હરિયાણા પોલીસ દ્વારા ધરપકડ થયા બાદ જામીન પર મુક્ત કરાયો
સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિને લઈ ટિપ્પણી કરનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની હરિયાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ થોડિજ કલાકોમાં તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતો. યુવરાજ સિંહે ગત વર્ષે ભારતીય ટીમના બોલર યુજવેંદ્ર ચહલ માટે જાતીય ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ જ યુવરાજસિંહ વિરૂદ્ધ એસસીએસટી એક્ટ અંતર્ગત કેસ નોંધાવાયો હતો.
યુવરાજ સિંહની ધરપકડના બનાવને પોલીસ દ્વારા સંપૂર્ણ પણે બહાર પાડવામાં આવ્યો ન હતો. ત્યારે હરિયાણા પોલીસે શનિવારે જ તેની ધરપકડ કરીને તપાસમાં શરૂ કરી હતી. પોલીસે હિસાર સ્થિત પોલીસ વિભાગની ગેજેટેડ મેસમાં બેસાડીને યુવરાજની પુછપરછ કરી હતી અને આ કેસ સાથે સંકળાયેલા કેટલાક સવાલ-જવાબ કર્યા હતા. ત્યાર બાદ હાઈકોર્ટના નિર્દેશાનુસાર યુવરાજ સિંહને ઔપચારિક જામીન પર છોડી દેવામાં આવેલા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ યુવરાજ સિંહે પોતાના નિવેદન મુદ્દે દુખ પણ વ્યક્ત કર્યું હતું.
વધુમાં યુવરાજે જણાવતા કહ્યું હતું કે, મારા મિત્રો સાથે વાતચીત દરમિયાન મેં જે કહ્યું તેને ખોટી રીતે સમજવામાં આવ્યું. જોકે મારા કારણે કોઈની લાગણી દુભાણી હોઈ તો તેમના માટે હું ખૂબજ દુ:ખી છું. ભારતીય ક્રિકેટરો અનેક મુદ્દા મા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે યુવરાજસિંહ દ્વારા જે ચહલ ઉપર જાતીય ટિપ્પણી કરવામાં આવી તેના પગલે તેની ધરપકડ પણ કરાઈ હતી પરંતુ સમયને ધ્યાને લઇને કોર્ટ દ્વારા તેની જામીન અરજી મંજૂર કરતાં તેને છોડી દેવામાં આવ્યો હતો.