YouTube પોતાના મોબાઇલ એપ માટે એક નવું ફીચર લઈને આવી રહ્યું છે. હાલ આ ફીચરની હજી ટેસ્ટિંગ થઈ રહી છે. પણ ટૂંક સમયમાં જ ટેસ્ટિંગ બાદ YouTube આ ફીચરને લૉન્ચ કરી શકે છે. આ ફીચરમાં યૂઝર TikTokની જેમ જ 15 સેકેન્ડની વીડિયો ક્લિપ બનાવી શકશે અને તેને યુટ્યૂબ પર અપલોડ પણ કરી શકશે. જો કે, આ વીડિયો ક્લિપમાં મ્યૂઝિક એડ કરવા કે બીજા યૂઝર સાથે ડ્યુએટ કરવાનું ઑપ્શન નહીં આપવામાં આવે. આ વિશે યુટ્યૂબ તરફથી કોઇ ખુલાસો કરવામાં નથી આવ્યો. સાથે જ TikTokની જેમ YouTubeના નવા ફીચરમાં ફિલ્ટર અને ઇફેક્ટ ઑપ્શન મળશે. આ વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. હાલ યુટ્યૂબનું આ ફીચર કેટલાક એન્ડ્રૉઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે અવેલેબલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુટ્યૂબના આ ફીચરને યુટ્યૂબ શૉર્ટ્સ નામ આપવામાં આવી શકે છે.
અલ્ફાબેટ ઓન્ડ વીડિયો પ્લેટફૉર્મ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે આ ફીચર ક્રિએટરને વીડિયો રેકૉર્ડ કરીને સીધું યુટ્યૂબ મોબાઇલ એપ પર અપલોડ કરવાની પરવાનગી આપશે. રિપોર્ટ પ્રમાણએ 15 સેકેન્ડથી નાના વીડિયોની રેકૉર્ડિંગ પછી તે સીધું પ્લેટફૉર્મ પર પોસ્ટ કરી શકાશે, જ્યારે 15 સેકેન્ડથી વધારેનો વીડિયો સૌથી પહેલા ફોન ગેલરીમાં અપલોડ કરવાનું રહેશે.
YouTubeમાં પહેલાથી જ શૉર્ટ વીડિયો પોસ્ટ કરવાનો ઑપ્શન છે, જેને Youtube Stories અને YouTube Reelsના નામે ઓળખવામાં આવે છે. આ ફીચરની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. Youtubeની જેમ જ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ જેમ કે ફેસબૂક પણ શૉર્ટ વીડિયો એક Collab લાવી રહ્યું છે. આ પહેલા વર્ષ 2018માં ફેસબુકે આ પ્રકારની એપ Lasso લૉન્ચ કરી હતી. આ બધી શૉર્ટ વીડિયો મેકિંગ એપની સ્પર્ધા ટિકટૉક સાથે થવાની આશા છે.