થિત એસ.ઓ.જી. માં પહોચ્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ સ્ફોટક માહીતી સાથેનું બંધ કવર પોલીસને સુપ્રત કર્યુ છે. બીજી તરફ પત્રકારો સમક્ષ ચોકાવનારી વિગતોને પગલે પોતાના હિટ એન્ટ રન જેવા બનાવથી હત્યા કરાવવામાં આવશે તેવી દહેશત વ્યકત કરી છે.
ડમી કાંડના ડમી ચહેરાઓના પગ તળે રેલો આવશે તો કેટલીક સ્ફોટક માહીતી સાથે રાજય ભરમાં ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે.રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ મામલે દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ભાવનગર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ કૌભાંડમાં ગેરકાયદે નાણાકીય વ્યવહારો કર્યાના આક્ષેપોને લઈને યુવરાજસિંહને પોતાનો પક્ષ રજૂ કરવા સમન્સ પાઠવ્યું હતું, પરંતુ હાજર ન થતાં પોલીસે બીજું સમન્સ પાઠવી 21 તારીખે, એટલે કે આજે હાજર રહેવા કહ્યું હતું. જેને લઇને યુવરાજસિંહ પોતાનો પક્ષ રજૂ કરવા હાજર થયા છે. હાજર થતાંપહેલાં યુવરાજસિંહે મીડિયાને જણાવ્યું હતું કે ’આજે હું બંધ કવરમાં 30 નામ આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે. મારું સમન્સ નીકળે તો જિતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઇએ. તેવી પત્રકારો સમક્ષ પોતાની ઇચ્છા વ્યકત કરી છે.
ભાવનગર એસપી કચેરી બહાર યુવરાજસિંહે પત્રકાર પરિષદ યોજી અનેક મંત્રી, પૂર્વ શિક્ષણમંત્રીઓનાં નામો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૌભાંડમાં મોટાં માથાં મને દબાવવાના પ્રયાસ કરે છે. ભૂતકાળમાં પણ પોતાની પાર્ટીમાં આવવાના પ્રલોભનો આપ્યા હતા. આ કૌભાંડ 2011થી નહીં, 2004થી ચાલે છે. કેટલાક તો ગેજેટેડ ઓફિસર બની ગયા છે. એવા એકેયને સમન્સ પાઠવ્યું નથી. અવિનાશ પટેલનું અને જશુ ભીલને કેમ સમન્સના આપ્યું? યુવરાજસિંહે અવધેશ, અવિનાશ, આસિત વોરા, જશુ ભીલ અને જિતુ વાઘાણીનાં પણ નામો બોલ્યા હતા. હું વધુ 30 જેટલાં નામો આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે.
યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે જે મોટાં માથાંએ પોતાની પાર્ટીમાં જોડાવવા ઓફર આપી હતી, તેઓ પણ આ કાંડ દબાવવા સક્રિય થયા છે. મેં ઊર્જા વિભાગની ભરતીમાં નામ આપ્યા હતા છતાં તેમની પૂછપરછ થઈ ન હતી. ઊર્જા ન વિભાગ ભરતીમાં અવધેશ અને અવિનાસનાં નામ આપ્યા હતા, તેમને સમન્સ ન પાઠવાયું અન મને સમન્સ પાઠવવામાં આવ્યું.તેમણે કહ્યું હતું કે ભાજપના જશુ ભીલને શા માટે સમન્સ ન પાઠવાયું? પૂર્વ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. મારું સમન્સ નીકળે તો આ બધાનાં સમન્સ નીકળવા જોઈએ, સાથે આસિત વોરાનું પણ નીકળવુ જોઈએ. મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ભરતીમાં જે કૌભાંડ થયું તેનાં 30 નામની યાદી હું પોલીસને આપવાનો છું. હું નિવેદન નોંધાવવા આવ્યો છું કે મારા દ્વારા કોઈ આર્થિક વહીવટ કરવામાં આવ્યો નથી.તેમણે વધુમાં કહ્યું કે મને આશંકા છે કે આ લોકો મને પતાવી દેવા માગે છે, મને હિટ એન્ડ રન અથવા અન્ય કોઈ રીતે પતાવી દેવાશે એવું મને લાગે છે, એટલે મેં મારા 5 વારસદાર નીમ્યા છે. મેં વર્તમાન ગૃહ રાજ્યમંત્રીને પણ પુરાવા આપ્યા છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.
તેમણે છેલ્લે જણાવતાં કહ્યું હતું કે એક આરોપીના નામ ખૂલવાથી મને જો સીઆરપીએફના 160 કલમ મુજબ જવાબ આપવા સમન્સ પાઠવવામાં આવતું હોય તો હું જ્યારે કાલે જે એ મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ કે ઉચ્ચ અધિકારીઓનાં નામ આપું એ તમામનાં નિવેદનો લેવામાં આવશે? એવો કટાક્ષ કર્યો હતો.