છુટાછેડા, વિધવા–વિધુર કે મોટી ઉમર વાળા માટે જ્ઞાતિ બાધ વગરનો પરિચય મેળાલગ્નોત્સુકો ઉમેદવારોની માહિતી બહાર પડાશે: જૈન આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ઝાલાવાડ જૈન સમાજ સંચાલીત સમસ્ત જૈન વેવિશાળ કેન્દ્ર રાજકોટ દ્વારા જૈનોને એક છત નીચે લાવવા યુવા મેળાનું નિશુલ્ક કરાયું છે. આયોજન સમસ્ત જૈન વેવિશાળ કેન્દ્ર છેલ્લા ૧૦ વર્ષથી પરિચય સેતુ નામની બુક બહાર પાડીને યુવા મેળા કરે છે.
લગભગ ૪ વર્ષ ના અંતરાલ બાદ આ વર્ષે આ કેન્દ્ર એક વિશેષ પ્રયત્ન ધરી રહ્યું છે. આ પ્રયોગ નિમિતે કોઇપણ ઉમરના છુટાછેડા વિધવા કે વિધુર કે ત્યકતા ઉમેદવારો માટે બુક બહાર પાડશે. અને તેમના જ યુવા મેળાનું આયોજન થશે. ખાસ વાત એ છે કે યુવા મેળામાં મા જૈનેતર પણ (જ્ઞાતિ બાદ વિના ઉમર બાધ વિના) ભાગ લઇ શકશે.આ રીતે સમસ્ત જૈન વેવિશાળ કેન્દ્ર બે બુક બહાર પાડશે. પ્રથમ ચાલીક વર્ષના નીચેના અને દ્વિતીય ચાલીસ વર્ષના ઉપરના છુટાછેડા વિધવા વિધુર વિગેરે માટે
આ સમગ્ર આયોજન માટે ઉપપ્રમુખ શશીકાતંભાઇ શાહ, વ્યોમેશભાઇ શાહ, મંત્રી વિપીનભાઇ શાહ, સહમંત્રી પ્રવીણભાઇ શેઠ તથા કીરીટભાઇ શાહ, ભુપતભાઇ શાહ અને ઝાલાવાડ જૈન સમાજના કારોબારી માંથી પારસભાઇ શાહ, સંજયભાઇ શાહ, પ્રશાંતભાઇ સંધવી, પ્રકાશ કોઠારી, ભરતાઇ અજમેરા, જયકાંતભાઇ વોરા વગેરેએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
તા. ૩૦-૪-૨૦૧૯ સુધીમાં ખાસ યુવા મેળાના ઉમેદવારો અને ૩૦-૦૫-૨૦૧૯ સુધીમાં ચાલીસ વર્ષથી નીચેની ઉમરના ઉમેદવારો સમાજના કાર્યાલય (સાંજે ૬ થી ૮ રવિવારે ૧૧ થી૧) ૨૦૭ શિરોમણી કોમ્પલેક્ષ કરણસિંહજી રોડ રાજકોટ ફોન ન. ૦૨૮૧ ૨૨૨૫૬૪૫ માંથી ફોર્મ મેળવી લે અને ફોર્મ ભરીને બાયોડેટા અને ર (બે) કલર ફોટા સાથે મોકલી દે.યુવા પરિચીત મેળાને સફળ બનાવવા જૈન અગ્રણીઓ અબતક ના આંગણે પધાર્યા હતા.