હિન્દી ફિલ્મ જગતનાં સદાબહાર સંગીતકાર એટલે ઓમપ્રકાશ નૈયર જેને આપણે, ઓ.પી.નૈયરનાં નામ થી ઓળખીયે છીએ. તેના ચાહકોમાં તો ફકત ઓ.પી. નાં નામથી પ્રખ્યાત હતા. તેમનો જન્મ 16-1-1926માં થયો હતો અને અવસાન 28-1-2007માં થયું હતું. પ્રારંભમાં એમ.એમ.વી. કંપનીમાં મ્યુઝિક ડાયરેકટર તરીકે કાર્ય કર્યુ , બાદમાં સંગીજ કોલેજમાં નોકરી કરી અંતે બધુ છોડીને ફિલ્મ લાઇન પકડી ને સદા અમર થઇ ગયા.

લતાજી પાસે એક પણ ગીત ન ગવડાવ્યું !

શમ્મીકપૂરની પ્રારંભની ફિલ્મોમાં ઓ.પી. નૈયર નું જ સંગીત હતું : બીજા સંગીતકારની તુલનામાં કારકિર્દી નાની પણ ગીતો સુપરડુપર હતા : સૌથી વધુ ગીતો રફી, આશા અને ગીતાદત્ત પાસે ગવડાવ્યા

1948 માં ’ કનીઝ’ ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સંગીત આપ્યા બાદ, 1952 માં  ’આસમાન’ ફિલ્મમાં સંગીત આપવાનો મોકો મળ્યો : 1954 માં આવેલી ગુરુદત્ત ની ફિલ્મ ’આરપાર’ થી તેમની નૈયા પાર લાગી ગઈ હતી : તેમના સમયમાં તે સૌથી મોંઘા સંગીતકાર હતા.

તેમનો સંગીતનો જાદુ એવો હતો કે મહાન ગાયક મોહંમદ રફીએ એકવાર કહ્યું કે યુ તો હમને લાખ હંસી દેખે હે, ઓ.પી.નૈયર જેસા સંગીતકાર નહી દેખા. ઓ.પી. નૈયરે વધુ ગીતો રફી આશા અને ગીતાદત પાસે ગવડાવ્યા હતા. એક ખાસ વાત કે તેમને મહાન ગાયિકા લતામંગેશકર પાસે કયારેય ગીતો ન ગવડાવ્યા. આ પ્રશ્ર્નના જવાબમાં ઓ.પી. નૈયરે જલાવેલ કે તેમનો અવાજ મારા સંગીતમાં ફિટ બેસતો ન હતો.

ઓ.પી. નૈયરની સ્વતંત્ર સંગીત વાળી પ્રથમ ફિલ્મ છમ છમા છમ ” હતી. પછી તો ગુરૂ દત સાથે આરપાર, સી.આઇ.ડી, મી. એન્ડ મીસીસ 55 જેવી શ્રેષ્ઠ ફિલ્મો કરી હતી. તેમની બધી ફિલ્મોનાં હીટ ગીતો આજે પણ જુના ગીતનાં રસીયા અચુક ગણગણાવે છે. તેમને મનોજકુમાર, દિલીપકુમાર, ગુરૂ દત્ત, દેવાનંદ, જોયમુર્ખજી, વિશ્ર્વજીત શમ્મીકપૂર જેવા વિવિધ કલાકારો માટે સંગીત આપ્યું. તેનો એવો મત હતો કે ફિલ્મનાં કોમેડિયન માટે પણ ગીત હોવું જોઇએ તેણે કોમેડીયન જોનીવોકર માટે શ્રેષ્ઠ ગીતો બનાવ્યા હતા. તેમનાં ગીતોમાં ટોમી (ધોડાગાડીના પગલાનો અવાજ)ના ગીતો તેની ખાસ પેર્ટન બની ગઇ હતી. લગભગ દરેક ફિલ્મમાં એકાદ સોંગ આ પ્રકારનું હોય જ તેણે, ફિલ્મ સંગીત દુનિયામાં થોડું પણ શ્રેષ્ઠ અર્પણ કર્યુ હતું. તેની બધી જ ફિલ્મો હિટ હતી તો તેનાં ગીતો સુપરહીટ હતા. બધા સંગીતકારોમાં ઓ.પી.નૈયર બધાથી જુદા તરી આવતા હતા. 1959માં તુમસા નહી દેખા” માં તેનો સીતારો આસમાન ચુમ્યો હતો.

