વધુ એક પૂર્વત્તર રાજય અરૂણાચલ પ્રદેશમાં ભાજપ સત્તા ભણી આગળ વધી રહ્યું છે: સિકિકમમાં સિકિકમ ડેમોક્રેટીક ફ્રન્ટ આગળ

લોકસભાની ચૂંટણી સાથે યોજાયેલી ચાર રાજયોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાય હતી આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ અને સિકકીમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી એક રાજયમાં સત્તા પરિવર્તન થવા પામ્યું છે. જયારે બીજા રાજયમાં ફરીથી સત્તાધારી પાર્ટી વિજય થવા પામી છે. આંધ્રપ્રદેશમાં સત્તાધારી તેલુગુદેશમ, કોંગ્રેસના ગઠ્ઠબંધન સામે વાયએસઆર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ હતો ૧૭૫ બેઠકો ધરાવતી આંધ્રપ્રદેશ વિધાનસભાના પરિણામોમાં વાયએસઆર કોંગ્રેસે જવલંત વિજય મેળવ્યો હતો.

આંધ્રપ્રદેશ વિધાનસભામાં બહુમત માટે જ‚રી ૮૮ બેઠકોની સામે જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસે ૧૪૮ બેઠકો મેળવીને ભારે બહુમતી મેળવી છે. જયારે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની સત્તાધારી પાર્ટી તેલુગુદેશમ્ને માત્ર ૨૭ બેઠકો મળતા તેમનો કરૂણ રકાસ થવા પામ્યો છે. આ નબળા પરિણામબાદ ચંદ્રાબાબુ નાયડુએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે નાયડુ બપોર બાદ રાજયપાલને રાજીનામું આપનારા છે. તેવું જાણવા મળ્યું છે.

આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસનું બુલડોઝર એવું ફર્યું હતુ કે ભાજપ અને તેલુગુદેશમ સાથે જોડાણ કરનારા કોંગ્રેસને એકપણ બેઠક મળવા પામી નથી આંધ્રપ્રદેશમાં કારમી હાર મેળવનારા ચંદ્રાબાબુ નાયડુનો રાજકીય કારકીર્દી પર પ્રશ્ર્નાર્થ ઉભો થઈ જવા પામ્યો છે. લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા એનડીએનો સાથ છોડી યુપીએમાં જોડાનારા ચંદ્રાબાબુ નાયડુનો આ નિર્ણય તેમને ભારે પડવા પામ્યો હતો. નાયડુ કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી મહાગઠ્ઠબંધન કરવાની પેરવી કરી રહ્યા હતા. પરંતુ, તેમની પાર્ટીને જનતાએ આપેલા આકરા જનાદેશ બાદ તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ પર પાણી ફળી જવા પામ્યું છે.

જયારે, તેવા જ દક્ષિણ પૂર્વના એક મોટા રાજય ઓરિસ્સામાં ફરી એકવખત મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકનો કરિશ્મા જળવાય રહ્યો છે. અહીની રાજય વિધાનસભાની ૧૪૭ બેઠકો માટે સત્તાધારી બીજુ જનતાદળ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ હતો જેથી આજે હાથ ધરાયેલી મતગણતરીમાં બીજુ જનતાદળને ૧૧૦ બેઠકો મળવા પામી હતી જયારે અહી સત્તા મેળવવા માટે ભારે પ્રયત્ન કરનારા ભાજપને માત્ર ૨૫ બેઠકો મળવા પામી હતી. કોંગ્રેસને ૧૦ બેઠકો જયારે અન્યને ૧ બેઠક મલવા પામી હતી જેથી, ઓરિસ્સામાં ફરીથી નવીન પટ્ટનાયક મુખ્યમંત્રી બનશે તે નિશ્ર્ચિત બની જવા પામ્યું છે.

પૂવોત્તર રાજય અ‚ણાચલ પ્રદેશની રાજય વિધાનસભાની ૬૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરાય હતી જેમાં ભાજપે સૌ પ્રથમ આ રાજયમાં શ્રેષ્ઠતમ દેખાવકરીને ૧૮ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસને એક પણ બેઠક મળવા પામી હતી જયારે અન્ય પક્ષોને પાંચ બેઠકો મળવા જઈ રહી છે.સિકકીમ રાજય વિધાનસભાની ૩૨ બેઠકો માટે હાથ ધરાયેલી મતગણતરીમાં સિકકીમ ડેમોક્રેટીક ફ્રન્ટને ૧૦ બેઠકો જયારે અન્યોને ૬ બેઠકો મળવા પામી છે. આ બંને રાજયોમાં હજુ મતગણતરી ચાલુ હોય કોની સરકાર બનશે તે સ્પષ્ટ થવા પામ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.