‘અબતક’ ચાય પે ચર્ચામાં યોગ પરામર્શ થકી આપી જીવન જીવવાની ટીપ્સ: યોગ એક એવી ટેકનીક છે ને માનસિક બિમારીઓ, અસ્થમા અને કેન્સરની સારવારમાં ઉપયોગી થાય છે

સમગ્ર વિશ્ર્વમાં ર1 જુને વિશ્ર્વ યોગ દિવસ ઉજવાય છે. જેના પ્રેણતા ભારત છે. આપણા દેશની પ્રાચિન સંસ્કૃતિથી યોગ-ઘ્યાનનું મહત્વ જોવા મળે છે, ત્યારે અત્યારના બદલાતા યુગમાં ‘યોગ’ ક્રિયામાં પણ વિવિધ બદલાવ આવ્યા છે. સ્વામી વિવેકાનંદ યોગ સંસ્થાના સ્થાપક ચાન્સેલર અને પદ્મશ્રી ડો. એચ.આર. નાગેન્દ્રજી રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે ‘અબતક’ સાથેની મુલાકાતમાં તેને યોગ વિશે વિશદ છણાવટ કરી હતી. આ યોગ પરામર્શકને તેની કાર્યની સરાહના કરી 2016માં પદમશ્રી એનાયત થયો હતો. નાગેન્દ્રજીએ આયોજન પંચના કાર્યકારી જુથના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓએ 2015માં ન્યુયોર્ક ખાતે 84 દેશોનો 35985 લોકોનો યોગ વર્ગ કરીને વિશ્ર્વ વિક્રમ સ્થાપયો હતો.

પ્રશ્ર્ન: આપણી પ્રાચીન યોગ વ્યવસ્થા અંગે આપનું શું કહેવાનું છે?

એચ આર નાગેન્દ્ર જી: ભારતમાં 2000 વર્ષ પૂર્વેથી યોગની સાધના ,સંસ્કૃતિનું અસ્તિત્વ છે ,યોગ એ કોઈ વિધિ નથી, પરંતુ જીવન જીવવાની “કલા” છે, યોગ આનંદમય જીવન દિધાર્યું  અને આરોગ્યમય જીવનશૈલી માટે એક આદર્શ કલા પ્રક્રિયા છે. ભારતમાં હજારો વર્ષ પહેલા તેનું અસ્તિત્વ ઊભું થયું મન ઉપર નિયંત્રણ લાવવાની સાધના છે. આધ્યાત્મ માં મનને ગતિ કરાવી શાંત કરવાની બે પ્રક્રિયા છે. આપણે બંને પ્રક્રિયામાં મનને ગતિશીલ કરવાનું જ વિચારીએ છીએ પરંતુ મનની શાંતિ માટે વિચારતા નથી, યોગ મનની શાંતિને સમાધિ સુધી લઈ જવાની શક્તિ ધરાવે છે, કોઈ સ્ફૂર્તિમય બાળક વધુ કામ પર જ કરી દેશે તેને પાંચ મિનિટ શાંતિથી બેસાડવો મુશ્કેલ છે, પરંતુ યોગ મનની શાંતિ માટે ઉપયોગી છે,

બાળકને મન શાંત કરાવતા શીખવવું જોઈએ આપણે શિક્ષણ વ્યવસ્થા મા શીખવી નથી શક્યા, આથી અત્યારે વાતાવરણ છે. પરંતુ યોગમાં આ શક્ય છે માનસિક સંતુલન માટે યોગ અક્સીર છે. યોગના અલગ અલગ આસનથી મનની શાંતિ મળે છે, અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વિશ્વ પ્રસિદ્ધ બનાવ્યું અને એક પ્રોટોકોલ ના રૂપમાં વિશ્વ સમક્ષ મૂક્યું અને આથી  લક્ષ્ય દર વર્ષે 20 કરોડ લોકો યોગનો અભ્યાસ કરે તેવું હતું આ વખતે 25 કરોડ લોકો  આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી યોગનુ આચરણ કરશે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 6000 લોકોની ઉપસ્થિતિમાં ભારતમાં યોગ સાધનાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જે દિવસે વધતા જાય છે અને તેનો પ્રસાર વિશ્વભરમાં થઈ રહ્યું છે.

પ્રશ્ર્ન: પ્રાચીન કાળમાં યોગ નું ચલણ હતું, પછી તેમાં બદલાવ કેવી રીતે આવ્યો?

