• ચાલો આપણી સંસ્કૃતિ તરફ પાછા વળીએ
  • ‘અબતક’ની મુલાકાતના આયોજકોએ પ્રાચીન ગરબીને પ્રોત્સાહન કરવા કરી અપીલ

ગુજરાતની પોતીકી ઓળખ જેવા નવરાત્રી મહોત્સવનું આગમન થવા જઇ રહ્યું છે. ત્યારે નવરાત્રીમાં માં અંબાની આરાધના સમા પ્રાચીન ગરબીઓની પરંપરા જાળવતી પ્રાચીન ગરબીઓને મહાત્મ જાળવવું અનિવાર્ય બન્યું છે. ત્યારે યુવા સેના ટ્રસ્ટ દ્વારા નવરાત્રી બાદ 13 ઓકટો. સાંજે પાંચ વાગ્યાથી રાષ્ટ્રીય શાળાના આવો આપણે આપણી પ્રાચીન ગરબીઓની વિરાસત જાળવીએ કાર્યક્રમમાં 11 ગરબીની બાળાઓને પ્રોત્સાહીત કરાશે અત્યારે પ્રાચીન ગરબીને પ્રોત્સાહન આપવાની જરૂર સમજવા લોકોને અપીલ કરવામાં આવી છે.

‘અબતક’ ની મુલાકાતમાં યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદયુમનસિંહ ઝાલા, પ્રોજેકટ મેનેજર રાજેશભાઇ ભાતેલીયા, શિલ્પાબેન મકવાણા, નીખીલભાઇ જયેશ, નરેન્દ્રભાઇ સોલંકી, જગદીશભાઇ વ્યાસ અન આરતીબેન વ્યાસે ગરબી મંડળની બાળાઓને નવાજવાન કાર્યક્રમ અંગે વિગતો આપી જણાવેલ કે,

આપણા દેશમાં દરેક રાજયોમાં તેઓ પોતાના તહેવારો પારંપરીક રીતે ઉજવે છે પરંતુ ગુજરાતમાં હવે નવરાત્રીમાં શેરી ગરબા કે જેમા માતાજીની આરાધના તેમજ ઉપાસના ભકિતભાવ પુર્વક થતી જે હવે ઓછી થતી જાય છે.

પ્રાચીન ગરબીની જગ્યા ડિસ્કો દાંડીયાએ લઈ લીધી છે જેમાં ફકત મોજશોખ અને ફિલમી ગીતો પર યુવાનો રમે છે જે ખરેખર આપણી સંસ્કૃતી ને અનુરૂપ જણાતુ નથી અને છેલા ઘણા વર્ષોથી અર્વાચીન રાસગરબાને લીધે શેરી ગરબાઓનું મહત્વ ઘટતુ ગયુ છે શેરી ગરબાઓમાં ખુબ જ સરસ પારંપરીક રાસો રજુ કરવામા આવતા હોય છે જેમા ખરેખર માતાજીની આરાધના અને ઉપસના ભકિત પુર્વક કરવામા આવે છે.

યુવા સેના ટ્રસ્ટ આ વર્ષે આવી પ્રાચીન ગરબીઓને એક પ્લેટફોર્મ આપવા જઈ રહય છે. જેમાં રાજકોટની બેસ્ટ 11 પ્રાચીન ગરબીઓનું નિર્ણાયકો દ્વારા સિલેક્શન કરવામા આવશે જે માટે ભાગ લેવા ઈચ્છુક ગરબીમંડળોએ તા. ’78 સપ્ટેમ્બર 2024 સુધીમાં યુવા સેના ટ્રસ્ટની ઓફીસે રૂબરૂ અરજી આપી ફોર્મ ભરી પરત કરવાનું રહેશે ગરબી મંડળોની આવેલ અરજી માંથી પસંદ કરેલ ગરબી મંડળોની મુલાકાત સંસ્થાના નિર્ણાયકો દ્વારા લેવામાં આવશે અને તેમજ જાણ ગરબી મંડળોને અગાઉથી જાણ કરવામા આવશે. તેમજ નિર્ણાયકો સુચવશે તે ગરબીઓને આ કાર્યક્રમ માં આમંત્રીત કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ તેમજ સમાજ સેવક હિંમતભાઈ લાબડ પડીયા આ કાર્યક માટે વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ રાજેશભાઈ ભાતેલીયા પણ સહયોગ અને માર્ગદર્શન આપી રહ્યા છે. વધુ વિગત માટે પ્રોજેકટ મેનેજર સોનલબેન વાછાણીનો મો. નં. 99986 19870 ઉપર અથવા કાર્યાલયના મો. નં. 8460696108 પર સવારે 9થી 12 અને સાંજે 5 થી 7 સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ મુલાકાત માટે “સેવાભવન” ભોલેનાથ સોસાયટી, શેરી નં. 4, અંકુર વિદ્યાલય મેઈન રોડ, ગુરૂપ્રસાદ ચોક પાસે, ખાતે રવિવાર સિવાય સવારે 9 થી 12, સાંજે : 5 થી 7 સંપર્ક કરવા યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલા દ્વારા વિનંતી કરાઈ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.