વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ભારતમાં સામુદાયિક ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 1.9 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા છે. આ આંકડો અન્ય કોઈપણ દેશમાં દૂર કરવામાં આવેલા વીડિયોની સંખ્યા કરતા વધુ છે. યુટ્યુબ પર એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં, યુટ્યુબે સમુદાયના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ પરથી 6.48 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા છે. તેમાંથી 19 લાખથી વધુ વીડિયો માત્ર ભારતના હતા. યયુટ્યુબ નો ’કમ્યુનિટી ગાઈડલાઈન્સ એન્ફોર્સમેન્ટ’ રિપોર્ટ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને કઈ પ્રકારની ફરિયાદો મળી છે અને તેના પર તેણે શું પગલાં લીધાં છે તેની માહિતી આપે છે.
યયુટ્યુબે ભારતમાં ફરિયાદો પર કાર્યવાહી કરીને જાન્યુઆરી-માર્ચ 2023 દરમિયાન 1.9 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા છે. તેની સરખામણીમાં અમેરિકામાં 6.54 લાખ વીડિયો, રશિયામાં 4.91 લાખ વીડિયો અને બ્રાઝિલમાં 4.49 લાખ વીડિયો દૂર કરવામાં આવ્યા છે. યયુટ્યુબે જણાવ્યું હતું કે, એક કંપની તરીકેના અમારા શરૂઆતના દિવસોથી, યુટ્યુબના સૂત્રોએ જણાવ્યું હતુંકે સમુદાય દિશાનિર્દેશોએ યયુટ્યુબે સમુદાયને હાનિકારક સામગ્રીથી સુરક્ષિત રાખ્યો છે. અમે મશીન લર્નિંગ અને સમીક્ષકો બંનેનો ઉપયોગ કરીને અમારા સમુદાય દિશાનિર્દેશો લાગુ કરીએ છીએ.