યુ-ટ્યૂબ પ્રીમિયમે ગ્રાહકો માટે 1080P રેઝોલ્યૂશન વીડ્યો ઓફલાઈન જોવા માટે સુવિધા શરૂ કરી છે. પહેલા યુઝર્સ આ પ્લેટફોર્મથી ખાલી 720P રેઝોલ્યુશન વીડિયો જ ડાઉનલોડ કરી શકતા હતા, પણ હવે 1080P રેઝોલ્યુશન વીડિયો પણ ડાઉનલોડ કરી શકશો. યુ-ટ્યૂબના iosઅને એન્ડ્રોયડ એપ્સને અપગ્રેડેડ રેઝોલ્યુશન માટે સપોર્ટ ધીરે-ધીરે શરૂ કરવામાં આવશે. અને ગૂગલે પુષ્ટિ કરી છે કે તે બધા પ્રીમિયમ યુઝર્સ માટે નવા અપડેટને શરૂ કરશે. હજી સુધી એ ચોખવટ થઈ નથી કે યુ-ટ્યૂબના આ ફીચર ગેર-પ્રીમિયમ યુઝર્સ માટે પણ શરૂ કરવાની યોજના બનાવી છે કે નહીં.
યુ-ટ્યૂબ પ્રીમિયમ બધી પ્રીમિયમ સેવાઓ તરફથી એક્સક્લૂઝિવ ફીચર્સ અને સુધારા સાથે ખાલી પેમેન્ટ કરનારા ગ્રાહકો માટે ઉપલબ્ધ હોય છે. આ સેવાની મદદથી યુ-ટ્યૂબ મ્યુઝિક પ્રીમિયમ અને ગૂગલ પ્લે મ્યુઝિક સર્વિસની મદદથી એન્ડ-ફ્રી મ્યુઝિક સ્ટ્રિમિંગની સુવિધા પણ આપવામાં આવશે.