થાઇલેન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યદિહના મૃત્યુ બાદ તેનો શાહી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. રાજમહેલથી રાજાના પાર્થિવ દેહને સોનાના રથ ગ્રેટ વિક્ટરીમાં મુકી સ્મશાન સ્થળે લવાયો હતો. આ રથ ૨૨૨ વર્ષ જુનો છે. અગ્નિદાહ માટે ૧૮૫ ફુટ ઉંચુ સોના જેવું ચમકતું સ્મશાન બનાવાયુ હતું.
– સૈન્ય અને શાહી પરિવારના લોકો સિવાય તમામ લોકો કાળા વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. અંતિમ સંસ્કારના સ્થળે નવા રાજા મહાવાજી રાલોંગ્કોર્ન સોનાની રોલ્સ રોપ્સમાં પહોચ્યા હતા.
– ૫ દિવસ ચાલનારા અંતિમ સંસ્કારના સામેલ થવા દેશ વિદેશના અંદાજે અઢી લાખ લોકો આવ્યા હતા આ આયોજનમાં ૫૮૫ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ દુનિયાના સૌથી મોંઘા અંતિમ સંસ્કાર છે.
ભૂમિબોલનું નિધન ગત વર્ષે ૧૩ ઓક્ટોબરના રોજ થયું હતું. તેમણે ૭ દાયકા સુધી શાશન કર્યુ હતું. તેઓ સૌથી લાંબો સમય શાશન કરનારા રાજા રહ્યા હતા. જે બાબતે થાઇલેન્ડમાં એક વર્ષનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો ભૂમિબોલના નિધન પછી માહા વાજી રાલોગ્કોર્નને નવા રાજા બનાવાયા છે તેઓ ચકરી વંશના ૧૦માં સમ્રાટ બન્યા છે.