ખુશાલી વ્યાસ, રાગ્નેસ ઇન્દ્રોડિયાએ પાથર્યા છે કલાના કામણ, રજનીશ ગઢીયાએ આપ્યો છે સુમધુર અવાજ
‘મન મોર બની થનગાટ કરે’ ગીત નવા વર્ઝન સાથે યુ ટયુબ ચેનલ એકતા સાઉન્ડ પર રીલીઝ થયું છે. જેના ૩૦૦૦૦ થી વધુ વ્યુઅર્સ છે યુવાનોને આકર્ષે તેવા ગીતમાં ખુશાલી વ્યાસ, રાગ્નેસ ઇન્દ્રોડીયાએ કલાના કામણ પાથર્યા છે. અને રજનીશ ગઢીયાએ પોતાનો સ્વર આપ્યો છે.
જો તમે ગુજરાતી રાસ ગરબાના ચાહક હોય અને કંઇક નવા જ રાસના તાલે ઝુમવા માંગતા હોય તો આ નવરાત્રી પર ખેલૈયાઓ માટે ‘મન મોર બની થનગાટ કરે’ ન્યુ વર્ઝન આવ્યું છે. ગુજરાતનું લોક માનસ ઉત્સવ પ્રિય છે અને એમાય નવરાત્રીની તો શુ વાત જ પુછવી? વિશ્વ વિખ્યાત નવરાત્રીના આ તહેવાર પર આપણી રાસ ગરબાની પરંપરાને આગળ વધારવા અને આજની યુવા પેઢીને આકર્ષીત કરે એવા વેસ્ટર્ન બીટ સાથે મનમોર બની થનગાટ કરે નું નવું વર્ઝન એકતા સાઉન્ડ યુ ટયુબ ચેનલ પર રીલીઝ થયું છે.
જેમાં શબ્દ અને સુમધુર અવાજ રજનીશ ગઢીયાાએ આપેલ છે. સંગીત નિરજ વ્યાસ, દિગ્દર્શન રાગ્નેશ ઇન્દ્રોડીયા તથા કલાકાર તરીકે ખુશાલી વ્યાસ અને રાગ્નેશ ઇન્દ્રોડિયાએ કલાના કામણ પાથરેલ છે. પ્રોડકશન હેડ તરીકે નિશ્ર્ચલ જોષી તથા એડીટીંગ તેમજ વિઝુયલ ઇફેકટ આર.જે. ડ્રિમ એન્ટટેઇન મેન્ટ પ્રોડકશન હાઉસ એ કરેલ છે. આ ગીત યુ ટયુબ ચેનલ એકના સાઉન્ડ પર રીલીઝ થયેલ છે. ગીતને જોરદાર સફળતા મળી છે આ માટે સીંગર, સ્ટાર કાસ્ટે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.