ડીજે વિથ ડિનર, પ્રોફેશનલ ફાયર જગલર્સ, ક્રેકર શો, મોકટેલ બાર, થીમ પાર્ટી સહિત ત્રણ ફેમસ ડીજે ધૂમ મચાવશે
રાજકોટમાં ૩૧મી ડિસેમ્બર એટલે કે ૨૦૧૭ને બાયબાય કરી ૨૦૧૮ને વેલકમ કરવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આ વર્ષે જામનગર રોડ પર આવેલ શિવ શક્તિ હોટલ ખાતે ૩૧મીએ ડીજે વિથ ડિનરનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજરોજ શિવ શક્તિ હોટલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં શિવ શક્તિ હોટલના ઓનર દોલતસિંહ હેરમા, ડીજે પાર્ટી ઈવેન્ટના મેનેજર જીગરભાઈ મહેતા, ઓર્ગેનાઈઝેશન પ્રકાશભાઈ ચાવડા, સાગરભાઈ પરમાર, ભગીરથસિંહ રાઠોડ, રાણાભાઈ ફાંગલીયા, કેતનભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
પત્રકાર પરિષદ સંબોધતા જીગરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમવાર ૨૦૧૭ને બાયબાય કરતા ૩૧ ડિસેમ્બરના રોજ ડિજે વિથ ડિનર સાથે ન્યુયર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પારિવારિક અને સિકયુરીટીની દ્રષ્ટીએ સલામત એવા જામનગર રોડ ઉપર આવેલી શિવ શક્તિ હોટલના પાર્ટી પ્લોટ ખાતે ડિજે વિથ ડિનરમાં યુવા થન હિલોળે ચડશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડિજે પાર્ટીમાં ખાસ તો આ વર્ષે રાજકોટમાં પ્રથમવાર ભવ્યાતિભવ્ય ડિજે પાર્ટીનું આયોજન કરવામાં જઈ રહ્યાં છીએ જેમાં ડિજેની સાથે સાથે અનલીમીટેડ ફૂડ તેમજ પ્રોફેશન ફાયર જગલર્સ, ક્રેકર શો, મોકટેલ બાર, થીમ પાર્ટી સહિત ચાર ફેમસ ડીજે ધુમ મચાવશે જેમાં જયપુરના ડીજે વોર તેમજ ડીજે હાર્ડી અને ડીજે કરણ યુવાધનને મજા-મજા કરાવી દેવાના છે.
સાથે સાથ રાજકોટમાં અત્યાર સુધીની પાર્ટીમાં પાર્કિંગના પૈસા લેવામાં આવતા હતા પરંતુ અમો આ વર્ષે ફ્રિ પાર્કિંગની સુવિધા તેમજ ૧૦૦ ટકા સિકયુરીટી સાથે સીસીટીવી કેમેરા સજ્જ પાર્ટી પ્લોટ રહેશે. ખાસ તો મ્યુઝીકલ ફેસ્ટીવલની વિશેષતા ઉપર ડીજે વિથ ડાઈન બીલીસીયર્સ ફૂડ તેમજ ૧૨ વાગતાની સાથે જ નવા વર્ષને વધાવવા ક્રેકર શો સહિતની સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે. પ્રથમ વખત થીમ પાર્ટીનું આયોજન કરવા જઈ રહ્યાં છીએ જેમાં કલર કોમ્બીનેશનથી લોકો પ્રભાવિત થઈ જશે. ખાસ તો અત્યાર સુધી અનેક લેસર શો થયા છે પરંતુ આ વર્ષે અમારો લેસર શો સૌથી અલગ હશે. અમોએ અમદાવાદ અને મુંબઈથી લેસર શોના નિષ્ણાંતોને બોલાવ્યા છે.
આ ડીજે પાર્ટીમાં ફેમીલી અને કપલને એન્ટ્રી આપવાની છે અને મર્યાદિત સંખ્યા રાખી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવાનું રહેશે અને કપલ પાસની કિંમત રૂ.૧૨૦૦/- નકકી કરવામાં આવી છે. પાક બુકિંગ કરાવવા માટે મો.૮૮૬૬૯૨૨૫૫૦, ૯૦૩૩૯૭૬૬૮૭, ૮૦૦૦૫૭૭૭૭૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.