જવાબ: એચ આર નાગેન્દ્ર જી: અગાઉના  જે લોકોને તેમાં રૂચી હતી તે લોકો જ સાધના કરતા હતા તે માટે હિમાલયમાં જતા હતા , જંગલમાં નિરજન જગ્યાએ જઈને સાધના કરતા હતા, પરંતુ આ રુચિ સામાન્ય લોકોમાં ફેલાતી ન હતી, પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મોટી ઉપલબ્ધિ કહેવાય કે તેમણે ભારત  નહીં સમગ્ર વિશ્વને યોગ અંગે નવો માગર્ અને તેમના પ્રયાસોથી આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય છે. યોગને માનવ જીવનના દરેક તબક્કામાં લાવવાનું અભિયાન શરૂ થયું જેમાં શિક્ષણ આરોગ્ય સહિતના તમામ ક્ષેત્રમાં યોગ નો અમલ અને ચલણ શરૂ કરવામાં આવ્યું તેનો ખૂબ ફાયદો થાય છે. અને ભવિષ્યમાં પણ થશે આમ યોગને પહાડોની ટોચથી શહેરીજનો સુધી લાવવાની આ વાત છે.

પ્રશ્ર્ન: વિશ્વ યોગ દિવસના માધ્યમથી યોગ વિશેની જાગૃતિ આવી બધા લોકો યોગ કરવા લાગ્યા પરંતુ યોગની સાચી પદ્ધતિ હજુ લોકો અજાણ છે તેના માટે શું કરવું?

જવાબ: એચ આર નાગેન્દ્ર જી: સાચી વાત છે. યોગ સાધના પદ્ધતિસર થવી જોઈએ અત્યાર સુધી આપણે સાંભળેલું જોયેલું અપનાવતા આવીએ છીએ હવે ધીરે ધીરે યોગ ને પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં દાખલ કરવામાં આવ્યું છે. આમ શિક્ષણના માધ્યમથી ઉચિત અને યોગ્ય યોગ શિક્ષણ અને તેની સાધના કરી શકાય આજે શોખથી એક બે અઠવાડિયાની લોકો ટ્રેનિંગ લઈને યોગ કરવા માંડે છે, પરંતુ પૂર્ણ યોગ માટે શિક્ષણનું માધ્યમ આદર્શ ગણાશે .અત્યારે આજે આડે ધડ યોગનો ઉપયોગ થાય છે, તે ક્યારેક બ્લડપ્રેશર ડાયાબિટીસ ના દર્દીઓ માટે ઘાતક બની શકે , એટલે યોગને વ્યવસ્થિત શીખવા માટે તેશિક્ષણ સાથે  જોડવો જોઈએ યોગ અનેક સમસ્યાઓમાં ફાયદો કરે છે, પરંતુ તેવી રીતે તમામ દવાઓ દરેક દર્દ માટે ઉપયોગી ન હોય તેવી રીતે યોગ અને આસન પણ ક્યારેક ક્યારેક કોઈ માટે જોખમી બની જાય એ માટે તેને સમજી વિચારીને કરવા જોઈએ,

પ્રશ્ર્ન; 1979 થી 2004 સુધી આપે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર થી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ સલાહકાર તરીકેની લાંબી કારકિર્દી સંશોધન કર્યું છે ત્યારે તમારી આ સફરમાં કેવા કેવા અનુભવ થયા?

જવાબ: એચ આર નાગેન્દ્ર જી: સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરવું હા તેની સારી બાબતો શિક્ષણ વિજ્ઞાન ટેકનોલોજી અપનાવી સાથે સાથે આપણી પાસે પણ જ્ઞાનનો  ભંડાર છે ,તેનો ઉપયોગ કરવો અને ભક્તિ મિશ્ર કૃતિની સારી બાબતો અને આપણી વિરાસત નો સમન્વય કરીને આદર્શ વ્યવસ્થા અપનાવી જોઈએ અને આથી જ નવી સૃષ્ટિનું સર્જન થશે, અત્યાર સુધી બેસ્ટ હતું હવે આપણે બેસ્ટ ઓફ ધ વેસ્ટ બનાવવાનું છે. આથી સ્વામી વિવેકાનંદ યુવા સંસ્થાન દ્વારા સંસ્કૃતિ અને ખાસ કરીને યોગ સાધના ને ઉજાગર કરવાનું કામ કરે છે. આપણે શરીર વિજ્ઞાન આધુનિક રીતે શીખીએ પ્રશ્નો છીએ પરંતુ તેની આગળ આપણી આર્યુવેદિક પદ્ધતિ નું પણ આંકલન કરીએ છીએ અને આથી જ આપણા નવા અભ્યાસક્રમોમાં યોગને આધ્યાત્મિકના નવા પાંચ અભ્યાસક્રમો બનાવવામાં આવ્યા.

પ્રશ્ર્ન: આપને પદ્મશ્રી મળ્યું 80 વર્ષ નું નિરામય જીવન જીવો છો શું આની પાછળ આપણે યોગની શક્તિ કારણભૂત ગણી શકીએ?

