આંખલડી રાતી ને ઉજાગરો કયાં રે કીધો….
ત્રીજો નોરતે બેવડા આનંદ- ઉમંગથી ઝુમ્યા ખેલૈયાઓ: અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સથવારે સીંગરોએ એકથી એક ચડીયાતા ગીતો રજુ કર્યા
‘અબતક સુરભી’ પ્રસ્તુત નીખીલ નવરાત્રી રાસોત્સવ ૨૦૧૯માં ગઇકાલે ત્રીજા નોરતેથી ખેલૈયાઓ નવરાત્રીના રંગમાં આવી ગયા છે. ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબી ધુમ્યા હતા. ખ્યાતનામ સીંગરોએ પણ એકથી એક ચડીયાતા ગીતો રજુ કરી રાસરસીયાઓને બેવડા આનંદ ઉમંગથી ડોલાવ્યા હતા.
આજે ચોથુ નોરતું શહેરજનોમાં નવરાત્રી મહોત્સવનો આનંદ ચરમસીમાએ પહોચ્યો છે. અર્વાચીન રાસોત્સવમાં જાણે પડે ને દિવસ ઉગે તે માહોલ જામે છે ખેલૈયાઓ એક એક નોરતાને મનભરીને માણી લેવા ઉત્સુક બન્યાં છે.
ગઇકાલે ‘અબતક સુરભી’પ્રસ્તુત નીખીલ નવરાત્રી રાસોત્સવમાં ખેલૈયાઓએ બેવડા ઉત્સાહથી રાસની રમઝટ બોલાવી હતી. નવરાત્રી બાદ તમામ વિજેતા ખેલૈયાઓને લાખેણા ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.
નવરાત્રીના નવેધ દિવસો દરમ્યાન મૉ જગદંબાની મહાનુભાવોના હસ્તે આરતી કરી ગરબાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓ પણ તેમાં જોડાઇ આનંદ ઉમંગ સાથે ધન્યતા અનુભવી રહ્યા છે.
સુરતથી મોર થીમ સાથે ગરબે રમ્યાં :રૂદ્ર પટેલ
કાઠીયાવાડ અને એમાં પણ રાજકોટની અબતક સુરતી રાસોત્સવમાં ખેલૈયાઓને સંગ રંગ જામ્યો છે ત્યારે સુરતથી રાજકોટ ‘અબતક સુરભી’માં રમવા આવેલા રૂદ્ર પટેલએ મોર નીથીમ પર પોતાનો પહેરવેશ ધારણ કરી ગરબે રમ્યા હતા અને વધુમાં જણાવતા કહ્યું હતું કે મેંને ખુબ જ અહી મજા આવી રહી છે. અને અબતક સુરભીનું અનેરુ આયોજન અહીંનું વાતાવરણ કંઇક અલગ ને ખેલૈયાને અનુકુળ છે તેવું જણાવ્યું હતું અને ખાસ કરીને કાઠીયાવાડમાં કંઇક રમવાની અલગ મજા આવે છે અને પોતે વિજેતા બન્યા તેની ખુશી પણ વ્યકત કરી હતી.
જજીસને પણ પ્રભાવિત કરી વિજેતા બનતા પ્રધીબેન
પ્રધીબેને ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અબતક સુરભી’ રાસોત્સવમાં મોટાથી લઇને નાના તમામ લોકો મન ભરીને ઝુમી રહ્યા છે. ત્યારે પ્રધીએ ખુબ જ નાની પરંતુ રમવામાં એકદમ મિશાલ જેવી જે મનમુકીને ગરબી ધુમી હતી અને જજીસના દીલોમાં પણ રાજ કરી ગઇ હતી. પોતે બીજાથી કમ નથી તેવું સાબીત કરીને વિજેતા બની હતી.
‘અબતક સુરભી’માં રમવાનો તમામ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ: જયશ્રીકૃષ્ણ ગ્રુપ
જયશ્રી કૃષ્ણ એ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અબતક સુરભી રાસોત્સવ સંગે જયશ્રી ગ્રુપ પાર્ટી થીમના પહેરવેશ સાથે આવ્યું હતું.
તમામ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને ‘અબતક સુરભી’ દરરોજ ગ્રુપને વિજેતા બનાવનું હોય છે ત્યારે ત્રીજા નોરતે પાર્ટી થીમ પર આવેલા જયશ્રી કૃષ્ણ ગ્રુપએ ખુબ જ સારી રીતે ગરબે ધુમીને વિજેતા બનશે તેઓ વિજય વિશ્ર્વાસ રાખ્યો હતો. અને નવરાત્રી એટલે પાર્ટી તેવું જણાવ્યું હતું.
નવ નોરતાબાદ ઘરમાં પણ ‘અબતક સુરભી’ની યાદ આવશે: કસક
કસક એ જણાવ્યું હતું કે ‘અબતક સુરભી’માં પહેલા દિવસ વરસાદની સાથે અને ત્રીજું નોરતું છે છતાં પણ અનેરો ઉત્સાહ હતો અને નવનોરતા દરમિયાન મન મૂકીને ઝુમીશું અને નવ નોરતાની નવરાત પછી થોડાક દિવસ ઘરમાં પણ ‘અબતક સુરભી’ની યાદ આવશે તેવો અનેરો માહોલ છે તેવું જણાવ્યુ: હતું.
ખેલૈયાઓ સંપૂર્ણ તૈયારીઓ સાથે આવતા હોય જજ કરવું મુશ્કેલ: નિરાલી દવે
નિરાલી દવે (જજ) એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અબતક સુરભી’રાસોત્સવમાં ખેલૈયાઓમાં રહેલા જોશને જોઇને દરરોજના વિજેતા જાહેર કરવાએ જજ માટે પણ ખુબ જ કપરું કાર્ય બની ગયું છે. ખેલૈયાઓ પહેરવેશથી લઇને રાસ ગરબા માટે એટલી તૈયારીઓ સાથે આવ્યાં છે કે જજ કરવું એ ખુબ જ કપરું કાર્ય છે. અમને પણ ખેલૈયાઓને જોઇને રમવાનું મન થઇ જાય છે.
રામલીલા ગ્રુપ પંજાબી પહેરવેશમાં ગરબે ધૂમ્યુ
રામલીલા ગ્રુપ (પંજાબી પહેરવેશ) રાજકોટમાં ‘અબતક સુરભી રાસોત્સવ’માં જયારે ખેલૈયાઓમાં ગરબે રમવાનો અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેલૈયાઓ ત્રિજા નોરતે ખુબ જ મન મુકીને ઝુમ્યા હતા. અને રોજ અલગ અલગ ગ્રુપમાં તૈયારી સાથે પોતે વિજેતાન બને તેવી તૈયારીઓ સાથે આવતા હોય છે. ત્યારે ત્રીજા નોરતે રામ લીલા ગ્રુપ પંજાબી પહેરવેશ ની સાથે ગરબી ધુમવા આવી પહોચ્યા હતા અને મન મુકીને ધુમ્યા હતા. જેમાં આ ગ્રુપમાં જેનીલએ સૌથી નાનકડો હતો. અને તેપણ ખુબજ ઉત્સાહથી ગરબે રહ રહ્યો હતો. અને અબતક સુરતીમાં રમવાનો ઉત્સાહ કંઇક અલગ જ હોય છે તેવું પણ તેઓએ જણાવ્યુેં હતું.