હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ત્યારે મિયાણી ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી ના કાદવમાં એક ગૌવંશ ફસાઈ હોવાનું ગામના યુવાનો ને ધ્યાને આવતા તાત્કાલિક યુવાનો બ્રાહ્મણી નદી કાંઠે દોડિજય રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને મહા મહેનતે ગૌવંશને બહાર કાઢી જીવ બચાવ્યો હતો
હાલ વરસી રહેલા વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે ત્યારે મિયાણી ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી માં રેતમાફિયાઓ દ્વારા રેતી ઉલેચી લેતા ખાડાઓ થઈ ગયા છે જેમાં આજે વરસાદ પડવાને કારણે આ નદિના કાદવમા એક ગૌવ વંશ ફસાઈ ગઈ હતી જેની જાણ ગામના સેવાભાવી યુવાન સી.એમ રંભાણી,મહેશ ઠાકોર,મુન્નાભાઈ ઠાકોર,હરેશભાઈ ઠાકોર, કિશનભાઇ ઠાકોર સહિતના યુવાનો ને થતા તેઓ નદીકાંઠે દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી મહા મહેનતે આ યુવાનો દ્વારા ગૌવંશને બહાર કાઢી હતી.