જવાબ: એચ આર નાગેન્દ્ર જી: યોગની સાધના શિક્ષણ અને અભ્યાસની સાથે સાથે યોગની યુનિવર્સિટી બનાવવી એ અઘરી બાબત હતી. લોકોએવું કહેતા વળી યોગના અભ્યાસ હોય પરંતુ અમે લોકોને સમજાવ્યા અને યુનિવર્સિટી નું કેવું સપનું છે, તે બધું પૂરું કરવા માટે મહેનત કરી અને ચાર વર્ષની મહેનત કરીને દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને સ્નાતક અનુસ્નાતક અને હવે પીએચડી સુધીનો અભ્યાસક્રમ બનાવવામાં સફળતા મળી. અત્યારે અમેરિકા જાપાન ચાઇના માં યોગ કોલેજ ચાલે છે ભારતમાં યોગને સિસ્ટમેટિકલી લાવવાની પ્રક્રિયા ચાલુ છે અને યોગને સંપૂર્ણપણે વિજ્ઞાન આધાર પુરાવા સાથે વિકાસ કરવાનું લક્ષ્ય છે

પ્રશ્ન: એવું નથી લાગતું કે આજના યુવાનોને યોગ વિશે વધુ માહિતીદાર કરવા માટે આપણા દેશમાં 24 કલાક માર્ગદર્શન મળી રહે તે માટે સલાહ કેન્દ્રો જોઈએ?

જવાબ: એચ આર નાગેન્દ્ર જી: હું અબ તકના માધ્યમથી યોગ પ્રેમીઓને કહીશ કે અમે એક વેબ પોર્ટલ બનાવી છે યોગને શિક્ષણ વ્યવસ્થામાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અમે બાળકોમાં સ્પર્ધાત્મક ભાવ જગાવવા માટે અમે યોગ સ્પોર્ટ ફેડરેશન બનાવ્યું છે, તેનું ત્રણ વર્ષ પહેલાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને વિશ્વવિસ્તારનું સંગઠન બનાવ્યું અને વિશ્વના તમામ ખંડોમાં સમિતિઓની રચના કરવામાં આવી છે અને બે વર્ષના બાળકથી યોગમાં જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરી છે લોકોને માહિતી મળે તેવી વ્યવસ્થા ઊભી થઈ રહી છે,

પ્રશ્ન: તમે તો મિકેનિકલ એન્જિનિયર હતા, યોગ ગુરુ બન્યા દેશમાં પણ બદલાવ આવી રહ્યો છે તમારા જીવનમાં પણ બદલાવ આવ્યો છે ત્યારે યોગ ઘેર દરેક બાળક સુધી પહોંચે તે માટે તમે શું કરશો?

જવાબ: એચ આર નાગેન્દ્ર જી: યોગને વ્યાપક બનાવવા માટે તેને દરેક ક્ષેત્રમાં લાવવાનો પ્રયાસ છે. શિક્ષણ આરોગ્ય જેવા તમામ ક્ષેત્રોમાં યોગ લાવીને તેને ઘર ઘર સુધી પહોંચ અને વિવિધ રોગમાં તેનો ઉપયોગ થાય તેવું કરવું છે. એન્જિનિયર છું એટલે યોગના પ્રસાર માટે પણ વ્યવસ્થિત આયોજન બધકામ કરવામાં માનું છું.

પ્રશ્ન:  લાઈફ સાથે જોડાયેલા છો રાજકોટમાં પહેલીવાર આવ્યા છો કેવું લાગે છે?

જવાબ: એચ આર નાગેન્દ્ર જી: રાજકોટમાં હું ઘણીવાર આવી ચૂક્યો છું રાજકોટ સાથે મારું જૂનો નાતો છે હા, લાઇફના પ્રોજેક્ટ માટે હું પહેલીવાર આવ્યો છું અમારે ડાયાબિટીસ નું પ્રમાણ  ડાયાબિટીસના મરણમાં ભારતનો પહેલો નંબર ન આવે તે માટે લાઈફના માધ્યમથી અમારે કામ કરવું છે ડાયાબિટીસ ની સાથે સાથે હાઇપર ટેન્શન નિયંત્રણ કેમ્પ ની શરૂઆત અમે રાજકોટ થી કરી હતી, જેની ખૂબ જ સફળતા મળી છે આમ રાજકોટ સાથે મારો જૂનો નાતો છે

પ્રશ્ન:ધ્યાન એ આપનું સંશોધન છે તેના માધ્યમથી આપ વિશ્વભરમાં જાણીતા થયા તેના વિશે કંઈક કહેશો?

જવાબ: એચ આર નાગેન્દ્ર જી: ઉપનિષદોમાં માનસિક શાંતિનું રહસ્ય છપાયેલું છે. તેનું સંશોધન કરીને અમે અને ખાસ કરીને હું માનવ સમાજ સામે ધ્યાન લાવ્યો મનની સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે ધ્યાન નું મહત્વ સમજાવ્યું ધ્યાન એ ચેતના છે અને તેનું ખૂબ માનવ જીવનમાં મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.