લોકસભાની આગામી ચૂંટણીમાાં નવા અને યુવા મતદારોને ભાજપના કાર્યકરો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે તેમ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુૂલાકાતે આવેલા  યુવા ભાજપના નવ નિયુકત  પ્રમુખ કિશનભાઈ ટીલવા સહિતના હોદેદારોએ જણાવ્યું હતુ.

યુવા ભાજપના નવનિયુકત હોદેદારો ‘અબતક’ની શૂભેચ્છા મુલાકાતે: સંગઠાત્મક કાર્યક્રમોની આપી વિગતો

તેઓએ વધુમાં ઉમેર્યું હતુ કે,

પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં સંગઠન સંરચના તેમજ બુથ સશક્તિકરણના માધ્યમથી પાર્ટીનું સંગઠન વધુ સુદઢ બને અને ભારતીય જનતા પાર્ટી આજે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી , અમિતભાઈ શાહ તેમજ જે.પી.નડાના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં    આગામી લોકસભાની ચુંટણીમાં ફરીવાર ગુજરાતની 26 બેઠકોમાં ભાજપનો ભવ્ય

વિજય થાય અને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક નવો ઇતિહાસ આલેખાય તેને ધ્યાનમાં રાખી સંગઠનની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી રહી છે   પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ તેમજ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રભારી નિલેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપની નવી ટીમની જાહેરાત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા , ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા ઘ્વારા કરવામાં આવી છે. જેમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા મહામંત્રી તરીકે મીલન લીંબાશીયા તેમજ સહદેવ ડોડીયાની વરણી કરવામાં આવેલ છે. આ સાથે શહેર ભાજપ યુવા મોરચામાં 4 ઉપપ્રમુખ, 5 મંત્રી, 1 કોષાધ્યક્ષ 1 કાર્યાલય મંત્રીની પણ વરણી કરવામાં આવેલ છે જેમાં ઉપપ્રમુખ તરીકે જયકિશનસિંહ ઝાલા, રવિ ચાંગેલા, દેવ ગજેરા, કિશન પટેલ તેમજ મંત્રી તરીકે જય બોરીચા, દર્શન પંડયા, હાર્દિક કુંગશીયા, સુનીલ ગોહેલ , કુલદીપસિંહ જાડેજા, કોષાઘ્યક્ષ તરીકે ધ્રુવ કાકડીયા કાર્યાલય મંત્રી કાનાભાઈ સરસીયા સહિતનાની વરણી કરવામાં આવી છે

તેઓએ ઉમેર્યું હતુ કે ભાજપ

પંચનિષ્ઠાને વરેલી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનું એક સુત્ર વ્યકિત સે બડા દલ અને દલ સે બડા દેશ ના અનુસાર ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવીને સુવિધા પ્રાપ્ત થાય આ સાથે વિશ્વમાં દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાર્ય કરી રહયો છે ત્યારે પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી કાર્યકર્તા એક નેતૃત્વના ગુણ પ્રાપ્ત કરતો હોય છે. ત્યારે યુવા વયેથી પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળવાનું અમારી ટીમને એક અનેરૂ  સૌભાગ્ય પ્રાપ્ત થયું તેઓ અમોને ગૌરવ છે.

ં ગુજરાતમાં ફરી વખત ભાજપની જીતની હેટ્રીક સર્જાય તે માટે યુવાનો વન – બુથ ટેન બુથની યોજના બનાવી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવવામાં આવશે તેમજ હાલ પ્રદેશ ભાજપની યોજના અનુસાર પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.પ્રશાંત કોરાટની આગેવાની હેઠળ યુવા ભાજપ ઘ્વારા બુથ સક્તિકરણ અભિયાનમાં યુવાનોને બુથ સુધીની કામગીરીમાં જોડી શહેરના પ્રત્યેક બુથમાં ભાજપને લીડ મળે તે માટેની યોજના બનાવવામાં આવશે . તેમજ પાર્ટીમાં નવા યુવા મતદારોને જોડી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ તે માટે આગામી દિવસોમાં યુવાનો માટે અભ્યાસવર્ગના આયોજન કરવામાં આવશે અને જેમાં ખાસ કરી કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની યોજનાઓનો યુવાઓને વધુને વધુ લાભ મળે અને આજનો યુવાન આત્મનિર્ભર બને તે માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.