એક વાર ઇન્ટરવ્યુંમાં ઓ.પી.નૈયરે જલાવેલ કે મારી દૃષ્ટિએ કોઇ પણ ગીત લોકપ્રિય થાય એમાં સૌથી વધુ ફાળો સંગીતકારનો, પછી ગીતકારનો, છેલ્લે ગાયક કલાકારનો હોય છે. જો ગીત સંગીતમાં દમ હોય તો ગાયક કલાકાર ગમે તે ચાલે. 1952માં દલસુખ પંચોલીની ફિલ્મ આસમાન ફિલ્મમાં ગીતાદતના સ્વરમાં ગીત રેકોર્ડ કર્યા હતા.

શેખમુખ્તારની ફિલ્મ દો ઉત્સાદ” 1958માં રાજકપૂર, મધુબાલાની જોડી,  દેવ આનંદ (સી.આઇ.ડી.)અને દિલિપકુમાર (નયાદૌર) સિવાયની બાકીની ફિલ્મમાં મનોજકુમાર, કિશોરકુમાર, અશોકકુમાર, જોય મુખરજી વિશ્ર્વજીત અને છેલ્લે અમીરખાન હતા. ઓ.પી.નૈયરના સંગીતમાં રફી સાહેબે કમાલનું ગાયું છે. હમ સાબ ચોર હે (1956), મિ. લંબુ (1956), જોની વોકર (1957) શગુન (1958) તથા યે રાત ફિર ના આયેગી (1966) આશા ભોંસલે સાથે કેટલાક સોલો યુગલ હિટ્સ સોંગ રફી સાહેબે ગયા હતા. જેમાં ફિલ્મ સોનેકી ચિડિયા (1958) ફિર વોહી દિલ લાયા હું (1966), મેરે સનમ (1965) સાવન કી ઘટા (1966) જેવી ફિલ્મો હતી.

ટેલેન્ટને કોઇ રોકી શકતુ નથી, ઓ.પી. નૈયર તેનો પુરાવો છે. 1968ની ફિલ્મ ‘કિસ્મત’માં હિરો વિશ્ર્વજીત અને હિરોઇન બબીતા પર ફિલ્માવાયેલું એક કલબ ડાન્સ સોંગ હજી આજે 50 વર્ષ પછી એટલું જ લોક પ્રિય છે,આ ઓ હઝુર તુમકો સીતારો મે લે ચલું.

50-60-70 દશકાનાં એવો કેટલાકય ગીતો છે, જે આપના દિલ-દિમાગમાં છવાયેલા છે. જેમ કે ઉડે જબજબ ઝુલ્ફે તેરી  (નયાદૌર-1957) લે કે પહેલા પહેલા પ્યાર (સી.આઇ.ડી), બાબુજી ધીરે ચલના (આરપાર-1954), તારીફ કરૂ યા ઉસકી (કાશ્મીર કી કલી), એક પરદેશી મેરા દિલ લે ગયા (ફાગુન) કજરા મહોબત વાલા (કિસ્મત-1968), દિવાના હુઆ બાદલ (કાશ્મીર કી કલી) પુકારતા ચલા હું મે (મેરે સનમ) ઝુલ્ફો કો હટાલો ચેહેરેસે (સાવન કી ઘટા) ચલ અકેલા ચલ અકેલા (સંબંધ 1969) એક બાર મુશ્કુરાદો ટાઇટલ સોંગ, ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કરલો (યે રાત ફિર ન આયેગી) આવા  શ્રેષ્ઠ ગીતમાં કયાય લતાજીનો અવાજ નથી, ને બધા ગીતો ઓ.પી. નૈયરે કર્યા છે. 1960નો દશકો આ સંગીતકારનો સિતારો બુલંદી પર હતો.

ઓ.પી. નૈયર હિરો, હિરોઇન કરતાં વધુ પૈસા લેતા હતા. 1950માં તેમની ફિ એક લાખ હતી. જે રકમ તે જમાનામાં બહુ મોટી ગણાતી. તેમનાં પસંદગીના ગાયક કલાકારોમાં ગીતાદત, આશા ભોંસલે, મોહંમદ રફી, મહેન્દ્ર કપુર અને હા ફિલ્મ સંબંધમાં મુકેશ પાસે અને ‘એક બાર મુશ્કુરા દો  ફિલ્મમાં કિશોર કુમાર પાસે પણ શ્રેષ્ઠ ગીતો ગળડાવ્યા હતા.

અને છેલ્લે છેલ્લે. સુનીલ દતની ફિલ્મ ‘ પ્રાણ જાય પર વચન ન જાય, તથા યે રાત ફિર ન આયેગી ફિલ્મમાં આશા ભોંસલેના સુંદર સ્વરમાં ગવાયેલ આ ગીતને યાદ કરીએ

 ચેન સે હમકો કભી, આપને જીને ન દીયા,
જહર ભી ખાયા હમે, પીના તો પીને ન દીયા,
યહી વો જગા હે, યહી વો ફિઝા હે,
યહીં પર કભી આપ સે હમ મીલે થે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.