સિંગલ્સ રેન્કિંગમાં સોમદેવ દેવવર્મન પછી કોઈ ભારતીય ખેલાડીનો આ શ્રેષ્ઠ ક્રમાંક છે
યુકી ભામ્બ્રીએ તાઈપી ઓપન ચેલેન્જર સ્પર્ધામાં પોતાના વિજયી દેખાવના બળે એ. ટી. પી. (એસોસિયેશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ)ના નવા જાહેર કરાયેલ રેન્કિંગમાં ૨૨ ક્રમ આગળ વધી પોતાની કારકિર્દીમાં ૮૩મું શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવા સાથે ફેબ્રુઆરી ૨૦૧૬ પછી પહેલી વાર ટોચના ૧૦૦ ખેલાડીમાં પુન:પ્રવેશ કર્યો હતો.સિંગલ્સ રેન્કિંગમાં સોમદેવ દેવવર્મન પછી કોઈ ભારતીય ખેલાડીનો આ શ્રેષ્ઠ ક્રમાંક છે. સોમદેવે જુલાઈ ૨૦૧૧માં ૬૨મો ક્રમ મેળવ્યો હતો. ૨૫ વર્ષનો યુકી ૨૦૧૫ના વર્ષના છેલ્લા મહિનાઓમાં ટોચના ૧૦૦ ક્રમમાં હતો, પણ પોતાને થયેલી ઈજાના કારણે તે વધુ પ્રગતિ કરી શકયો ન હતો.છેલ્લા કેટલાક સમયથી તેનું પરફોર્મન્સ પણ સુધારકઆતુ રહ્યું છે અને નવા રેન્કિંગ સાથે એક નવી હસા પણ જન્મી છે અને યુકી કહે છે કે તેમના માટે આગામી બે વર્ષ બહુ જ મહત્વના સાબિત થશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com