કરણસિંહજી હાઇસ્કુલમાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન: ગરીબ માઘ્યમ વર્ગના વિઘાર્થીઓ માટે આ શાળા આશિર્વાદરૂપ
કરણસિંહજી હાઇસ્કુલમાં તાજેતરમાં વિઘાર્થી સન્માન, શુભેચ્છા અને ઇનામ વિતરણને ત્રિવેણી કાર્યક્રમ રાજકોટના યુવરાજ માધાતા સિંહ જીલ્લા શિક્ષણાધિકારીડો. સગારકા, કોર્પોરેટર પારેખબેન, જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ ઇ.આઇ. જીલ્લાની સરકારી શાળાના પ્રિન્સીપાલ અને એસ.એમ.ડી.સી. કમીટીના સભ્યોની ઉ૫સ્થિતીમાં ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે યુવરાજસિંહ માંધાતાએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે પોતાની રાજવી પરિવારના નામ સાથે જોડાયેલ આ ઐતિહાસિક શાળા કરણસિંહજીના જીવન પ્રસંગને યાદ કરી આ શાળા પ્રત્યે મારી ફરજ વિશેષ છે. પોતાના ખર્ચે પ્રવાસ અને રાજમહેલમાં તમામ વિઘાર્થીઓ તથા સ્ટાફને પધારવા આમંત્રણ આપી શાળાના કાર્યને બિરદાવ્યા હતા. જીલ્લા શિક્ષણાધિકારી ડો. સગારકાએ જણાવ્યું હતું કે શાળાના માત્ર શાળા નહી પરંતુ સરસ્વતીન મંદીર સમાન બની હોવાનું જણાવી વિઘાર્થીઓ પ્રત્યે નિષ્ઠા અને કર્તવ્ય નિષ્ઠાથી કામ કરતા પ્રિન્સીપાલ એ.એ.સેતા, સિઘ્ધરાજસિંહ ઝાલા, અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કરણસિંહજી હાઇસ્કુલ સરકારી શાળાના ગૌરવ સમાન ગણાવી હતી. પ્રિન્સીપાલ એ.એ. સેતાએ શાળાની માહીતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં સરકારી શાળામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી ઉચ્ચતર માઘ્યમિક આપતા જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં સરકારી શાળામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી ઉચ્ચતર માઘ્યમિક વિભાગમાં ધો.૧૧ અને ૧ર માં આર્ટસ કોમર્સ અને સાયન્સ તેમજ માઘ્યમિક વિભાગમાં ધો.૯ અને ૧૦ માં અભ્યાસ કરતા વિઘાર્થીઓને વિઘાથી પહેલ યોજના, એસ.એમ.ડી.સી. ગ્રાન્ટમાંથી સ્કુલબેગ, પુસ્તકો, સ્કુલ યુનિફોર્મ નોટબુક સંદર્ભ સાહિત્ય વિના મૂલ્યે આપવામાં આવે છે. તેમજ જરુરીયાત મંદ વિઘાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. સ્કુલમાં અતિ આધુનીક વાયફાઇ સ્માર્ટ રુમ, દરેક વર્ગ ખંડ સી.સી. ટી.વી. કેમેરાથી સજ બનાવવામાં આવ્યા છે. આ આધુનિક બિલ્ડીંગમાં વિશાળ લાયબ્રેરી પ્રાર્થનાખંડ રમત ગમતના તમામ સાધનો જીમના સાધનો સાથે સ્પોર્ટ રુમ સહીતની સુવિધા ઉપલબ્ધ છે.
શાળામાં સરકારના રાજયપાલ એવોર્ડ વિજેતા અને સરકારી શિક્ષક સંઘના પ્રમુખ સિઘ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ સરકારી શાળામાં શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને શિસ્તના ઘડતર માટે એન.સી.સી. અને એન.એસ.એસ. ની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે તો પ્રકૃતિના જ્ઞાન માટે બેતાલીસ પ્રકારની ઔષધિઓ સાથેનો બગીચો ઇકો કબલના માઘ્યમથી વિઘાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિઘાર્થીઓને રોજગારલક્ષી માહીતી અને સામાન્યજ્ઞાન મળી રહે તેવા સુંદર હેતુથી નોલેજ કોર્નર અને કેરીયર કોર્નરની સુવિધાથી આ શાળા આકષણનું કેન્દ્ર બન્યું છે.
તગડી ફી ઉઘરાવતી સેલ્સ ફાઇનાન્સ શાળાઓને બોર્ડના પરિણામમાં પણ ટકકર મારી સમગ્ર શાળાના સ્ટાફના સહયોગથી વાર્ષિક ફી માત્ર ૩૬ ‚ા લઇ કોમ્પ્યુટર શિક્ષણ વિના મૂલ્યે આપી ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરી સાચા અર્થમાં ગરીબ મઘ્યમ વર્ગના વિઘાથીઓ માટે આશીર્વાદ રુપ સાબિત થઇ છે.
કાર્યક્રમમાઁ વિઘાર્થીઓએ સંસ્કૃત શ્ર્લોક, યોગા, તલવારબાજી, લોક સાહિત્ય ડાન્સ અને પિરામીડ જેવા સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાનો ૧૨૪ વર્ષનો ઇતિહાસ રજુ કરતી ડોકયુમેનટરી ફિલ્મ આકર્ષણનું કેન્દ્ર બની હતી. અને શૈક્ષણિક રમત ગમત સાંસ્કૃતિક વગેરે બાબતમાં નંબર મેળવનાર વિઘાર્થીઓને ઇનામો, શિલ્ડ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યું હતું. ધો. ૧૦ અને ધો.૧ર ના વિઘાર્થીઓને બોર્ડની પરીક્ષા માટેે મહેમાનો એ શુભેચ્છા આપી શાળા તરફથી દરેક વિઘાર્થીને કેલકયુલેટર આપી પ્રોત્સાહીત કરી વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનુઁ સમગ્ર સંચાલન સિઘ્ધરાજસિંહ ઝાલાએ કર્યુ હતું.