યુવક મહોત્સવમા 33 સ્પર્ધા યોજાશે: મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાશે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એલ્યુમની એસોસિએશન વેબસાઈટનું થશે લોન્ચિંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે યુવક મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં 33 સ્પર્ધા યોજવામાં આવશે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એલ્યુમની એસોસિઅશનની વેબસાઈટનું પણ લોન્ચિંગ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યુવક મહોત્સવનો રંગારંગ પ્રારંભ થશે જેમાં 33 સ્પર્ધાઓ યોજાશે. હાલરડાં, ગાન, લોકસંગીત, ગીત, નૃત્ય, નાટક, એકાંકી, મુખ અભિનય, રંગોળી સ્પર્ધા, વેસ્ટર્ન, પોસ્ટર મેકિંગ અને ગાયન જેવી વિવિદ્ય સ્પર્ધા યોજાશે.
મુખ્યમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવશે. જેમાં કોલેજમાં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે. આ ઉપરાંત યુવક મહોત્સવ નિહાળવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સલગ્ન કોલેજોના 10 હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે ત્યારે તેમના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એલ્યુમની વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો રૂ. 100 ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.